કિસાન આંદોલન વચ્ચે 800થી વધારે શિક્ષાવિદોએ કૃષિ કાનૂનોનું સમર્થન કર્યું

અત્યાર સુધી ઘણા ખેડૂતો કેન્દ્ર સરકારની વાતથી સહમત થયા છે અને ત્રણેય કૃષિ કાનૂનોને પોતાનું સમર્થન આપી ચૂક્યા છે. હવે દેશના 800થી વધારે શિક્ષાવિદોએ કૃષિ કાનૂનનું સમર્થન કર્યું

અત્યાર સુધી ઘણા ખેડૂતો કેન્દ્ર સરકારની વાતથી સહમત થયા છે અને ત્રણેય કૃષિ કાનૂનોને પોતાનું સમર્થન આપી ચૂક્યા છે. હવે દેશના 800થી વધારે શિક્ષાવિદોએ કૃષિ કાનૂનનું સમર્થન કર્યું

 • Share this:
  નવી દિલ્હી : 21મી સદીમાં ભારતના મોટાભાગના લોકો આજીવિકા માટે કૃષિ પર નિર્ભર છે. કૃષિની આ જરૂરિયાતને જોતા જ નરેન્દ્ર મોદી સરકારે 2020માં ત્રણ કૃષિ બિલને સંસદના બંને સદનથી પારિત કરાવ્યા છે. કૃષિ બિલથી સંબિધિત ત્રણ કાનૂન છે. જેમાં કૃષક ઉપજ અને કોમર્સ (પ્રમોશન અને સરલીકરણ) કાનૂન, 2020, કૃષક (સશક્તિકરણ અને સંરક્ષણ), કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાનૂન 2020 અને આવશ્યક વસ્તુ (એમેંડમેન્ટ) કાનૂન 2020 સામેલ છે.

  આ દિવસોમાં કૃષિ કાનૂનોનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ વેપારને બધા પ્રતિબંધોથી મુક્ત કરવાનો અને ખેડૂતોને પ્રતિસ્પર્ધી કિંમતો પર લેણ-દેણ માટે સક્ષમ બનાવાનો છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને ઘણી વખત આશ્વાસન આપ્યું છે કે ફાર્મ વેપારના આ ત્રણેય બિલ ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)ને ખતમ કરશે નહીં. બધા અવૈધ બજાર પ્રતિબંધોથી કૃષિ વેપારને મુક્ત કરશે. એપીએમસી સિવાય પણ બજાર ખુલશે અને આગળ સહાયતા કરશે. જેથી નાના અને સીમાંત ખેડૂતો પ્રતિસ્પર્ધી કિંમતો પર પોતાની ઉપજ વેચવામાં સક્ષમ બને. નવા કૃષિ કાનૂન ખેડૂતોને પોતાની ઉપજ વેચવા માટે પૂર્ણ સ્વાયત્તતા પ્રદાન કરે છે.

  આ પણ વાંચો - પ્રદર્શનના નામ પર વ્યાવસાયિક સંપત્તિઓ નષ્ટ થતી રહેશે તો શું ભારત વિકાસ કરી શકશે?

  અત્યાર સુધી ઘણા ખેડૂતો કેન્દ્ર સરકારની આ વાતથી સહમત થયા છે અને ત્રણેય કૃષિ કાનૂનોને પોતાનું સમર્થન આપી ચૂક્યા છે. હવે દેશના 800થી વધારે શિક્ષાવિદોએ કૃષિ કાનૂનનું સમર્થન કર્યું છે. શિક્ષાવિદોએ કહ્યું કે ભારતના નાગરિક અને વિભિન્ન શૈક્ષણિક સંસ્થાનોના સભ્યોના રૂપમાં અમે કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત કૃષિ સુધાર બિલ 2020નું પુરજોશથી સમર્થન કરીએ છીએ. અમે ખેડૂતોની આજીવિકાની રક્ષા માટે ખેડૂતોને સરકારના આશ્વાસન પર દ્રઢતાથી વિશ્વાસ કરીએ છીએ કે આ બિલથી કોઈપણ ખેડૂતોને કોઈ નુકસાન થશે નહીં.
  Published by:Ashish Goyal
  First published: