J&K: અવંતીપોરામાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો

News18 Gujarati
Updated: May 6, 2020, 8:42 AM IST
J&K: અવંતીપોરામાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો
સુરક્ષા દળોએ અવંતીપોરામાં ત્રણ આતંકવાદીઓને ઘેરી ઓપરેશન હાથ ધર્યું

સુરક્ષા દળોએ અવંતીપોરામાં ત્રણ આતંકવાદીઓને ઘેરી ઓપરેશન હાથ ધર્યું

  • Share this:
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir) માં ત્રીજા દિવસે પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. બુધવારે રાજ્યના અવંતીપોરના શરસાલી ખુરે (Sharsali Khrew area of Awantipora) વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળોની વચ્ચે એન્કાઉન્ટર થયું છે. મળતી જાણકારી મુજબ, સેનાએ ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. કાશ્મીર ઝોન પોલીસે જાણકારી આપી છે કે પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળ. હાજર છે. સમાચાર એજન્સી ANI મુજબ, આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે.

આ પહેલા ઉત્તર કાશ્મીરના હંદવાડા વિસ્તારના એક ગામમાં થયેલા એન્કાઉન્ટરમાં સેનાના એક કર્નલ અને મેજર સહિત પાંચ સુરક્ષાકર્મી શહીદ થઈ ગયા હતા. સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

આ પણ વાંચો, કોરોના સંકટમાં મોંઘાવારીનો માર, પેટ્રોલ 10 અને ડીઝલ 13 રૂપિયા મોંઘું થયું

બીજી તરફ, જમ્મુ-કાશ્મીરના બગગામ જિલ્લાના પાખરપોરામાં આતંકવાદીઓએ પેટ્રોલિંગ કરી રહેલા CRPFના જવાનો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. મંગળવારે મળેલી જાણકારી મુજબ આ ગ્રેનેડ હુમલામાં CRPFના એક જવાન અને એક પોલીસકર્મી સહિત 6 લોકો ઘાયલ થયા. ઘાયલોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો, લૉકડાઉનમાં મોદી સરકાર તમામ બેરોજગારોને દર મહિને આપી રહી છે 3500 રૂપિયા? જાણો સાચી હકીકત
First published: May 6, 2020, 8:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading