ખોટી વાતો ના ફેલાવો, ગઠબંધન સરકારો સારી રીતે ચાલે જ છે: પૂર્વ PM દેવગૌડા

પૂર્વ વડાપ્રધાન દેવે ગોડા

85 વર્ષનાં દેવગૌડાએ લોકસભામાં ચર્ચામાં ભાગ લેતી વખતે કહ્યું કે, મેં જાહેર જીવનમાં 57 વર્ષ વિતાવ્યા છે અને આ મારી છેલ્લી સ્પીચ છે.

 • Share this:
  પૂર્વ વડાપ્રદાન એચ.ડી દેવગૌડાએ લોકસભામાં તેમનું છેલ્લું વક્તવ્ય આપ્યું હતું અને આ વક્તવ્ય દરમિયાન તેઓ ઇમોશનલ બની ગયા હતા. દેવગૌડાએ ભાજપનાં દાવાનો જવાબ આપતા કહ્યું કે, મહાગઠબંધનની સરકારો સારી રીતે ચાલે જ છે. મેં પણ મહાગઠબંધનની સરકાર ચલાવી છે અને સારી રીતે ચાલી હતી. હું પણ 10 મહિના આવી સરકારનો વડાપ્રધાન હતો.

  85 વર્ષનાં દેવગૌડાએ લોકસભામાં ચર્ચામાં ભાગ લેતી વખતે કહ્યું કે, મેં જાહેર જીવનમાં 57 વર્ષ વિતાવ્યા છે અને આ મારી છેલ્લી સ્પીચ છે.

  વડાપ્રધાન તરીકેનાં તેમના સંસ્મરણો યાદ કરતા કહ્યું કે, તો ગઠબંધન સરકારનાં વડાપ્રધાન બનવા માંગતા નહોતા પણ તે વખતે વી.પી સિંઘે અને સામ્યવાદી નેતા જ્યોતિ બસુએ વડાપ્રધાન બનવાની ના પાડી દીધી એટલા માટે મારે આ પદ સ્વીકારવુ પડ્યું હતું.

  “હું જ્યારે વડાપ્રધાન હતો ત્યારે વિશ્વ બેંક આર્થિક સહાય આપવાની ના પાડી દીધી હતી. તો અમે કાળા નાણાનો ઉપયોગ કરી સરકાર ચલાવવાનું નક્કી કર્યુ હતુ અને જે લોકો કાળુ નાણુ ધરાવે છે તેમનને સ્વૈચ્છિક રીતે એ જાહેર કરવા માટે યોજના ઘડી હતી પણ તે વખતનાં નાણા મંત્રી પી. ચિદમ્બરમે એ યોજના રદ કરી હતી. હું વિનંતી કરુ છું કે, કારણ વગર મહાગઠબંધનની સરકાર વિરુદ્ધ બોલશો નહીં. વાજપેયી ગઠબંધન સરકારની શરૂઆત કરી હતી. જો પક્ષો વચ્ચે સમજણ હોય તો, ગઠબંધનની સરકારો ચાલે જ છે. દરેક પક્ષો તેમના મતભેદો બહાર ન કરે એ જ યોગ્ય ગણાય”.દેવગૌડાએ ગઠબંધન સરકાર વિશે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.

  તેમણે કહ્યું કે, ભારતના સૌથી લાંબા રેલ-રોડની શરૂઆત તેમણે કરી હતી. ઉત્તર-પૂર્વિય રાજ્યો માટે તેમની સરકારે 6100 કરોડની ફાળવણી કરી હતી.
  Published by:Vijaysinh Parmar
  First published: