Home /News /national-international /

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કને 76 હજાર કરોડનો ટેક્સ ચૂકવવો પડી શકે છેઃ Report

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કને 76 હજાર કરોડનો ટેક્સ ચૂકવવો પડી શકે છેઃ Report

એલન મસ્કને અમેરિકાના પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિન દ્વારા આ વર્ષના 'પર્સન ઓફ ધ યર' (Person of The Year) જાહેર કરવામાં આવ્યા છે.

Elon Musk Tax: અમેરિકાની ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે મસ્કને લગભગ 76 હજાર કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડશે. જો આમ થશે તો તે અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ હશે.

    ન્યુયોર્ક. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક (Elon Musk) હંમેશા ચર્ચામાં રહે છે. આ અઠવાડિયે જ તેમને અમેરિકાના પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિન દ્વારા આ વર્ષના 'પર્સન ઓફ ધ યર' (Person of The Year) જાહેર કરવામાં આવ્યા. પરંતુ તેમની આ સિદ્ધિ યુએસ સેનેટ સભ્ય એલિઝાબેથ વોરેનને ન ગમી. તેમણે ટ્વિટર પર એલન મસ્ક પર ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો. વોરેને કહ્યું કે તેને પર્સન ઓફ ધ યરને બદલે ટેક્સમાં છેતરપિંડી કરનારા કહેવા જોઈએ. આ પછી વોરેન અને એલન મસ્ક વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું. ત્યારબાદ મસ્કે કહ્યું કે તે આ વર્ષે અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર વ્યક્તિ બની જશે.

    એલન મસ્કના આ દાવાઓ બાદ અમેરિકાની ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે તેમને 10 અબજ ડોલર એટલે કે લગભગ 76 હજાર કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડશે. જો આમ થશે તો તે ખરેખર અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધુ ટેક્સ ભરનાર વ્યક્તિ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે અમેરિકામાં આવા લોકોના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

    એલન મસ્ક કેટલો ટેક્સ ચૂકવશે?

    જો ગણતરી કરીએ તો 76 હજાર કરોડ રૂપિયા તેની કમાણીનો એક નાનો હિસ્સો છે. એલન મસ્ક નેટવર્થ (Elon Musk Networth) ની બાબતમાં હાલ વિશ્વમાં અગ્રેસર છે. તે 255 અબજ ડોલર સાથે ટોચ પર છે. આ વર્ષે આ આંકડાઓમાં 55 અબજનો વધારો થયો છે.

    આ પણ વાંચો: દુનિયામાં ઓમિક્રોનથી પહેલું મોત બ્રિટનમાં, PM બોરિસ જોનસને આપી આ ચેતવણી

    5 વર્ષમાં 2300%નો રેકોર્ડ ઉછાળો

    ગયા મહિને ટ્વિટર પર એક પોલ કરાવીને એલન મસ્કે લોકોને પૂછ્યું હતું કે શું તેમણે તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાના 10% વેચવા જોઈએ. ટેસ્લાના સ્ટોકમાં છેલ્લા 5 વર્ષમાં 2300% નો રેકોર્ડ વધારો નોંધાયો છે. મસ્કે આ વખતે ટેસ્લાના 9,34,091 શેર 90.65 કરોડમાં વેચ્યા છે. અગાઉ તેમણે આટલા જ શેર 96.3 કરોડ ડોલરમાં વેચ્યા હતા. તેમણે 4 નવેમ્બરે કંપનીના શેર વેચવાનું શરૂ કર્યું. ત્યારથી કંપનીના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

    આ પણ વાંચો: માનવ ઈતિહાસમાં પ્રથમ વખત NASAનું Parker Solar Probe પહોંચ્યું સૂર્યની સૌથી નજીક, વૈજ્ઞાનિકોને મળી સફળતા

    કંપની સેલરી નથી લેતા મસ્ક

    આ વર્ષે જૂનમાં એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે એલન મસ્ક તેમની કમાણી મુજબ નજીવો ટેક્સ ચૂકવે છે. મસ્કે કહ્યું હતું કે તે પોતાની કંપની સ્પેસએક્સ અને ટેસ્લા પાસેથી પગાર લેતા નથી અને સ્ટોકના હિસાબે 53% ટેક્સ ચૂકવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આવતા વર્ષે આ આ ટેક્સ રેટ વધશે. યુ.એસ.માં આ દરમિયાન એક કાયદો આવ્યો, જે હેઠળ તમામ શેરની એક્સરસાઇઝ કિંમત (જે કિંમત પર તે ખરીદવામાં આવ્યો હોય) અને શેરની વાસ્તવિક કિંમત વચ્ચેના તફાવત પર 50 ટકા મૂડી લાભ ચૂકવવો પડશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Elon musk, SpaceX, Tax, Tesla

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन