સપ્તાહમાં 5 ના બદલે 4 દિવસ જ કરવી પડશે નોકરી, 3 દિવસ મળશે રજા! મોદી સરકાર લાવી શકે છે નવો નિયમ

સપ્તાહમાં 5 ના બદલે 4 દિવસ જ કરવી પડશે નોકરી, 3 દિવસ મળશે રજા! મોદી સરકાર લાવી શકે છે નવો નિયમ
કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. હવે તેમને કામના કલાકો અને દિવસોમાં રાહત મળી શકે છે

કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. હવે તેમને કામના કલાકો અને દિવસોમાં રાહત મળી શકે છે

  • Share this:
    નવી દિલ્હી : કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. હવે તેમને કામના કલાકો અને દિવસોમાં રાહત મળી શકે છે. જલ્દી જ સપ્તાહમાં પાંચ દિવસના બદલે 4 દિવસ નોકરી કરવાની રહેશે અને 3 દિવસ રજા રહેશે. દેશમાં બનેલા નવા શ્રમ કાનૂનો અંતર્ગત આવનાર દિવસોમાં સપ્તાહમાં ત્રણ દિવસ રજા મળી શકે છે. બીજી તરફ કેન્દ્ર સરકારે ટ્રાવેલિંગ એલાઉન્સ એટલે કે ટીએ (Travel Allowance)ક્લેબ સબ્મિશનની સમય સીમા 60 દિવસથી વધારીને 180 દિવસ કરી દીધી છે. જેને 15 જૂનથી લાગુ કરવામાં આવ્યું છે. માર્ચ 2018માં કેન્દ્ર સરકારે નિવૃત્તિ પર ટીએ ક્લેમની સમય સીમા 1 વર્ષથી ઘટાડીને 60 દિવસની કરી હતી. આ સમય ગાળાને વધારવા માટે સરકારના ઘણા સરકારી વિભાગ બોલી રહ્યા હતા. જે પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે.

    5 ના બદલે 4 દિવસ કરવી પડશે નોકરી



    નવા લેબર કોડમાં નિયમોમાં આ વિકલ્પ પણ રાખવામાં આવશે. જેના પર કંપની અને કર્મચારી આપસી સહમતીથી નિર્ણય લઇ શકે છે. નવા નિયમો અંતર્ગત સરકારે કામના કલાકો વધારીને 12 સુધી કરવાનું પણ સામેલ કર્યું છે. કામ કરવાના કલાકોની અધિકતમ સીમા 48 કલાક રાખવામાં આવી છે. આવામાં કામના દિવસો ઘટી શકે છે.

    આ પણ વાંચો - ઓક્ટોબર સુધી ફરી દેશમાં કહેર મચાવશે કોરોનાની વધુ એક લહેર! શું કહે છે 40 એક્સપર્ટ્સ

    નવા ડ્રાફ્ટ કાનૂનમાં કામકાજના અધિકતમ કલાકો વધારીને 12 કરવાનો પ્રસ્તાવ પેશ કર્યો છે. કોડના ડ્રાફ્ટ નિયમોમાં 15થી 30 મિનિટ વચ્ચેના અતિરિક્ત કામકાજને પણ 30 મિનિટ ગણીને ઓવરટાઇમમાં સામેલ કરવાની જોગવાઇ છે. વર્તમાન નિયમમાં 30 મિનિટથી ઓછા સમયને ઓવરટાઇમ યોગ્ય માનવામાં આવતો નથી.

    ડ્રાફ્ટ નિયમોમાં કોઇપણ કર્મચારી પાસે 5 કલાકથી વધારે સતત કામ કરાવવાની મનાઇ છે. કર્મચારીઓને દર પાંચ કલાક પછી અડધા કલાકનો આરામ આપવો પડશે.
    Published by:Ashish Goyal
    First published:June 18, 2021, 21:59 IST