અમૃતસર: પંજાબના અમૃતસર જિલ્લાના અટારી ગામમાં પાકિસ્તાનની બોર્ડર પાસે આવેલા ચિચા ભકના ગામમાં સિદ્ધુ મૂસેવાલા (sidhu moose wala)ના હત્યારાઓ સાથે અમૃતસર પોલીસ (punjab police)ની અથડામણ ચાલી રહી છે. સૂત્રો અનુસાર, જગરુપ રુપા અને મન્નુ કૂસા સાથે એકાઉન્ટર (encounter) ચાલી રહ્યું છે. અમૃતસરના અટારી ગામના ચિચા ભકનાના ગામ હોશિયાર નગરમાં ગેંગસ્ટરો અને પોલીસ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સૂત્રોનું માનીએ તો, આ એન્કાઉન્ટરમાં એક ગેંગસ્ટરનું મોત થયું છે, જ્યારે હજુ બે લોકો અંદરથી ફાયરિંગ (firing) કરી રહ્યા છે. બીજી બાજુ, સ્થાનિકોનું કહેવું છે કે, છેલ્લા એક કલાકથી આસપાસનો વિસ્તાર ગોળીઓના અવાજથી ગૂંજી રહ્યો છે.
#WATCH | Encounter ensuing between police & gangsters at Cheecha Bhakna village of Amritsar district in Punjab pic.twitter.com/7UA0gEL23z
પોલીસને બાતમી મળી હતી કે, આ બન્ને ગેંગસ્ટર અહીં છૂપાયેલા છે. અમૃતસર પોલીસ અને ગેંગસ્ટર વચ્ચે ઘણી ગોળીઓ ચાલી છે. પોલીસના ટોચના અધિકારીઓ સ્થળે હાજર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. બન્ને શૂટર પંજાબના તરનતારન જિલ્લાના રહેવાસી છે. સાથે જ તેઓ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરાડ માટે કામ કરે છે.
ઉલ્લેખનીય છે કે, 29 મેના રોજ પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાની કડી પોલીસે લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરાડ સાથે જોડી હતી. ગેંગસ્ટર ગોલ્ડી બરાડે એક વીડિયો જાહેર કરી પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા સાથે સંબંધિત કેટલીક અગત્યની વાતો જણાવી હતી. જાહેર કરાયેલા વીડિયોમાં બરાડનો ચહેરો દેખાતો નથી, પરંતુ પંજાબી અને દિલ્હી પોલીસે તેના અવાજની પુષ્ટી કરી છે. વીડિયોમાં ગોલ્ડી બરાડે કહ્યું કે, મારું નામ ગોલ્ડી બરાડ છે. હું મુક્તસર સાહિબનો રહેવાસી છું. તમે બધા મને ઓળખો જ છો. છેલ્લા ઘણા સમયથી તમે મારું નામ સમાચારમાં સાંભળતા હશો. મૂસેવાલા કેસમાં મારું નામ જોડવામાં આવ્યું. મેં પહેલા પણ કહ્યું હતું કે, આ કામ મેં કરાવ્યું હતું.
પંજાબ પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ અને ગેંગસ્ટરમાંથી આતંકી બનેલા હરવિંદર રિંદા સાથે સંબંધિત 9 શાર્પશૂટરો સહિત 13 ગેંગસ્ટરોની હથિયારો સાથે ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે પોલીસને કહ્યું હતું કે, તે અને તેનો ગ્રુપ સિદ્ધુ મૂસેવાલાના ગીતોથી નારાજ હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર