Home /News /national-international /

દિવાળીમાં આ તસવીર થઇ વાયરલ, નહીં રોકી શકો આંખમાંથી આંસુ

દિવાળીમાં આ તસવીર થઇ વાયરલ, નહીં રોકી શકો આંખમાંથી આંસુ

દિવાળીની રાત્રે સમાન ન વેચાતા ફૂટપાથ પર સૂતેલા આ પરિવારની તસવીર જોઇ ઘણા લોકોની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા

દિવાળીની રાત્રે સમાન ન વેચાતા ફૂટપાથ પર સૂતેલા આ પરિવારની તસવીર જોઇ ઘણા લોકોની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા

    કહેવાય છે કે એક તસવીર હજાર શબ્દોની ગરજ સારે છે, હાલમાં જ ભારતનો સૌથી મોટો તહેવાર એટલે કે દિવાળીની ઉજવણી ધામધૂમ પૂર્વક થઇ, નાનાથી લઇને મોટેરા તમામ લોકોએ કપડાંથી લઇને ઘરવખરીના સામાનની ખરીદી કરી. પરંતુ કમનસીબીએ સમાજનો એક એવો પણ વર્ગ છે જે તહેવારની ઉજવણી તો દૂર રહેવા ઘર પણ નથી. આવો જ એક પરિવાર કેમેરામાં કેદ થઇ ગયો, જે તસવીર હાલ ઇન્ટરનેટ પર વાયરલ થઇ છે.

    વાયરલ થયેલો આ ફોટો ઇંદોરમાં રહેતા યૂઝર ઇશ્વર શર્માએ ફેસબુક પર શેર કર્યો હતો. જે ઇંદોરની હોવાનું મનાય રહ્યું છે. દિવાળીની રાત્રે સમાન ન વેચાતા ફૂટપાથ પર સૂતેલા આ પરિવારની તસવીર જોઇ ઘણા લોકોની આંખમાંથી આંસુ સરી પડ્યા હતા. તો કેટલાક લોકો કોમેન્ટમાં ઘટનાને વખોડી હતી. તો કેટલાક લોકોએ રાજનેતાઓ પર સવાલો કર્યા હતા.

    આ ફોટોમાં એક શખ્સ તેના બંને નાના બાળકો સાથે આરામથી સૂતેલો જોવા મળે છે. બંને બાળકોમાં એક બાળકી છે, જેની ઉંમર અંદાજે અઢી વર્ષની હશે. જ્યારે બાળકની ઉંમર5થી 7 વર્ષની હશે. આ બધા જ ફૂટપાથ પર રાત્રે એક ગંદો ધાબળો ઓઢીને સૂતા છે. તેની આગળની બાજુ વાંસની બનાવેલી વસ્તુઓ પડી છે. વસ્તુઓ જે રીતે ગોઠવેલી પડી છે તે પરથી કહી શકાય કે આ બધી જ વસ્તુઓ વેચવા માટે જ મૂકેલી છે. જો કે બદલતા આ દૌરમાં અને મશીનથી બનતી વસ્તુનું માર્કેટ વધતાં આ હસ્તકળાને સમજનાર અને તેની કીમત કરનાર જાણે કોઈ જ નથી. દિવાળીના પર્વમાં સમાન બિલકુલ ન વેચાયો હોવાની સ્થિતિમાં આ પરિવાર નિરાશ થઈને અહીં રાત્રે સૂઇ ગયો.

    તસવીર જોયા પછી રડવા મજબૂર થયા લોકો

    આ તસવીરને જોઇને લોકો ભાવુક થઈ ગયા. કોઇએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું તો કેટલાક લોકોએ તેને સમાજનો અસલી ચહેરો ગણાવ્યો. તો કેટલાક લોકોએ નેતા પર ગુસ્સો વ્યક્ત કર્યો. તો એક યુઝરે લખ્યું કે, 'આવા દ્રશ્યો જ્યારે જોવા મળે છે ત્યારે અપરાધભાવ સતાવે છે. એવું લાગે છે કે આ સ્થિતિ માટે કદાચ આપણે જ જવાબદાર છીએ'
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Diwali celebration, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन