અમિત શાહના વિમાનનું ઈમરજન્સી લેન્ડીંગ, ખરાબ હવામાનના કારણે ગુવાહટીમાં રોકાયા
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (ફાઈલ ફોટો)
અમિત શાહ નિર્ધારિત કાર્યક્રમ અંતર્ગત આજે પૂર્વોત્તર રાજ્યમાં બે રથયાત્રાને લીલીઝંડી બતાવી રવાના કરવાના હતા. ત્રિપુરામાં આ વર્ષથી શરુઆતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું વિમાનનું બુધવારે ગુવાહટીના ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરાવવું પડ્યું હતું. હકીકતમાં જોઈએ તો, ગત રાતે અમિત શાહને અગરતલા પહોંચવાનું હતું, પણ ખરાબ હવામાનના કારણે તેમનું વિમાન લગભગ 10 કલાકને 45 મીનિટ પર ગુવાહટીમાં લેન્ડ કરાવવું પડ્યું હતું.
અમિત શાહ નિર્ધારિત કાર્યક્રમ અંતર્ગત આજે પૂર્વોત્તર રાજ્યમાં બે રથયાત્રાને લીલીઝંડી બતાવી રવાના કરવાના હતા. ત્રિપુરામાં આ વર્ષથી શરુઆતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. પશ્ચિમ ત્રિપુરાના એસપી શંકર દેબનાથે જણાવ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને બુધવારે લગભગ 10 કલાકે એમબીબી એરપોર્ટ પર ઉતરવાનું હતું, પણ ગાઢ ધુમ્મસના કારણે વિમાન ઉતરી શક્યું નહીં, એમબીબી એરપોર્ટ માટે નિયત વિમાન ગુવાહાટીમાં ઉતરી ગયું છે અને તે રાતમાં ત્યાં જ રોકાશે.
11 વાગ્યા સુધીમાં અગરતલા પહોંચવાનું હતું
આ અગાઉ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રાજીબ ભટ્ટાચાર્યાએ કહ્યું કે, શાહ ઉત્તર ત્રિપુરા જિલ્લાના ધર્મનગર અને દક્ષિણ ત્રિપુરા જિલ્લાના સબરુમ અનુમંડલથી રથયાત્રાને લીલીઝંડી દેખાડી બુધવારે અગરતલા પહોંચશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર