જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં એન્કાઉન્ટર, ટૉપ કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર

News18 Gujarati
Updated: October 7, 2020, 8:22 AM IST
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં એન્કાઉન્ટર, ટૉપ કમાન્ડર સહિત 3 આતંકવાદી ઠાર
(પ્રતીકાત્મક તસવીર)

શોપિયાંના સુજાન જૈનાપોરા વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા, સર્ચ ઓપરેશન ચાલુ

  • Share this:
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) સ્થિત શોપિયાં (Shopian)માં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર (Encounter) ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ શોપિયાંના સુજાન જૈનાપોરા વિસ્તારમાં આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે .શોપિયાંના સુજાન વિસ્તારમાં સુરક્ષા દળોની સાથે એન્કાઉન્ટરમાં બે આતંકવાદી ઠાર મરાયા. ઓપરેશન હજુ ચાલી રહ્યું છે.

મળતી માહિતી મુજબ કાલ સાંજથી જ આ ઓપરેશન ચાલી રહ્યું હતું. માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાં એક ટૉપ કમાન્ડર છે. સુરક્ષા દળોને અત્યાર સુધીમાં બે લાશો મળી આવી છે. એક પોલીસ પ્રવક્તાએ કહ્યું કે સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાના જૈનપોરા વિસ્તારમાં સુગન ગામમાં આતંકવાદીઓ હાજરીની સૂચના મળ્યા બાદ સર્ચ ઓપરેશન અભિયાન ચલાવ્યું.

આ પણ વાંચો, COVID-19: હળદર-જીરું ખાવાથી લઈને યોગાભ્યાસ સુધી, કોરોનાથી બચવા આયુષ મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન્સકહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું અને સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીના ભાગ રૂપે ત્યારબાદ એન્કાઉન્ટ શરૂ થયું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટ ફરી વધ્યા છે અને આતંકવાદીઓને ખાતમો ચાલુ છે. આ પહેલા જ પુલવામા જિલ્લામાં સુરક્ષાદળોએ આતંકવાદીઓને ઘેરીને ઠેકાણે પાડ્યા હતા.

આ પણ વાંચો, 15 ઓક્ટોબરથી ખુલશે સિનેમા હોલ, ફિલ્મ જોવા-દર્શાવવા માટે કરવા પડશે આ 10 જરૂરી કામ

આ ઉપરાંત પુલવામાં જ થોડા દિવસ પહેલા આતંકવાદી હુમલો થયો હતો, જેમાં CRPFના બે જવાન શહીદ થયા હતા. શિયાળામાં અનેકવાર આતંકવાદીઓ તરફથી ઘૂસણખોરી અને આ પ્રકારના હુમલાઓની ઘટના વધે છે, એવામાં સુરક્ષા દળો સંપૂર્ણપણે સતર્ક છે.

થોડા દિવસો પહેલા આવેલા એક રિપોર્ટ મુજબ, આતંકવાદીઓ પાસે હવે હથિયારોની ઘટ છે જેનું કારણ સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી છે. એવામાં આતંકી સતત સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવીને હથિયાર લૂંટવાના પ્રયાસ કરે છે પરંતુ નિષ્ફળ રહે છે.
Published by: Mrunal Bhojak
First published: October 7, 2020, 8:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading