અંતરિક્ષમાં રસ્તો ભટકી ટેસ્લાની કાર, મંગળની કક્ષા છોડીની આગળ નીકળી

News18 Gujarati
Updated: February 9, 2018, 10:03 AM IST
અંતરિક્ષમાં રસ્તો ભટકી ટેસ્લાની કાર, મંગળની કક્ષા છોડીની આગળ નીકળી
રોડસ્ટર કાર

ઇંધણથી કાર ચલાતી હતી તેના જ જોરદાર ધક્કાને કારણે તે નક્કી કરવામાં આવેલી જગ્યાથી આગળ ચાલી ગઈ હતી.

  • Share this:
અમેરિકાના અબજોપતિ અને સ્પેસ એક્સના માલિક એલોન મસ્કે અંતરિક્ષમાં કરેલો પ્રયોગ ખોટો પડ્યો છે. તેમણે અંતરિક્ષમાં મોકલેલી ઇકોન મસ્ક કાર રસ્તો ભટકી ગઈ છે. ટેસ્લા રોડસ્ટર કારે મંગળ ગ્રહની કક્ષામાં જવાનું હતું પરંતુ તે ઊંડા અંતરિક્ષમાં ચાલી ગઈ છે.

આ કારને પાંચમી ફેબ્રુઆરીના રોજ રોકેટ સાથે અંતરિક્ષમાં મોકલવામાં આવી હતી. રોકેટ એન્જીનના ધક્કાને કારણે કાર બીજા રસ્તે ચાલી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કાર મંગળની ભ્રમણકક્ષાથી આગળ મંગળ અને ગુરુની કક્ષાની વચ્ચે આવેલા કોઈ નાના ગ્રહ તરફ આગળ વધી રહી છે.

મસ્કે જણાવ્યું હતું કે, કંપનીએ એવી યોજના બનાવી હતી કે કાર અને તેમાં બેસાડવામાં આવેલા ડમીએ મંગળ અને પૃથ્વીની વચ્ચેની કક્ષામાં જવાનું હતું. બાદમાં ધીમે-ધીમે સોલાર સિસ્ટમમાં જવાનું હતું. પરંતુ પેલોડે કારને નક્કી કરવામાં આવેલી જગ્યાથી આગળ મોકલી દીધી હતી. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે જે ઇંધણથી કાર ચલાતી હતી તેના જ જોરદાર ધક્કાને કારણે તે નક્કી કરવામાં આવેલી જગ્યાથી આગળ ચાલી ગઈ હતી.

ટેસ્લાએ કારને લઈને વધારે જાણકારી નથી આપી પરંતુ સ્પેસ વૈજ્ઞાનિકો ડેટાને આધારે તેની જાણકારી મેળવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર કોઈ વસ્તુ સાથે અથડાઈ તેની શક્યતા ખૂબ જ ઓછી છે. કારણ કે તેની સાઇઝ ખૂબ નાની છે. પરંતુ નાના ગ્રહો તરફ આગળ વધ્યા બાદ તે નષ્ટ પણ થઈ શકે છે. જો, આવું નહીં થાય તો કારનું શું થશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.


Last pic of Starman in Roadster enroute to Mars orbit and then the Asteroid Belt


A post shared by Elon Musk (@elonmusk) on


આ ઘટનાને કારણે સ્પેસ એક્સની અંતરિક્ષ યોજનાઓને ફટકો પડી શકે છે. જોકે, આના કારણે અન્ય કંપનીઓને સ્પેસ ક્ષેત્રમાં કામ કરવાની પ્રેરણા પણ મળી શકે છે. સ્પેસ એક્સ દુનિયાના સૌથી ભારે રોકેટ લોન્ચર ફાલ્કન હેવીનું પરીક્ષણ કરી રહી હતી. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, 'આ પ્રકારના મિશનમાં સામાન્ય રીતે સ્ટીલ અથવા કોંક્રિટના બ્લોકને સ્પેસમાં મોકલવામાં આવે છે પરંતુ આ વખતે સ્પેસ એક્સે રોડસ્ટર કારને મંગળ પર મોકલવાનો નિર્ણય કર્યો હતો.'
First published: February 9, 2018, 10:03 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading