Home /News /national-international /

જમ્મુ-કાશ્મીરમાં આર્મી સાથે અથડામણમાં ત્રણ આતંકી ઠાર, DSP શહીદ

જમ્મુ-કાશ્મીરમાં આર્મી સાથે અથડામણમાં ત્રણ આતંકી ઠાર, DSP શહીદ

    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. જેમાં ત્રણ આતંકી ઠાર મરાયા હતા, ઘટનામાં આર્મીના મેજર સહિત બે જવાન ઘાયલ થયા છે, જ્યારે જમ્મુ કાશ્મીરના DSP અમન ઠાકુર શહીદ થયાનું જાણવા મળ્યું છે.

    સેના અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે તૂરીગામમાં ખૂફિયા ઇનપુટ બાદ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષાદળને સૂચના મળી હતી કે 2થી 3 આતંકી આ વિસ્તારમાં છૂપાયેલા છે. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં સેનાએ પણ ફાયરિંગ કર્યું.

    અહીં ક્લિક કરી વાંચોઃ બોડી બનાવવા માટે ન્યૂયોર્ક પહોંચ્યો આમિર ખાન, સામે આવ્યો વીડિયો

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે અથડામણ થયું તે વિસ્તારને આર્મી દ્વારા કોર્ડન કરવામાં આવ્યો છે, હાલ સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે 22 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં સેના સાથે અથડામણમાં એક આતંકી ઠાર મરાયો હતો.

    પુલવામામાં 14 ફેબ્રુઆરીએ CRPFના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદથી જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણની ઘટનાઓ વધી રહી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Jammu Kashmir, Pulwama attack, Security forces, એન્કાઉન્ટર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन