જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં શનિવારે સવારે સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી. આ અથડામણમાં ત્રણ આતંકીને ઠાર કરવામાં આવ્યા છે, જોકે, હાલમાં આ આતંકીઓની ઓળખ નથી થઈ શકી. આ ઘટનામાં એક નાગરીકનું પણ મોત નિપજ્યું છે.
એન્કાઉન્ટર સમાપ્ત તયા બાદ પોલીસે જાણકારી આપી કે, આ એન્કાઉન્ટરમાં સીઆરપીએફના ત્રણ જવાન પણ ઘાયલ થયા છે. ત્રણેને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જમાવવામાં આવી રહ્યું છે કે, અથડામણ શરૂ થયા બાદ, કાશ્મીરના એસએમએચએસ હોસ્પિટલ બહાર પથ્થરમારો પણ થયો, જેમાં એક ફોટો જર્નાલિસ્ટ ઈજાગ્રસ્ત થયો હતો.
એક અધિકારીએ જણાવ્યું કે, છત્તાબલ અને તેના નજીકના વિસ્તારમાં આતંકવાદી વિરોધી અભિયાનમાં જોડાયેલ સુરક્ષાદળો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેથી સ્થાનિકો અને સુરક્ષાદળ વચ્ચે હાથાપાઈ થઈ. જેમાં કેટલાએ લોકો ઘાયલ થયા, જેમાંથી એકનું સારવાર દરમ્યાન મોત પણ નિપજ્યું છે.
પોલીસના એક પ્રવક્તાએ કહ્યું કે, આદિલ અહમદ યાદૂ નામના વ્યક્તિને એસએમએચએસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જેને ડોક્ટરોએ મૃત જાહેર કર્યો છે. મેડિકલ બુલેટિન અનુસાર આ વ્યક્તિનું મોત નૂરબાગમાં એક રોડ અકસ્માતમાં થયેલ ઈજાના કારણે થયું છે. લોકોએ અફવાહ પર ધ્યાન ન આપવું જોઈએ. જોકે, સ્થાનિક લોકોનું માનવું છે કે, સુરક્ષાદળ દ્વારા ગોળીબારી કરવામાં આવી તેમાં તેનું મોત નિપજ્યું છે.
એન્કાઉન્ટર શરૂ થયા બાદ કોઈ પણ પ્રકારની ખોટી જાણકારીના પ્રસારથી બચવા માટે અને સુરક્ષાના કારણે સ્રીનગરમાં ઈંટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર