શ્રીનગર. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) સ્થિત પુલવામા (Pulwama)ના પુચલમાં બુધવાર-ગુરૂવારની રાત્રે સુરક્ષા દળો (Security Forces) અને આતંકવાદીઓ (Terrorists) વચ્ચે એન્કાઉન્ટર (Pulwama Encounter) શરૂ થયું હતું. આ દરમિયાન ઘટનાસ્થળ પર સેના, અર્ધસૈનિક દળ અને રાજ્ય પોલીસના જવાન તૈનાત છે. મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી બંનેની ઓળખ નથી થઈ શકી. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું છે કે સર્ચ ઓપરેશન ચાલુ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોને જાણકારી મળી હતી કે પુચલમાં આતંકવાદીઓ છુપાયા હોઈ શકે છે. ત્યારબાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું.
હજુ સુધી એ જાણકારી નથી મળી શકી કે ત્યાં કેટલા આતંકવાદી છુપાયેલા છે. કાશ્મીર પોલીસના આઇજીપી વિજય કુમારે કહ્યું કે કાશ્મીરમાં 24 કલાકમાં 5 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. તેના માટે પોલીસ અને સુરક્ષા દળો પ્રશંસાને પાત્ર છે.
Jammu & Kashmir | An encounter is underway between terrorists and security forces at Puchal area of Pulwama
આ પહેલા રાજૌરી જિલ્લામાં એલઓસી પર બુધવારે સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરતાં એક પાકિસ્તાની આતંકવાદીને ઢાળી દીધો. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ આ જાણકારી આપી.
સૂત્રોએ જણાવ્યું કે, એલઓસી પર ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓને રોકવા માટે થયેલા એન્કાઉન્ટરમાં બે સૈનિકો પણ ઘાયલ થયા. પ્રવક્તાએ જણાવ્યું કે, વહેલી પરોઢે પાકિસ્તાની આતંકવાદીઓએ રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં એલઓસી પાર કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, સેનાના સતર્ક જવાનોએ આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધી અને ફાયરિંગમાં એક આતંકવાદી ઠાર મરાયો. પ્રવક્તાના જણાવ્યા મુજબ, માર્યા ગયેલા આતંકવાદીનું શબ સુરક્ષા દળોએ પોતાના કબ્જામાં લઈ લીધું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર