જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ પર ટ્રિપલ હુમલો, પુલવામા, કુલગામ અને અનંતનાગમાં એન્કાઉન્ટર, ચાર આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ પર ટ્રિપલ હુમલો, પુલવામા, કુલગામ અને અનંતનાગમાં એન્કાઉન્ટર, ચાર આતંકી ઠાર
ફાઇલ તસવીર

જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પુલવામાના ગુલાબ બાગ ત્રાલમાં ભારતીય સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ. છેલ્લા એક અઠવાડિયામાં ભારતી સુરક્ષાદળોએ 14 આતંકીઓને ઠાર કરી દીધા છે.

 • Share this:
  શ્રીનગર : જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં ભારતીય સુરક્ષાદળો (Indian Army)એ શનિવારે આતંકવાદી (Terrorists)ઓ પર ત્રણ જગ્યાએ હુમલો કર્યો હતો. ભારતીય સુરક્ષાદળોએ પુલવામા, કુલગામ અને અનંતનાગમાં આતંકવાદીઓને ઘેરી લીધા છે. અનંતનાગ અને કુલગામમાં બે બે આતંકીઓને ઠાર કરી દેવાયા છે. નોંધનીય છે કે છેલ્લા એક અઠવાડિયામાં ભારતીયએ સેનાએ 14 જેટલા આતંકીઓને ઠાર કર્યાં છે.

  પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતીય સુરક્ષાદળોને ગુપ્ત જાણકારી મળી હતી કે પુલવામાના ગુલાબ બાગ ત્રાલ, કુલગામના નિરોપા અને અનંતનાગના લલન વિસ્તારમાં અમુક આતંકીઓ મોટી ઘટનાને અંજામ આપવા માટે યોજના ઘડી રહ્યા છે. ગુપ્ત જાણકારીને આધારે ભારતીય સુરક્ષાદળોએ સ્થાનિક પોલીસ અને સીઆરપીએફની સાથે મળીને સંયુક્ત ટીમ તૈયાર કરી હતી અને એક સાથે ત્રણેય જગ્યા પર આતંકીઓને ઘેરી લીધા હતા. આ દરમિયાન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું તો આતંકીઓએ સુરક્ષાદળો પર હુમલો કરી દીધો હતો.  આ પણ વાંચો : પતરાના મકાનમાં રહેતો વલસાડનો અરમાન ડાન્સના હુનરને કારણે મહિનામાં સેલિબ્રિટી બની ગયો!

  અનંતનાગમાં બે આતંકીનો સફાયો

  અત્યાર સુધી મળેલી માહિતી પ્રમાણે અનંતનાગ અને કુલગામમાં બે-બે આતંકીઓને ઠાર કરી દેવાયા છે. જ્યારે ગુલાબ બાગ ત્રાલમાં એક ઘરમાં ત્રણ આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળી છે. અહીં બંને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં એક આતંકીની ધરપકડની સૂચના મળી છે. કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરવામાં આવેલો વ્યક્તિ આતંકવાદી સંગઠન સાથે સંબંધ ધરાવે છે.

  આ વર્ષે 101 આતંકીનો સફાયો

  નોંધનીય છે કે તાજેતરમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે સુરક્ષાદળોએ 1010 આતંકવાદીઓને સફાયો કરી દીધો છે. દક્ષિણ કાશ્મીરમાં 125 આતંકીઓના સફાયાનું લક્ષ્ય છે, જેમાં 25 વિદેશ આતંકી સામેલ છે.

  આ પણ વાંચો : મુંબઈ : પરેલની એક સોસાયટી ઇન-હાઉસ ICU અને આઇસોલેશન સુવિધા ઊભી કરશે
  Published by:Vinod Zankhaliya
  First published:June 13, 2020, 07:30 am

  टॉप स्टोरीज