J&K: કુલગામમાં સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર, 3 જવાન ઘાયલ

પ્રતીકાત્મક તસવીર

આતંકવાદીઓ કોઈ મોટા કાવતરાને અંજામ આપે એ પહેલા જ સુરક્ષા દળોએ તેમને ઘેરીને ઢાળી દીધા

  • Share this:
    શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir)ના કુલગામ (Kulgam)માં ભારતીય સુરક્ષાદળો (Indian Security Forces) અને આતંકવાદી (Terrorist)ઓ વચ્ચે સવારથી જ એન્કાઉન્ટર (Encounter) ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદી ઠાર મરાયા છે જ્યારે 3 ભારતીય જવાન પણ ઘાયલ થયા છે. ભારતીય સુરક્ષાદળોએ કેટલાક આતકંવાદીઓને હજુ પણ ઘેરી રાખ્યા છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે. આતંકવાદીઓના સાથેના એન્કાઉન્ટરને ધ્યાનમાં રાખી સ્થાનિક લોકોને ઘરની અંદર જ રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

    પ્રાપ્ત માહિતી મુજબ, ભારતીય સુરક્ષાદળોને ઇન્ટેલિજન્સ એજન્સીઓ પાસેથી જાણકારી મળી હતી કે કુલગામ જિલ્લાના નાગનદ ચિમર વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે અને કોઈ મોટા કાવતરાને અંજામ આપવાની તૈયારીમાં છે.


    આ પણ વાંચો, મોદી સરકાર 20 જુલાઈએ લાગુ કરી શકે છે કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ, પહેલીવાર મળશે આ અધિકાર

    ઇન્ટેલિજન્સ માહિતીના આધારે ભારતીય સુરક્ષા દળોએ સ્થાનિક પોલીસ અને CRPFની એક ટીમની સાથે સંયુક્ત ટીમ તૈયાર કરી અને કુલગામના નાગનદ ચિમર વિસ્તારને ઘેરવાનું શરૂ કર્યું. વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક આતંકવાદી એક સ્થળે છુપાયેલા છે.

    આ પણ વાંચો,  તરતા નહોતું આવડતું છતાંય નદીમાં નહાવા ઉતર્યા 4 દોસ્ત, ડૂબી જવાથી 3નાં મોત


    ભારતીય સુરક્ષાદળોએ આતંકવાદીઓને આત્મસમર્પણ કરવા માટે કહ્યું પરંતુ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ. આતંકવાદીઓએ ફાયરિંગ કર્યા બાદ સુરક્ષાદળોએ પણ ફાયરિંગ શરૂ કરી દીધું. ફાયરિંગના અવાજથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે કોઈ એક સ્થળે આતંકવાદીઓ છુપાયેલા હતા. સ્થાનિક લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરવામાં આવી છે.
    Published by:Mrunal Bhojak
    First published: