રાજ્યસભામાં ગુલાબ નબી આઝાદનો ઉલ્લેખ કરી ભાવુક થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ગુલાબ નબી આઝાદે આપેલા યોગદાનના પેટભરીને વખાણ કરતાં વડાપ્રધાન મોદીએ કર્યું ગૃહમાં કર્યું સેલ્યૂટ, જુઓ VIDEO

ગુલાબ નબી આઝાદે આપેલા યોગદાનના પેટભરીને વખાણ કરતાં વડાપ્રધાન મોદીએ કર્યું ગૃહમાં કર્યું સેલ્યૂટ, જુઓ VIDEO

 • Share this:
  નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મંગળવારે ફરી એક વાર રાજ્યસભા (Rajya Sabha)ને સંબોધિત કરી. કૉંગ્રેસના ગુલાબ નબી આઝાદ (Ghulab Nabi Azad) સહિત ચાર સાંસદો આજે ગૃહમાંથી વિદાય લઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ ગુલાબ આઝાદના પેટભરીને વખાણ કર્યા. એક આતંકી ઘટના બાદ ગુલાબ નબી આઝાદ સાથે ફોન પર થયેલી વાતનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન ભાવુક થઈ ગયા. પીએમ મોદીએ ગુલાબ નબી આઝાદના વખાણ કરતાં કહ્યું કે તેઓ અહીંના ઘરમાં બગીચાને સંભાળે છે, જે કાશ્મીરની યાદ અપાવે છે.

  PM મોદીએ કહ્યું કે, ગુલાબ નબીજી જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે હું પણ એક રાજ્યનો મુખ્યમંત્રી હતો. અમારી ઘણી ઊંડી નિકટતા રહી. એક વાર ગુજરાતના કેટલાક પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કરી દીધો, 8 લોકો તેમાં માર્યા ગયા. સૌથી પહેલા ગુલાબ નબીજીનો મને ફોન આવ્યો. તેમના આંસુ રોકાતા નહોતા.

  આ પણ વાંચો, લાલ કિલ્લા પર થયેલી હિંસાના આરોપી દીપ સિદ્ધુની ધરપકડ, પોલીસે રાખ્યું હતું એક લાખનું ઈનામ

  આ આતંકી હુમલાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે, ગુલાબ નબીજી તે રાત્રે એરપોર્ટ પર હતા, તેઓએ મને ફોન કર્યો અને પોતાના પરિવારના સભ્યની ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. તે સમયે પ્રણવ મુખર્જી રક્ષા મંત્રી હતા. મેં તેમને કહ્યું કે જો મૃતકોના પાર્થિવદેહને લાવવા માટે સેનાના પ્લેનની વ્યવસ્થા થઈ જાય તો તેઓએ કહ્યું કે ચિંતા ન કરો હું તમામ વ્યવસ્થા કરું છું.

  PM મોદીએ કહ્યું કે, મને ચિંતા એ વાતની છે કે ગુલાબ નબીજી બાદ જે પણ આ પદને સંભાળશે, તેમને ગુલાબ નબીજીથી મેચ કરવામાં ખૂબ મુશ્કેલી પડશે. કારણ કે ગુલાબ નબીજી પોતાની પાર્ટીની ચિંતા કરતા હતા, પરંતુ દેશ અને ગૃહની પણ એટલી જ ચિંતા કરતા હતા.

  આ પણ વાંચો, PM મોદીએ USના રાષ્ટ્રપ્રમુખ બાઇડન સાથે ફોન પર કરી વાત, ક્ષેત્રીય સંબંધો સહિત અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા

  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, શ્રીમાન ગુલાબ નબી આઝાદજી, શ્રીમાન શમશેર સિંહજી, મીર મોહમ્મદ ફૈયાજજી, નાદિર અહમદજી હું આપ ચારેય મહાનુભાવોને આ ગૃહની શોભા વધારવા માટે, આપના અનુભવ, આપના જ્ઞાનનો ગૃહ અને દેશને લાભ આપવા માટે અને પોતાના ક્ષેત્રની સમસ્યાઓના સમાધાન માટે આપના યોગદાનને ધન્યવાદ કરું છું.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મેં મારા અનુભવો અને સ્થિતિઓના આધાર પર ગુલાબ નબી આઝાદજીનું સન્માન કરું છું. મને વિશ્વાસ છે કે તેમની દયા, શાંતિ અને રાષ્ટ્ર માટે પ્રદર્શન કરવાના અભિયાન હંમેશા તેમને ચાહતા રહેશે.
  Published by:Mrunal Bhojak
  First published: