પૈસાદાર લોકોના બાળકોને ઉછેરવાનું શીખી જાઓ, અહીં મળે છે ટ્રેનિંગ, પાસ થયા તો મળશે કરોડોનો પગાર

આયા ટ્રેનિંગ

આ કોલેજમાં પ્લેસમેન્ટ પણ થાય છે. ધનવાન પરિવારો પોતાના બાળકો માટે કેરટેકર અથવા નેની લેવા આવે છે. પાસ થનાર પ્રોફેશનલ નેનીને 1 કરોડથી 1.15 કરોડ જેટલો પગાર સરળતાથી મળી જાય છે

  • Share this:
સંતાનોને ઉછેરવા પણ એક સ્કીલ છે. માતા પિતા બન્યા બાદ આ સ્કીલ આપોઆપ ડેવલપ થાય છે. પણ ઘણા કપલ નોકરી-વ્યવસાયના કારણે બાળકની દેખરેખ રાખવાનું અન્ય વ્યક્તિને સોંપે છે. ભારતમાં આવી વ્યક્તિને આયા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિદેશમાં નેની કહેવાય છે. વિદેશમાં અન્ય લોકોના સંતાનોનું પાલન કરવાનો મોટો વ્યવસાય છે. જેના માટે લોકો ખાસ તાલીમ (Babysitting Training) પણ લઈ રહ્યા છે.

ઈંગ્લેન્ડ (England)માં બાળકોના ઉછેર માટે ટ્રેનિંગ (Nanny Training) આપવામાં આવે છે. અહીં બાળ ઉછેરનો પ્રોફેશનલ અભ્યાસક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. Englandના Norland Collegeમાં પ્રવેશ મેળવનારને આયા (નેની) બનવાની ટ્રેનિંગ આપવામાં આવે છે.

ધનવાનોના ઘરે બાળકોના ઉછેર માટેની તાલીમ (Nanny Training) આપનાર આ કોલેજ છેક 1800ની સાલથી કાર્યરત છે. એમિલી વોર્ડ (Emily Ward) દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે ઈંગ્લેન્ડમાં આવી (Babysitting Training) ટ્રેનિંગ અપાતી નહોતી. જેથી આ કોલેજ શરૂ થતાની સાથે જ ખૂબ લોકપ્રિય બની ગઈ હતી. આ કોલેજમાં પ્લેસમેન્ટ પણ થાય છે. ધનવાન પરિવારો પોતાના બાળકો માટે કેરટેકર અથવા નેની લેવા આવે છે.

પ્લેસમેન્ટ બાદ મળે છે કરોડોનો પગાર

Norland College મોટી બ્રાન્ડ છે. ત્યાંથી પાસ થનાર પ્રોફેશનલ નેનીને 1 કરોડથી 1.15 કરોડ જેટલો પગાર સરળતાથી મળી જાય છે. બ્રિટનમાં સામાન્ય નેની મળતા પગાર કરતા આ પગાર ચાર ગણો છે. નેની બનવા માટેનો અભ્યાસક્રમ 4 વર્ષનો હોય છે. જેમાં મહિલાઓને સિલાઈ શીખવવા, ભોજન બનાવવા અને પોતાના કર્તવ્યને સારી રીતે નિભાવવા માટેનું શિક્ષણ અપાય છે. બાળકોના નખરા સામે કઈ રીતે વર્તવું તેની તાલીમ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત આત્મરક્ષા, ડ્રાઇવિંગ અને સાયબર સિક્યોરિટીની તાલીમ આપવામાં આવે છે.

Multi Taskingમાં ધુરંધર હોય છે નેની

Norland Collegeની નેનીને બાળકોને ઉછેરવા સાથે તેઓ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકે તેવી બધી તાલીમ આપવામાં આવે છે. આ કોલેજમાં શિક્ષણ લેવું હોય તો મસમોટી ફી ચૂકવવી પડે છે. એક વર્ષના કોર્સ માટે લગભગ 15 લાખનો ખર્ચ થાય છે. 4 વર્ષમાં 60 લાખ વપરાય છે. જોકે, ગ્રેજ્યુએશનના બીજા કે ત્રીજા વર્ષથી જ મોટાભાગના છાત્રો 30 લાખ સુધીની કમાણી કરવાનું શરૂ કરે છે. આ કોલજમાં સીટ કરતાં વધુ અરજીઓ આવે છે. જેમાંથી ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ લીધા બાદ થાય છે. ચાઈલ્ડ કેરનો અનુભવ હોય તેવા લોકોને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ કોલેજમાં શિક્ષણ લેનારને બ્રિટન ઉપરાંત ચીન, અમેરિકા અને મિડલ ઈસ્ટથી નોકરીની ઓફર પણ મળે છે.
First published: