ન્યૂઝ18 ગુજરાતી: કોલકાતા એરપોર્ટ પર એર ઇન્ડિયાના એક વિમાનમાં ફ્યૂઅલ લિકેજ બાદ અફરા તફરી મચી ગઇ હતી. આ ઘટના શનિવાર રાતની છે. ફ્યૂઅલ લિકેજને લીધે એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
ન્યૂઝ એજન્સી ANI પ્રમાણે, ફ્યૂઅલ લિકેજની ઘટના બેંકકોકથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-335માં બની હતી. આ વિમાનમાં 150 મુસાફરો હતા.
Full emergency was declared at Kolkata airport yesterday night after fuel leakage on Air India flight AI-335 from Bangkok to Delhi. All passengers were safe (file pic) pic.twitter.com/EQ0Z4Zcm5B
બેંગકોકથી રાત્રે 9:30 કલાકે ફ્લાઇટ દિલ્હી આવવા રવાના થઇ હતી. લગભગ અડધા કલાક બાદ ભારતના એરસ્પેસમાં વિમાન પ્રવેશતા જ ટેક્નીકલ ખામીની ફરિયાદ કારઇ હતી. જે બાદ પાયલોટે કોલકાતા એરપોર્ટ પર ઇમરજન્સી લેડિંગનો નિર્ણય લીધો. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર