J&K: બડગામમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો, ઓપરેશન ચાલુ

આતંકવાદીઓના ખાતમા માટે સેનાએ ચલાવ્યું 'ઓપરેશન ઓલ આઉટ'

News18 Gujarati
Updated: June 30, 2019, 9:27 AM IST
J&K: બડગામમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો, ઓપરેશન ચાલુ
આતંકવાદીઓના ખાતમા માટે સેનાએ ચલાવ્યું 'ઓપરેશન ઓલ આઉટ'
News18 Gujarati
Updated: June 30, 2019, 9:27 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં રવિવાર સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના અહેવાલ છે. ચદૂરા વિસ્તારના આ ઘટનામાં બંને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું છે. ઘટનાસ્થળે ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાના અહેવાલ છે. સુરક્ષા દળોએ વિસ્તારને ચારે તરફથી ઘેરી લીધો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો છે. ઓપરેશન ચાલી રહ્યું છે.

બડગામ જિલ્લામાં શુક્રવારે પણ સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આતંકવાોદીની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ શ્રીનગર શહેરના બહારના વિસ્તારમાં આવેલા બડગામ જિલ્લાના નૌગામમાં ચેકપોરા વિસ્તારને ઘેરી લીધો. ત્યારબાદ આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. બાદમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.

આતંકવાદીઓના ખાતમા માટે સેનાએ ચલાવ્યું ઓપરેશન ઓલ આઉટ
સુરક્ષા દળો તરફથી કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓના ખાતમા માટે ઓપરેશન ઓલઆઉટ ચલાવવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે પણ સુરક્ષા દળોએ 250થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ વર્ષે પણ અત્યાર સુધી આ આંકડો 100ને પાર પહોંચી ચૂક્યો છે.

હિટ લિસ્ટ પણ તૈયાર

સુરક્ષા દળો તરફથી ટોપ 10 આતંકવાદીઓની હિટ લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. જેમાં શોધીને મોતને ઘાટ ઉતારવાના છે. આ યાદીમાં રિયાજ નાઇકૂ, ઓસામા અને અશરફ મૌલવી જેવા આતંકી સામેલ છે.

આ પણ વાંચો, કાશ્મીરની સમસ્યા માટે નેહરુ જવાબદારઃ અમિત શાહ, સંસદમાં હોબાળો
First published: June 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...