શ્રીનગર. જમ્મુ અને કાશ્મીર (Jammu & Kashmir)ના પુલવામા સેક્ટર (Pulwama Sector) માં બુધવારની સવારે ભારતીય સુરક્ષા દળો (Indian Security Forces) અને આતંકવાદીઓ (Terrorists) વચ્ચે એન્કાઉન્ટર (Encounter) થયું. મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા છે જ્યારે અન્ય આતંકવાદીઓની તલાશ માટે સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધરવામાં આવી રહ્યું છે.
કાશ્મીરના આઇજીપી (IGP Kashmir)એ જણાવ્યું કે, એન્કાઉન્ટરમાં LeTના કમાન્ડર એઝાઝ ઉર્ફે અબુ હુરૈરા (Aijaz alias Abu Huraira) ઉપરાંત બે સ્થાનિક આતંકવાદી ઠાર મરાયા છે.
Pakistani LeT Commander Aijaz alias Abu Huraira was killed along with 2 local terrorists: IGP Kashmir to ANI
મળતી જાણકારી મુજબ, ભારતીય સુરક્ષાદળોને ઇન્ટેલિજન્સ જાણકારી મળી હતી કે, પુલવામા સેક્ટરમાં કેટલાક આતંકવાદી છુપાયેલા છે. તેના આધાર પર સુરક્ષા દળોએ સ્થાનિક પોલીસની સાથે મળી વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પોતાને ઘેરાતા જોઈને આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું અને વિસ્તારમાં જ ક્યાંક છુપાઈ ગયા.
બીજી તરફ, ઉત્તર પ્રદેશ પોલીસ ATSને મોટી સફળતા હાથ લાગી છે. રવિવારે લખનઉમાં જે બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમની પાસેથી ઉત્તર પ્રદેશના અનેક શહેરોના નક્શા મળ્યા છે. ATSના સૂત્રો મુજબ, અલ-કાયદા સમર્થિત આ આતંકવાદી કોઈ મોટા હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. અહેવાલો મુજબ, આ આતંકવાદીઓએ કોઈ વેબસાઇટ જોઈને બોમ્બ બનાવવાનું શીખ્યા હતા. અલ-કાયદાના બે સંદિગ્ધે પૂછપરછમાં જણાવ્યું કે આતંકવાદીઓએ માત્ર 3000 રૂપિયામાં પ્રેશર કુકર બોમ્બ તૈયાર કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર