ન્યૂઝ18 ગુજરાતી : જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં 3 આતંકીઓ ઠાર મરાયા છે તથા એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો છે. News18 હિન્દીના સંવાદદાતા રિફત અબ્દુલ્લાએ જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં એક નાગરિક પણ ઘાયલ થયો છે.
સમચાર એજન્સી એએનઆઈથી મળેલી જાણકારી મુજબ, ગુરુવાર સવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું. મળતી માહિતી અનુસાર પુલવામાના ડાલીપોર વિસ્તારમાં ચાલી રહેલા આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી 3 આતંકીઓને ઢાળી દેવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
#UPDATE Dalipora(Pulwama) encounter: Two terrorists killed, one jawan has lost his life. Operation continues https://t.co/qxf5nNkmRq
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના શોપિયામાં શુક્રવારે ભારતીય સુરક્ષા દળોએ ઈસ્લામિક સ્ટેટ જમ્મૂ એન્ડ કાશ્મીર (આઈએસજેકે)ના બે આતંકીઓને ઠાર માર્યા હતા. એન્કાઉન્ટરમાં આઈએસજેકેના કમાન્ડર અશફાક અહમદ સોફી પણ માર્યો ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આતંકવાદી જાકિર મૂસાના સાથી ઇશફાક અહમદ સોફી કાશ્મીરમાં આઈએસજેકેનો મોટો કમાન્ડર હતો.
આ મામલામાં શ્રીનગર સ્થિત આર્મી કેમ્પ તરફથી ટ્વિટ કરવામાં આવ્યું હતું કે, આપણા સૈનિકોએ શોપિયામાં આતંકવાદીઓને નિશાન બનાવ્યા. અમે કાશ્મીરમાં આતંકવાદને ફેલાવવા અને આતંકવાદીઓને આશ્રય આપનારા આઈએસજેકેના કમાન્ડરને મારી નાખ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર