Home /News /national-international /Pakistan ના કરાચીમાં દિલ્હી-દોહા ફ્લાઇટની ઈમરજન્સી લેંડિંગ, ત્રણ કલાક સુધી ખાધા-પીધા વગરના રહ્યા યાત્રીઓ
Pakistan ના કરાચીમાં દિલ્હી-દોહા ફ્લાઇટની ઈમરજન્સી લેંડિંગ, ત્રણ કલાક સુધી ખાધા-પીધા વગરના રહ્યા યાત્રીઓ
Pakistan એરપોર્ટ પર દિલ્હી-દોહા ફ્લાઇટના મુસાફરો ત્રણ કલાક સુધી રઝળ્યા
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (Civil Aviation Minister Jyotiraditya Scindia) એ ફરિયાદો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓ તેની તપાસ કરશે. થોડી વાર પછી, સિંધિયાએ ટ્વિટ કર્યું કે કરાચી એરપોર્ટ પર મુસાફરોને ભોજન પીરસવામાં આવ્યું છે
કતાર એરવેઝ (Qatar Airways) ની દિલ્હીથી દોહા ફ્લાઈટ (Delhi-Doha Flight) નું કરાચી એરપોર્ટ (Karachi Airport) પર ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરવું પડ્યું હતું. આ ફ્લાઈટમાં 100 થી વધુ મુસાફરો હતા. એરલાઈને આ સંબંધમાં એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે વિમાનના કાર્ગો એરિયામાં ધુમાડાના સંકેતો મળવા પર પાયલટે કરાચી એરપોર્ટ (Karachi International Airport) એટીસી પાસેથી ઈમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી હતી, ત્યારબાદ વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું.
ફ્લાઇટમાં સવાર એક ભારતીય મુસાફરે મની કંટ્રોલ (Money Control) ને પોતાની, તેના પરિવારની અને અન્ય મુસાફરોની સમસ્યાઓ વિશે ટેક્સ્ટ મેસેજ દ્વારા જાણ કરી હતી. વિક્રમ પસરીચા તેની પત્ની અને એક વર્ષની પુત્રી સાથે દિલ્હીથી દોહા જઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે સોમવારે સવારે સાડા પાંચ વાગ્યે પ્લેન કરાચીમાં લેન્ડ થયું હતું. મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતરવાનું કહેવામાં આવ્યું હતું અને તેમને જિન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટના ટ્રાન્ઝિટ લોન્જમાં મોકલવામાં આવ્યા હતા.
તેણે આગળ લખ્યું, "અમને ત્રણ કલાકથી પાણી, ખોરાકની વિશે કઈજ ખબર નથી. મુસાફરોએ એરપોર્ટ સ્ટાફને જણાવ્યું તે પછી જ ભોજન, ચા અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં સિનિયર સીટીઝન, બાળકો હતા. તેમણે કહ્યું કે મુસાફરોને તેમના પરિવારજનોનો સંપર્ક કરવા માટે Wi-Fi સેવા પણ આપવામાં આવી નથી. પાકિસ્તાની નંબર પર જ WiFi નો ઉપયોગ કરી શકાય છે. મુસાફરો તેમના પરિવારજનોને કોઈ માહિતી આપી શક્યા ન હતા.
નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (Civil Aviation Minister Jyotiraditya Scindia) એ ફરિયાદો પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેઓ તેની તપાસ કરશે. થોડી વાર પછી, સિંધિયાએ ટ્વિટ કર્યું કે કરાચી એરપોર્ટ પર મુસાફરોને ભોજન પીરસવામાં આવ્યું છે અને કતારથી રિપ્લેસમેન્ટ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. પાસરિચાએ કહ્યું, “હવે અમને લગભગ સાડા પાંચ કલાક પછી માહિતી મળી છે. અહીં જણાવવામાં આવી રહ્યું છે કે રિપ્લેસમેન્ટ ફ્લાઈટ બપોરે 12:45, બપોરે 1, 2 વાગ્યે આવશે. આ વાતની પણ કોઈ પુષ્ટિ નથી.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર