રશિયાના ટાર્ગેટ પર હવે એલન મસ્કના સેટેલાઈટ, પશ્ચિમી દેશોને કહ્યું- ઉડાવી દઈશું
રશિયાએ એલન મસ્કના સ્ટારલિંક સેટેલાઈટને ટાર્ગેટ બનાવવાની ચેતવણી આપી છે.
રુશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ક્રેમલિને ફરી આડકતરી રીતે પશ્ચિમી દેશોને ચેતવણી આપી છે. રશિયાએ ચેતવણી માટે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કના સ્ટારલિંક સેટેલાઇટને નિશાન બનાવ્યું છે. રશિયાએ કહ્યું છે કે પશ્ચિમી દેશો અમારી વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે નાગરિક અવકાશ ઉપગ્રહોનો ઉપયોગ કરી રહ્યા છે. અમે ચેતવણી આપીએ છીએ કે રશિયા આ ઉપગ્રહોને ટાર્ગેટ કરવાનું સંપૂર્ણ કાયદેસર ગણશે.
નવી દિલ્હીઃ રુશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે ક્રેમલિને ફરી આડકતરી રીતે પશ્ચિમી દેશોને ચેતવણી આપી છે. રશિયાએ ચેતવણી માટે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કના સ્ટારલિંક સેટેલાઇટને નિશાન બનાવ્યું છે. રશિયાએ કહ્યું છે કે પશ્ચિમી દેશો અમારી વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી માટે નાગરિક અવકાશ ઉપગ્રહોનો ઉપયોગ કરી રહ્યા છે. અમે ચેતવણી આપીએ છીએ કે રશિયા આ ઉપગ્રહોને ટાર્ગેટ કરવાનું સંપૂર્ણ કાયદેસર ગણશે.
રશિયાના પ્રતિનિધિ કોન્સ્ટેન્ટિન વોરોન્ટસોવે સંયુક્ત રાષ્ટ્રની 'સ્પેસ ઈવેન્ટ'માં ભાષણ દરમિયાન આ ચેતવણી આપી હતી. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે યુક્રેન સાથેના યુદ્ધની વચ્ચે આ પ્રકારનું વલણ ઘણું ખતરનાક છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે અમેરિકા અને તેના સહયોગી દેશો લશ્કરી કાર્યવાહી માટે નાગરિક અને વાણિજ્યિક અવકાશ માળખાનો ઉપયોગ કરી રહ્યા છે.
'અવકાશમાં શસ્ત્રોની દોડ' રોકો - રશિયા
તેમણે કહ્યું- વાસ્તવમાં આ રાષ્ટ્રો નથી સમજતા કે આવી પ્રવૃત્તિ સીધી-સીધી પ્રોક્સી લશ્કરી કાર્યવાહી છે. અમે કાસી-સિવિલિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પગલાં લઈ શકીએ છીએ અને તેને કાયદેસર ગણીશું. આ બાબત એ તમામ દેશો માટે ખતરનાક હશે, જે સ્પેસ ટેક્નોલોજી પર નિર્ભર છે અને ઉશ્કેરણી કરે છે. કોન્સ્ટેન્ટિન વોરોન્ટસોવે આંતરરાષ્ટ્રીય સ્તરે 'અવકાશમાં શસ્ત્રોની દોડ' રોકવા માટે વાતચીત કરવાની હાકલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે રશિયા સામેના યુદ્ધ માટે અમેરિકા યુક્રેનને દરેક રીતે મદદ કરી રહ્યું છે. હથિયારોની સાથે તે યુક્રેનને સૈન્ય અને ગુપ્તચર મદદ પણ આપી રહ્યું છે. યુએસ સ્પેસ ઓપરેશન્સના વડા જ્હોન રેમન્ડે જુલાઈમાં કહ્યું હતું કે કોમર્શિયલ સ્પેસ મહત્વપૂર્ણ છે અને યુક્રેનને મદદ કરવાનું સરળ બનાવે છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં સ્પષ્ટ છે કે યુક્રેનને સ્ટારલિંક પાસેથી જ ફિલ્ડ ઇક્વિપમેન્ટ મળ્યા હતા. એલન મસ્કના સ્પેસએક્સે કિવ સૈનિકોને સેટેલાઇટ બ્રોડબેન્ડ પૂરા પાડ્યા. અમેરિકાએ પણ આ માટે ઈલોન મસ્કના વખાણ કર્યા છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર