Home /News /national-international /એલન મસ્ક ટ્વિટરને નહીં ખરીદે, આ આરોપ લગાવીને રદ કરી ડીલ, કંપનીએ કહ્યું- કોર્ટ જઇશું

એલન મસ્ક ટ્વિટરને નહીં ખરીદે, આ આરોપ લગાવીને રદ કરી ડીલ, કંપનીએ કહ્યું- કોર્ટ જઇશું

રોયટર્સના રિપોર્ટ પ્રમાણે ટેસ્લાના સીઇઓ મસ્કે ડીલ રદ કરવા માટે ટ્વિટરને (Twitter)જ જવાબદાર ગણાવ્યું

Elon Musk Twitter Deal : 16 વર્ષ જૂની સેન ફ્રાંસિસ્કોની કંપની ટ્વિટર અને એલન મસ્ક વચ્ચે હવે લાંબી કાયદાકીય લડાઇ જોવા મળી શકે છે, એલન મસ્કે એપ્રિલમાં ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી

સેન ફ્રાંસિસ્કો : દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે (Elon Musk)આખરે ટ્વિટરને ખરીદવાની ડીલ (Elon Musk Twitter deal)રદ કરી દીધી છે. તે 44 અબજ ડોલરમાં આ માઇક્રો બ્લોગિંગ સાઇટને ખરીદવા માંગતા હતા. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે ટેસ્લાના સીઇઓ મસ્કે ડીલ રદ કરવા માટે ટ્વિટરને (Twitter)જ જવાબદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ટ્વિટર નકલી એકાઉન્ટ્સ વિશે જાણકારી આપવામાં નિષ્ફળ રહ્યું છે. વિલય સમજુતીની ઘણી શરતોને તોડવાનો આરોપ પણ લગાવ્યો છે. મસ્કની જાહેરાત પછી ટ્વિટરના શેર 7 ટકા ગગડી ગયા છે.

16 વર્ષ જૂની સેન ફ્રાંસિસ્કોની કંપની ટ્વિટર અને એલન મસ્ક વચ્ચે હવે લાંબી કાયદાકીય લડાઇ જોવા મળી શકે છે કારણ કે ટ્વિટરના ચેરમેન બ્રેટ ટાયલોએ કહ્યું કે કંપની બોર્ડે વિલય સમજુતી લાગુ કરાવવા માટે કોર્ટ જવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે બોર્ડ આ સમજુતીની તે શરતો અને કિંમત પર કરવા માટે પ્રતિબદ્ધ છે, જે એલન મસ્ક સાથે નક્કી થઇ હતી.

આ પણ વાંચો - યુક્રેન તરફથી લડવા ગયેલી બ્રાઝિલની પૂર્વ મોડલનું રશિયાના મિસાઈલ હુમલામાં મોત

રોયટર્સના મતે એલન મસ્કના વકીલોએ એક અરજીમાં કહ્યું કે સતત માંગવા છતા ટ્વિટર પોતાના ફેક કે સ્પેમ એકાઉન્ટ્સની જાણકારી આપવામાં નિષ્ફળ રહ્યું છે કે મનાઇ કરી દીધી છે. જે કંપનીના વેપાર પર્ફોમન્સ માટે જરૂરી છે. ફાઇલિંગમાં ટ્વિટર પર સમજુતીના ઉલ્લંઘનનો આરોપ લગાવતા કહ્યું છે કે એવું લાગે છે કે ટ્વિટરે ખોટી અને ભ્રામક જાણકારીઓ આપી હતી. જેના પર વિશ્વાસ કરીને મસ્કે વિલય સમજુતી કરવાનો નિર્ણય કર્યો હતો.

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કે એપ્રિલમાં ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી. તે પછી ઘણી વખત એવી સ્થિતિ આવી હતી કે જ્યારે લાગ્યું કે તે ડીલ પર કાયમ રહશે અથવા રદ કરશે. આ પછી મસ્કે કહ્યું હતું કે જ્યાં સુધી સોશિયલ મીડિયા કંપની એ સાબિત નહીં કરી દે કે તેના સ્પેમ એકાઉન્ટ કુલ યુઝર્સના 5 ટકાથી ઓછા છે. ત્યા સુધી આ ડીલ આગળ વધારવામાં આવશે નહીં. બતાવવામાં આવી રહ્યું છે કે આ કરારને રદ કરવા માટે એલન મસ્કને મોટી કિંમત ચુકાવવી પડી શકે છે. વિલય સમજુતીની શરતોનું પાલન ના કરવા પર 1 અબજ ડોલરની બ્રેક-અપ ફીસ લગાવવામાં આવી શકે છે.
First published:

Tags: Elon musk, Twitter

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો