સંયુક્ત રાષ્ટ્ર : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર (S. Jaishankar)એ ગુરુવાર રાત્રે SAARC બેઠકને સંબોધિત કરી. વિદેશ મંત્રીએ આ બેઠકમાં ભાર મૂકતાં કહ્યુ કે, જો SAARC ક્ષેત્રને બચાવવું છે તો આપણે આતંકવાદને મૂળમાંથી સમાપ્ત કરવો જ પડશે. તેઓએ કહ્યુ કે, આતંકવાદ આ ક્ષેત્રના વિકાસમાં અવરોધરૂપ છે અને કોઈ પણ પ્રકારના આતંકને આપણે સૌથી પહેલા સમાપ્ત કરવો પડશે. ત્યારે જ એક સારો સહયોગ સ્થાપિત થઈ શકશે અને આ ક્ષેત્રનો વિકાસ થઈ શકશે.
વિદેશ મંત્રીએ SAARC દેશો માટે વિકાસની પહેલ વિશે ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓને પણ રેખાંકિત કર્યા. તેઓએ કહ્યુ કે, સાઉથ એશિયન સેટેલાઇટ (South Asian Satellite) દર્શાવે છે કે ભારત કેવી રીતે પોતાના પડોસીઓને સમૃદ્ધ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. સાઉથ એશિયન સેટેલાઇટ 2017માં લૉન્ચ કર્યા હતા જેનો ઉદ્દેશ્ય SAARC દેશોમાં ગરીબીનું વૈજ્ઞાનિક સમાધાન શોધ્યું હતું. આ ઉપરાંત એશિયન યુનિવર્સિટી પણ ઉદાહરણ છે કે કેવી રીતે ભારત ઍકેડેમિક ઍક્સેલન્સ માટે કામ રહ્યું છે, જેનો સારો પ્રભાવ પેઢીઓ પર પડશે.
External Affairs Minister, Subrahmanyam Jaishankar: Regionalism has taken root in every corner of the world. If we have lagged behind, it is because South Asia does not have normal trade and connectivity that other regions do. #SAARChttps://t.co/25ON4yuwNB
વિદેશ મંત્રીએ કહ્યું કે, ક્ષેત્રવાદ દુનિયાના દરેક ખૂણામાં પોતાના મૂળીયા જમાવી ચૂક્યો છે. જો આપણે આ મુદ્દે પાછળ રહી જઈશું તો તેનું કારણે એ હશે કે દક્ષિણ એશિયાના દેશોમાં એ પ્રકારની સામાન્ય રીતે વેપાર અને કનેક્ટિવિટી નથી જેવી દુનિયાના અન્ય ક્ષેત્રોમાં છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે એક બીજા સાથે જોડવા વિશે કનેક્ટિવિટી માટે કોઈ માર્ગ કે રેલ સમજૂની નથી કરી શક્યા. સાર્ક દેશોમાં રીજનલ એર સર્વિસ એગ્રીમેન્ટ માટે ભારત તરફથી પહેલી કરવામાં આવી હતી પરંતુ આ મામલામાં પણ કોઈ પ્રગતિ નથી થઈ. આપણા ક્ષેત્રમાં તકોનો પૂરતો લાભ નથી ઉઠાવવામાં આવ્યો. સાથોસાથ આપણા ક્ષેત્રમાં જાણી જોઈને ઊભી કરવામાં આવેલી અડચણો પણ છે. આતંકવાદ આવી જ અડચણો પૈકીનું એક છે. આપણા વિકાસ અને સહયોગ માટે એ પહેલી શરત છે કે આતંકવાદને બિલકુલ ખતમ કરવામાં આવે.