જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં 4 આતંકવાદી ઠાર મરાયા

આતંકનો અંત! રવિવારે 5 આતંકવાદીઓને ઢાળી દીધા બાદ સોમવારે પણ સુરક્ષા દળોને મળી મોટી સફળતા

આતંકનો અંત! રવિવારે 5 આતંકવાદીઓને ઢાળી દીધા બાદ સોમવારે પણ સુરક્ષા દળોને મળી મોટી સફળતા

  • Share this:
    નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના શોપિયાં જિલ્લામાં સોમવાર સવારે ભારતીય સુરક્ષા દળો (Indian Security Force) અને આતંકવાદી (Terrorist)ઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટર (Encounter)માં 4 આતંકવાદીઓ ઠાર મરાયા હોવાના અહેવાલ છે. સુરક્ષા દળોએ હજુ પણ સમગ્ર વિસ્તારને ઘેરી રાખ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે રવિવારે પણ શોપિયાંમાં થયેલા એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોને 5 આતંકવાદીઓને મારવામાં સફળતા મળી હતી.

    મળતી જાણકારી મુજબ, ભારતીય સુરક્ષાદળોને ઇન્ટેલિજન્સ જાણકારી મળી હતી કે શોપિયાંના પિંજોરા વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે. ઇન્ટેલિજન્સ જાણકારીના આધારે સુરક્ષા દળોએ સ્થાનિક પોલીસની સાથે મળી પિંજોરા વિસ્તારને ઘેરી લીધો. પોતાને ઘેરાતા જોઈને આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. ઘણા સમય સુધી ચાલેલા ફાયરિંગ બાદ 4 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.


    આ પણ વાંચો, આ 30 દેશોમાં કોરોનાથી નથી થયું એક પણ મોત, ભારતનો એક પડોશી દેશ પણ સામેલ

    ઉલ્લેખનીય છે કે, રવિવારે પણ દક્ષિણ કાશ્મીરમાં શોપિયાંના રેબન વિસ્તારમાં પાંચ આતંકવાદી છુપાયા હોવાની માહિતી મળી હતી. માહિતીના આધારે સુરક્ષા દળોએ સ્થાનિક પોલીસની સાથે મળી એક સંયુક્ત ટીમ બનાવી અને વિસ્તારને ઘેરી લીધો. ભારતીય જવાનો તફરથી હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનની જાણ તે વિસ્તારમાં છુપોયલા આતંકવાદીઓને થતાં તેઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. જોકે ઘણા લાંબા સમય સુધી ચાલેલા ફાયરિંગ બાદ બે કમાન્ડરો સહિત પાંચ આતંકવાદી ઠાર મરાયા હતા. ઓપરેશન દરમિયાન કોઈ ક્ષતિ નહોતી થઈ.

    આ પણ વાંચો, કોરોનાથી મોત થતાં મેડિકલ સ્ટાફે મૃતદેહને સીધો કબરમાં ફેંકી દીધો, વીડિયો થયો વાયરલ
    Published by:Mrunal Bhojak
    First published: