જમ્મુ કાશ્મીર (Jammu Kashmir)ના બારામૂલામાં (Baramulla) શુક્રવારે સવારે ફરી એકવાર ભારતીય સુરક્ષાદળ (Indian Security Force) અને આંતકીઓની વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષાબળોએ 3 આતંકીઓને ઘેરી લીધા છે. અને હાલ બંને તરફથી ફાયરિંગ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટનામાં એક જવાનને ગોળી પણ લાગી છે. જેને બારામૂલાની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
જાણકારી મુજબ ભારતીય સુરક્ષાબળોને ગુપ્તચરો દ્વારા જાણકારી મળી હતી. બારામૂલાના પટ્ટનમાં યેદીપોરા વિસ્તારમાં આંતકી છુપાયેલા હોવાની જાણકારી મળતા ભારતીય સુરક્ષાબળોએ સીઆરપીએફની એક ટીમ અને સ્થાનિક પોલીસની મદદથી આ વિસ્તારનો ઘેરાવ કરવાની શરૂઆત કરી. આ વિસ્તારમાં જેવું જ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું આંતકીઓએ ફાયરિંગ શરૂ કર્યું.
Jammu and Kashmir: An encounter is underway at Yedipora Pattan area of Baramulla. Police and security forces carrying out the operation. More details awaited. (Visuals deferred by unspecified time) https://t.co/MlubyQEUM5pic.twitter.com/Jw3GcTx8A8
પહેલા તો આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું પણ પછી ફાયરિંગ ચાલી થતા ભારતીય સુરક્ષાબળોને પણ ફાયરિંગ કરવી પડી. ગોળીઓના અવાજથી અંદાજો લગાવવામાં આવ્યો છે કે ત્રણ આતંકીઓ છુપાયેલા છે. હજી સુધીની ખબર મુજબ ક્રોસ ફાયરિંગમાં એક જવાન ઇજાગ્રસ્ત થયો છે. તેને ગોળી લાગી છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના બારામૂલામાં 17ની સવારે 11 વાગે સીઆરપીએફએ નાકા પાર્ટી પર આતંકીઓએ હુમલોક કર્યો હતો. આ હુમલામાં પોલીસના 2 અને 2 સીઆરપીએફના જવાન શહીદ થયા હતા. આ હુમલાની દોઢ કલાકની અંદર ભારતીય સુરક્ષાબળોએ ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર