Home /News /national-international /

કટોકટી બાદ દિલ્હી આવેલા મોદીએ દેશના રાજકીય નકશા અંગે કરી હતી આવી ભવિષ્યવાણી!

કટોકટી બાદ દિલ્હી આવેલા મોદીએ દેશના રાજકીય નકશા અંગે કરી હતી આવી ભવિષ્યવાણી!

1978માં મોદી સાથે કટોકટીના દસ્તાવેજીકરણ ઉપર કામ કરી ચૂકેલા બાલાશંકર પોતાનું પુસ્તક Narendra Modi: Creative Disruption, Maker of New India ભેંટ કરતા

ઇમરજન્સી હટ્યાના વરસમાં જ દિલ્હી પહોંચેલા મોદીએ ત્યારે જ ભવિષ્યવાણી કરી દીધી હતી કે દેશે નવી દિશા બદલી છે અને એ દિવસ દૂર નથી જ્યારે કોંગ્રેસના કારણે જનસંઘ જેવી પાર્ટી જ રાષ્ટ્રીય રાજનીતિમાં સૌથી સશક્ત વિકલ્પ બનશે. જેમની સામે મોદીએ આ વાત સંપૂર્ણ તાકાતથી કહી હતી ત્યારે એ લોકોને પણ વિશ્વાસ ન હતો.

વધુ જુઓ ...
દેશમાં 46 વર્ષ બાદ પણ કટોકટીના (Emergency 1975) કાળા સમયને ભૂલી નથી શક્યા, પરંતુ કટોકટી દરમિયાન થયેલા ભૂમિગત જન આંદોલનના (movements) કારણે રાજકારણની (Politics) જે દિશા બદલાઈ એનું જ પરિણામ છે કે નરેન્દ્ર મોદી (Narendra Modi) છેલ્લા સાત વર્ષથી દેશના વડાપ્રધાન (Prime minister Of India) તરીકે છે. કટોકટી લદાઈ ત્યારે નરેન્દ્ર મોદી 24 વર્ષના યુવાન હતા. ઇમરજન્સી હટ્યાના વરસમાં જ દિલ્હી (Delhi) પહોંચેલા મોદીએ ત્યારે જ ભવિષ્યવાણી (Prophecy) કરી દીધી હતી કે દેશે દિશા બદલી છે અને એ દિવસ દૂર નથી જ્યારે કોંગ્રેસના (Congress) કારણે જનસંઘ જેવી પાર્ટી (Jansangh Party) જ રાષ્ટ્રીય રાજનીતિમાં સૌથી સશક્ત વિકલ્પ બનશે. જેમની સામે મોદીએ આ વાત સંપૂર્ણ તાકાતથી કહી હતી ત્યારે એ લોકોને પણ વિશ્વાસ ન હતો.

એ 1978નું વર્ષ હતું. કેરળના 24 વર્ષનો એક યુવા એમએનું શિક્ષણ લેવા માટે દિલ્હી પહોંચ્યો હતો. વિદ્યાર્થી કાળમાં આરએસએસની શાખાઓમાં જઈ ચુક્યો હતો. એટલા માટે દિલ્હીમાં સમાચાર એજન્સી યુએનઆઈમાં ટ્રેની સબ એડિટરની નોકરી મળ્યા બાદ રહેવા માટે શું કરવું, એ પ્રશ્ન ઊભો થતાં તે દિલ્હીના ઝંડેવાલાન વિસ્તારમાં હાજર સંઘના કાર્યાલય કેશવકુંજ આવ્યો હતો. ત્યાં જ ફેબ્રુઆરી 1978ની એક સવારે તેની મુલાકાત ગુજરાતથી આવેલા એક નવયુવક સાથે થઈ હતી. જે ઉંમરમાં ચાર વર્ષ મોટો અને ક્લીન શેવ્ડ અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હતો. પહેલી નજરમાં જ મલીયાલી યુવકને આ ગુજરાતી યુવકમાં કંઈક ખાસ લાગ્યું.

ફેબ્રુઆરી 1978માં દિલ્હી પહોંચ્યા હતા મોદી
હજી કંઈક બીજુ જાણવાની કોશિશ કરે ત્યાં સુધીમાં તો સંઘના વરિષ્ઠ પ્રચારક બાપૂરાવ મોંઘે આવી ગયા. ગુજરાતથી આવેલા નવયુવકનો તેની સાથે પરિચય કરાવ્યો. મોંઘે ત્યારે સંઘના અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ હતા. અને ગુજરાતથી આવેલા યુવકનું નામ નરેન્દ્ર મોદી હતું. એ જ નરેન્દ્ર મોદી જે આજે દેશના વડાપ્રધાન છે. મોદી એ સમયે ગુજરાતમાં આરએસએસના પ્રચારક હતા. તેમની જવાબદારી વડોદરા વિભાગના પ્રચારક તરીકે હતી. સાથે જ ગુજરાત પ્રાંતના સહ વ્યવસ્થા પ્રમુખ અને સંઘ શિક્ષા વર્ગમાં બૌદ્ધિક વિભાગનું કામ પણ સંભાળતા હતા.

આ પણ વાંચોઃ-Opinion: જ્યારે મુસીબતના સમયમાં મોદી બને છે સંકટમોચક, દુ:ખના સમયમાં આપે છે સાથ

જાન્યુઆરી 1978માં પ્રકાશિત થયું હતું મોદી પુસ્તક
વર્ષ 1978ના ફેબ્રુઆરી મહિનાની શરુઆતમાં દિલ્હી પહોંચેલા મોદી ત્યા સુધી 'સંઘર્ષમાં ગુજરાત' નામથી કટોકટી દરમિયાન ગુજરાતમાં ચાલેલા ભૂમિગત પ્રતિરોધ આંદોલનનું દસ્તાવેજીકરણ કરી ચુક્યા હતા. મકરસંક્રાંતિ એટલે કે 14 જાન્યુઆરી 1978ના દિવસે જ તેમનું પુસ્તક છપાયું હતું. એ પુસ્તક પાછળથી 'આપાતકાલ મેં ગુજરાત' શીર્ષકથી હિન્દીમાં પણ છપાયું. ગુજરાતીમાં છપાયેલા આ પુસ્તકનું લોકાર્પણ ગુજરાતમાં સંયુક્ત મોર્ચાના તત્કાલીન સરકારના મુખ્યમંત્રી બાબૂભાઈ જસભાઈ પટેલે કર્યું હતું.

મોદીએ લોક સંઘર્ષ આંદોલનમાં નિભાવી હતી મોટી ભૂમિકા
મોદી કટોકટીના 20 દિવસ લાંબા સમયમાં સતત ભૂમિગત રહીને લોકો સંઘર્ષ આંદોલનને જીવંત રાખતા હતા. તમામ પ્રમુખ નેતાઓ વચ્ચે સંવાદ સેતુનું કામ કરી ચૂક્યા હતા. મોદીની આ પૃષ્ઠભૂમિ તેમને દિલ્હી લઈને આવી હતી. દેશ-વિદેશથી એકઠી કરેલી સામગ્રી અલગ તારવવા અને વિશ્લેષણ કરવા માટે બાપૂરાવ મોઘેએ તેમની પસંદગી કરી હતી. કેશવકુંજમાં એ સમયે સંઘ વસ્ત્ર ભંડાર જ્યાં ચાલી રહ્યો હતો એની ઠીક પાછળ એક મોટા રૂમમાં આ સામગ્રી રાખી હતી. આ રૂમ 20/20 કેશવ કુંજના નામથી ઓળખાય છે.

આ પણ વાંચોઃ-યૂપીમાં નેતૃત્વ પરિવર્તનની વાત પૂરી રીતે નિરર્થક, બીજેપીના શીર્ષ નેતૃત્વને છે યોગી પર પૂરો વિશ્વાસ!

સંઘના વરિષ્ઠ નેતાઓના આમંત્રણ પર દિલ્હી આવ્યા હતા મોદી
મોદી સાથે જે મલયાલી યુવકનો આંતરીક પરિચય કરાવ્યો હતો તેમનું નામ આર. બાલાશંકર હતું. બંનેને ડ્યૂટી પણ અપાઈ હતી. મોદી સામગ્રીને અલગ કરવાના કામમાં ગાઈડનું કામ કરવાના હતા. એકવાર સામગ્રી વ્યવસ્થિત થયા બાદ બાલાશંકરને આગળના શોધનું કામ કરવાનું હતું. બાલાશંકરને એક-બે દિવસ પહેલા જ આ કાર્ય અંગે સંકેત આપવામાં આવ્યા હતા. ત્યારે તેમના મનમાં એક પ્રશ્ન ઊભો થયો હતો કે તેઓ આ કામ કેવી રીતે કરી શકશે. એક તરફ યુએનઆઈની નોકરી હતી જેના માટે તેઓ દિલ્હી આવ્યા હતા તો બીજી તરફ છ ટન કરતા પણ વધારે વજની સામગ્રી જેમાં ચિઠ્ઠીઓ, દસ્તાવેજો, પુસ્તકોની સાથે મોટા પ્રમાણમાં એ પ્રચાર સાહિત્ય હતું, જેનો ઉપયોગ કટોકટી દરમિયાન દેશ-વિદેશમાં જન સંઘર્ષને તેજ કરવા માટે કરવામાં આવ્યો હતો. ઈમરજન્સી સામે ચેતના જાગૃતક કરવા માટે કરાયો હતો.

નરેન્દ્ર મોદીનું 1978માં પ્રકાશિત થયેલું પુસ્તક સંઘર્ષમાં ગુજરાત


પહેલી મીટિંગમાં જ મોદીથી પ્રભાવિત થયા હતા બાલાશંકર
બાલાશંકરે દીનદયાલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તત્કાલીન નિયામક ઇ પરમેશ્વરન સાથે તેમની મૂંઝવણ શેર કરી હતી, તેમને તેઓ જાણતા હતા. પરમેશ્વરનની સલાહ મુજબ બાલાશંકરે યુએનઆઈની નોકરીનો મોહ છોડી દીધો અને તે સમાચાર એજન્સીના જનરલ મેનેજર રહેલા મૂળચંદાનીને માફી પત્ર મોકલ્યો. બાલાશંકરે જ્યારે મોદીને પ્રથમ વખત જોયા ત્યારે તે ખૂબ પ્રભાવિત થયા અને તેમને લાગ્યું કે, તેઓ તેમના કરતા ચાર વર્ષ મોટા આ યુવકની આગેવાની હેઠળ આ ભારે કામ કરી શકશે.

રાષ્ટ્રીય સ્તરે થયેલા આંદોલનના દસ્તાવેજો જોવા માટે મોદી આવ્યા હતા
જે કામ હતું, તે ખૂબ જ મહત્વનું હતું. આરએસએસના તત્કાલીન સરકાર્યવાહક પ્રોફેસર રાજેન્દ્રસિંહ ઉર્ફે રજજુ ભૈયા દ્વારા એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કટોકટી દરમિયાન, જે રીતે દેશ અને દુનિયામાં લોક સંઘર્ષ ચલાવીને જનતાને ઈન્દિરા સરકારના તાનાશાહી વલણ અને કુકૃત્ય વિશે અસરકારક રીતે જાગૃત કરવામાં આવ્યા હતા. અને બધી વિપક્ષી પાર્ટીઓને એક મંચ પર લાવીને, જનતા પાર્ટીનું નિર્માણ કરવામાં સફળતા મળી, અને તેનું યોગ્ય રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવે. ઉલેલેખનીય છે કે, તે સંઘના ભૂમીગત આંદોલન, જન જાગૃતિ અને તમામ વિપક્ષી પક્ષો વચ્ચેના સફળ સંકલનનું પરિણામ હતું કે, 1977ની લોકસભાની ચૂંટણીમાં, સરકાર ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસનો સફાયો કરીને જનતા પાર્ટીની સરકાર બની અને મોરારજી દેસાઈના નેતૃત્વ હેઠળ પ્રથમ બિન-કોંગ્રેસ સરકાર કેન્દ્રમાં આવી.

આ પણ વાંચોઃ-વર્ષના અંત સુધી દેશની બધી વયસ્ક વસ્તીને કોરોનાની વેક્સીન લગાવી દેશે મોદી સરકાર!

રજજુ ભૈયાની આ કાર્યયોજના મુજબ, બાપુરાવ મોઘેએ મોદીને દિલ્હી બોલાવ્યા હતા, જે સંઘના યુવા અને ઉત્સાહી પ્રચારક જ નહીં, પરંતુ તેમણે આ લોક સંઘર્ષ આંદોલનને ખુબ ધાર આપી હતી અને તેને સફળ બનાવ્યું હતું અને તેનું સફળ દસ્તાવેજીકરણ તેમના પુસ્તકના રૂપમાં તુરંત કર્યું હતું. મોઘેએ દિલ્હીમાં રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર થયેલા જન સંઘર્ષ અને પ્રચાર કાર્યના દસ્તાવેજીકરણ કરવા માટે મોદીના અનુભવનો લાભ લેવાનું વિચાર્યું હતું.

બે મહિનાનું કામ દોઢ મહિનામાં પતાવી મોદી ગુજરાતમાં પરત ફર્યા
મોદી દોઢ મહિનામાં સોંપાયેલું કામ પૂરું કરીને ગુજરાતમાં પરત ફર્યા, પરંતુ લગભગ 45 દિવસના આ ગાળામાં મોદીએ બાલાશંકરના મનમાં જે છાપ મોદીએ છોડી, તે દિવસથી લાગ્યું કે, એક દિવસ આ યુવાન ભારતીય રાજકારણનો મોટો સ્ટાર બની જશે. કારણ એ હતું કે, સામગ્રીની છટણીના કામ વચ્ચે આ બંને વચ્ચે સંઘના કાર્ય સિવાય ભારતીય રાજકારણ પર સઘન ચર્ચા થતી હતી અને બાલાશંકર રાજકારણના મામલામાં મોદીની સમજ અને વિશ્લેષણના ફેન બની ગયા હતા.

મોદીએ તરત જ આ કામ માટે સમર્પિત થઈ ગયા
ફેબ્રુઆરીના મહિનામાં દિલ્હી પહોંચેલા મોદીએ પોતાનું કામ શરૂ કરવામાં મોડું કર્યું નહીં. રૂમ નંબર 20/20, કેશવકુંજમાં પડેલી સામગ્રીને છાંટવાનું શરૂ કર્યું. એક-એક દસ્તાવેજ, પુસ્તક, પત્ર અને પબ્લિસિટી સામગ્રી હાથમાં લઈ લેતા અને તરત જ ઉપયોગી વસ્તુ બાલશંકરના હાથમાં મૂકી દેતા અને જે વસ્તુ ઉપયોગ ન હતી તે બાજુમાં રાખી દેતા. ઉલેલેખનીય છે કે, તે વિશાળ ઓરડામાં, એક જ પુસ્તક, પેમ્ફલેટ અથવા મેગેઝિનની ઘણી નકલો હતી, એક રાખી અને બાકીની બાજુએ રાખી દેતા. તેમાંથી જે કંઈપણ ઉપયોગી નથી, તેવી વસ્તુઓ પણ અલગ કરી દેતા હતા.

આ પણ વાંચોઃ-નબળાઇ નથી, પીએમ મોદીનું સૌથી મોટું હથિયાર છે ખામોશી!

યુવા મોદીએ સંઘના વરિષ્ઠ અધિકારીઓ સાથે મધુર સંબંધ રાખ્યા હતા
બાલાશંકરને ધ્યાનમાં આવ્યું કે, મોદીને ગુજરાતીની સાથે હિન્દી અને મરાઠીમાં લખાયેલી સામગ્રીનો પણ અભ્યાસ કરવામાં કોઈ સમસ્યા આવતી ન હતી, કેમ કે આ ત્રણેય ભાષાઓની સારી પકડ હતી. તેમણે મરાઠી પર મોદીની પકડનો અંદાજો ત્યારે જ લગાવી લીધો હતો, જ્યારે તત્કાલીન સંઘના વડા બાળાસાહેબ દેવરાસ કેશવકુંજ આવ્યા હતા હતી, અને ભોજન કક્ષમાં તે મોદી સાથે આરામથી મરાઠીમાં વાત કરી રહ્યા હતા. સંઘના કેટલાક અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ સંશોધન સામગ્રીની બાબતમાં થઈ રહેલી પ્રગતિનો હિસાબ લેવા ઘણી વખત આવતા હતા. આ લોકોમાં દત્તોપંત ઠેંગડી પણ હતી, જેમણે કટોકટી સમયે નાનાજી દેશમુખેની ધરપકડ બાદ લોકસંઘર્ષ સમિતિના અધ્યક્ષની ભૂમિકા સંભાળી હતી. થેંગ્ડી મોદી સાથે સાારો સ્નેહ રાખતા હતા અને તેમણે મોદીના પુસ્તક સંઘર્ષમાં ગુજરાતની પ્રસ્તાવના પણ લખી હતી. આ પ્રસ્તાવમાં ઠેંગડીએ દુનિયાના બાકી પ્રમુખ દેશોમાં થયેલા લોકસંઘર્ષનો હવાલો આપી કટોકટી દરમિયાન ભારતમાં થયેલા લોકસંઘર્ષના મહત્વને પ્રસ્તુત કર્યું હતું અને તેના દસ્તાવેજીકરણ પર જોર આપ્યું હતું. સ્વાભાવિક રીતે, જ્યારે તેમના મનનું કામ દિલ્હીમાં થઈ રહ્યું હતું, તો તેઓ હંમેશાં મોદીને મળવા આવતા અને નરેન્દ્ર મોદીએ બનાવેલી ચા પીને જતા.

મોદીનું હિન્દીમાં છપાયેલું આપાતકાલ મેં ગુજરાત પુસ્તક


છ ટન મટિરિયલમાંથી શોધી-શોધી 150 ફાઇલો બનાવડાવી મોદીએ
નક્કી એ કરવામાં આવ્યું હતું કે, મોદી ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનામાં તેમની દેખરેખ હેઠળ યોગ્ય સંશોધન સામગ્રીને છાંટી લેશે, જેના આધારે બાલાશંકર આગળ દસ્તાવેજીકરણ કરી દેશે. પરંતુ મોદીએ તેમની મહેનત અને શક્તિ એક સાથે લગાવી બે મહિનાનું કામ દોઢ મહિનામાં પૂરું કરી દીધુ. લગભગ છ ટન સામગ્રી ફેંદી અને એક ટન કામની સામગ્રી કાઢી, અને તે પણ વ્યવસ્થિત ફાઇલો અને ફોલ્ડરોના સ્વરૂપમાં, જેમાં વિષયવાર, અલગ-અલગ રાજ્યો અને વિદેશમાં, કટોકટી સામે થયેલા જન જાગૃતિ અને સંઘર્ષનો હિસાબ હતો. આ દસ્તાવેજીકરણનો એક મહત્વપૂર્ણ ભાગ એ પત્રો પણ હતા, જે તે સમયના તમામ મોટા નેતાઓ અને પ્રચારકોએ એક બીજાને લખ્યાં હતાં. તેમાં મોરારજી દેસાઈ અને ચરણસિંઘથી લઈ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીના પત્રો તો હતા જ, પરંતુ સંઘના વરિષ્ઠ પ્રચારકો અને જાહેર જીવનની મોટી હસ્તીઓનાં પણ પત્રો હતા. કુલ, આવા 150 જેટલા ફોલ્ડર્સ બનાવવામાં આવ્યા હતા, જેમાં આ બધા દસ્તાવેજો ક્રમિક રીતે સાચવવામાં આવ્યા હતા.

મોદીએ ત્યારે દિલ્હીમાં કરી હતી જનસંઘના મજબૂત વિકલ્પ બનવાની ભવિષ્યવાણી
આ ગાળામાં થયેલી વાતચીતમાં મોદીએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે ઇમરજન્સી દરમિયાન તેમનો જે રીતે સમાજના વિભિન્ન વર્ગના લોકો સાથે સંપર્ક થયો છે અને વાતચીત થઇ છે. તેનાથી સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે કે આગળ આવનાર સમયમાં જનસંઘને દેશની સૌથી મોટી રાજનીતિક તાકાત બનવાથી કોઇ રોકી શકશે નહીં. મોદીને ખાસ કરીને યુવાઓ અને મહિલાઓથી મળેલા પ્રતિભાવથી મોટી આશા હતી, જેમને જનસંઘના રૂપમાં ભારતીય રાજનીતિની અંદર એક મજબૂત વિકલ્પ જોવા મળતો હતો.

મોદીની રાજનીતિક સુઝબુઝના પ્રશંસક થઇ ગયા હતા બાલાશંકર
બાલાશંકરને ધ્યાનમાં આવી ગયું હતું કે આ યુવા પ્રચારક રાજનીતિના ક્ષેત્રમાં આવશે. તેમણે મોદીને પૂછ્યું હતું કે શું તે રાજનીતિમાં જશે કે તે ગુજરાતના મુખ્યમંત્રી બનશે, જ્યાં ઇમરજન્સી દરમિયાન લોક સંઘર્ષને યથાવત્ રાખવામાં તેમની મોટી ભૂમિકા રહી છે. મોદીએ મુખ્યમંત્રી બનવાના સવાલને તો એ કહીને ગૌણ ગણાવ્યો હતો કે સંઘ તેમને જે ભૂમિકા ઇચ્છશે તે નિભાવશે પણ એ નક્કી છે કે ગુજરાતમાં આગામી દોઢ-બે દશકમાં સંઘના વિચારવાળી સરકાર જરૂર બની જશે અને સંઘની જો ઇચ્છા હશે તો તે ગુજરાતમાં જનસંઘને મજબૂત કરવાનું કામ કરશે, જેથી તે ભૂમિકા માટે તૈયાર થઇ જાય.

આ પણ વાંચોઃ-બોસમિયા એવા પત્રકાર હતા જેમને અરુણ જેટલી પણ કહેતા હતા ગુરુજી

જ્યારે મોદીની ભવિષ્યવાણી સાચી સાબિત થઇ
મોદીએ જે આત્મવિશ્વાસ સાથે આ વાત કહી હતી, બાલાશંકરના દિલમાં તેણે સ્થાન બનાવી લીધું હતું. માર્ચ 1978માં કહેલી મોદીની આ વાત બાલાશંકરને ત્યારે યાદ આવી, જ્યારે તે 1995માં ગુજરાત પહોંચ્યા હતા, ઇન્ડિયન એક્સપ્રેસના પ્રતિનિધિ તરીકે. લગભગ 17 વર્ષ પછી બંનેની મુલાકાત થઇ રહી હતી. આ દરમિયાન બાલાશંકર ઓર્જેનાઇઝર, પ્રોબ, ધ વીક જેવી પત્રિકાઓમાં પત્રકાર તરીકે કામ કર્યા પછી ઇન્ડિયન એક્સપ્રેસમાં આવી ચૂક્યા હતા. જોકે મોદીની વાત બિલકુલ સાચી પડી હતી. 1990માં ચીમનભાઇ પટેલ સાથે ભાગીદારીમાં સરકાર ચલાવ્યા પછી 1995માં કેશુભાઇ પટેલની આગેવાનીમાં બીજેપીની પોતાની બહુમતવાળી સરકાર ગુજરાતમાં બની ચૂકી હતી. જેના આર્કિટેક્સ રહ્યા હતા પ્રદેશ બીજેપીના સંગઠન મહામંત્રી તરીકે કામ કરતા નરેન્દ્ર મોદી. જનસંઘનો જ નવો અવતાર 1980માં બીજેપી બન્યો હતો.

સખત મહેનત અને અનુશાસન સાથે મોદીએ સફળતા મેળવી
બાલાશંકરને ત્યારે એ પણ યાદ આવ્યું કે 1978માં તે બે મહિનામાં દિલ્હીમાં જનસંઘના ગુજરાત એકમના તત્કાલિન સંગઠન મહામંત્રી નાથાભાઈ ઝઘડાનું દિલ્હી આવવાનું થયું હતું અને મોદી જોશથી તેમને દિલ્હીના રેલવે સ્ટેશન પર લેવા કે પછી છોડવા માટે જતા હતા. એ પણ યાદ આવ્યું કે કામકાજ વચ્ચે પણ મોદી કેવી રીતે જોક્સ કે રસપ્રદ કહાનીઓ કહેવા માટે સમય કાઢી લેતા હતા. ત્યાં સુધી કે સવારે ચાર વાગ્યે જાગવું અને પછી શાખામાં સામેલ થવું અને નાસ્તા પછી કામમાં લાગી જવું અને પછી સાંજે સાત વાગ્યે જ તે રૂમમાંથી ઉઠવું, જ્યાં ચારેય તરફ દસ્તાવેજ જ ભર્યા પડ્યા હતા. સાંજના સમયે મોદી કરોલ બાગ જેવા આસપાસના વિસ્તારમાં ક્યારેક કોફી સાથે ઢોસા જેવા દક્ષિણ ભારતીય વ્યંજન ખાવા જતા હતા, ઉડુપી કે પછી મૈસુર કાફે જેવા રેસ્ટોરન્ટમાં ઢોસા તે સમયે મોદીને ઘણા પસંદ હતા.

પાર્ટીને શિખર પર લઇ જવામાં પોતે સફળ રહ્યા મોદી
મોદીનું પોતાના કામ પ્રત્યે લગન, જીવનમાં સખત અનુશાસન અને ઉંડી રાજનીતિક સમજણને બાલાશંકરે 1978ના તે બે મહિનામાં જોઈ હતી, કદાચ તેનું જ પરિણામ એ રહ્યું કે મોદી સંઘના અધિકારીઓના નિર્દેશ પર 1986ના અંતમાં બીજેપીમાં આવ્યા અને પછી સંગઠનમાં સતત સીડીઓ ચડતા-ચડતા પોતાની પ્રતિભાનો લોહા મનાવતા-મનાવતા ઓક્ટોબર 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને પછી 2014થી બીજેપીની પોતાની બહુમતવાળી સરકારના પીએમ છે.

જ્યારે ફરી કટોકટીના ભયના કારણે ના છપાઇ બુક
બાલાશંકરે કટોકટીના દસ્તાવેજીકરણ માટે યુએનઆઈની નોકરીના બદલે સંઘનું કાર્ય પસંદ કર્યું હતું. વિધીની વક્રતા એ રહી કે મોરારજી દેસાઇની આગેવાનીવાળી જનતા પાર્ટીની સરકાર ફક્ત બે વર્ષની અંદર એકબીજા સાથે અંદરો અંદર વિવાદનો શિકાર બનીને પડી જવાના કારણે બાલાશંકરે પોતાનું કામ રોકી દેવું પડ્યું, કારણ કે સંઘના અધિકારીઓને લાગ્યું કે બની શકે તે ઇન્દીરા ગાંધીની આગેવાનીમાં ફરી કોંગ્રેસની સરકાર બની જાય અને તે ઇમરજન્સી લગાવે તો લોકસંઘર્ષના અભિનવ તરીકેનું દસ્તાવેજીકરણ સરકારને સંઘની રણનીતિનો અંદાજ આસાનીથી આપી દેશે. જેથી મોદીની આગેવાનીમાં શોધવામાં આવેલી સામગ્રીને બાલાશંકર દ્વારા પુસ્તકમાં બનાવવાનો વિચાર ત્યાગવો પડ્યો હતો.

મોદીએ પોતે જ સાચી સાબિત કરી પોતાની ભવિષ્યવાણી
જોકે બાલાશંકરને ઇમરજન્સીના 46 વર્ષ પછી તેનો કોઇ અફસોસ નથી પણ ખુશી એ વાતની છે કે મુંડુની જેમ સફેદ ધોતી અને ગંજી પહેરેલ જે 28 વર્ષના યુવાએ દિલ્હીના કેશવકુંજમાં ફર્શ પર પલોઢી વાાળી ફેબ્રુઆરી-માર્ચ 1978માં તેમણે દેશની રાજનીતિની તસવીર દોઢ-બે દશકોમાં બદલી જવાની ભવિષ્યવાણી કરી હતી, તે જ વ્યક્તિ આજે દેશના પ્રધાનમંત્રી છે અને જેની સફળતાની કહાની તે 2019માં Narendra Modi: Creative Disruption, Maker of New India તરીકે એક પુસ્તકના સ્વરૂપમાં લખી ચૂક્યા છે અને જે મોદીના નેતૃત્વ અને રાજનીતિક પકડને લોહા છેલ્લા બે દશકમાં દેશ અને દુનિયા માની રહી છે.
Published by:ankit patel
First published:

Tags: Emergency 1975, પીએમ મોદી

આગામી સમાચાર