નવી દિલ્હી. એલ્ગાર પરિષદ (Elgar Parishad Case) મામલામાં આરોપી રહેલા ફાધર સ્ટેન સ્વામી (Father Stan Swami)નું સોમવારે નિધન થયું છે. 84 વર્ષીય સ્વામી પાર્કિસંસ રોગ સહિત અનેક બીમારીઓથી પીડિત હતા. તેઓ ગયા વર્ષે કોવિડ સંક્રમિત (Covid-19) પણ થયા હતા. બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court)માં તેમના વકીલે એક સુનાવણી દરમિયાન એ સૂચના આપી. આજે જ ફાધર સ્ટેન સ્વામીની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ડૉ. ડિસૂઝાએ કહ્યું કે, ખૂબ ભારે મનથી આપને સૂચિત કરવા પડી રહ્યા છે કે ફાધર સ્ટેન સ્વામીનું નિધન થઈ ગયું છે.
ફાધર સ્ટેન સ્વામીનો પક્ષ રજૂ કરી રહેલા સીનિયર એડવોકેટ મિહિર દેસાઈએ કહ્યું કે, એ પહેલા કે હું કંઈ કહયું, મેડિકલ ડાયરેક્ટર ડૉ. ડિસૂઝા કંઈક કહેવા માંગે છે. ત્યારબાદ ડૉ. ડિસૂઝાએ કોર્ટને સ્વામીના નિધનની જાણકારી આપી. ડૉ. ડિસૂઝાએ કહ્યું કે, શનિવાર સવારે 4:30 વાગ્યે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો, અમે તેમને બચાવી ન શક્યા. જસ્ટિસ એસ.એસ. શિંદે અને જસ્ટિસ એન.જે. જમાદારની બેન્ચની સમક્ષ સુનાવણી દરમિયાન જ સ્વામીના નિધનની સૂચના આવી હતી. નિધનની સૂચના મેળવ્યા બાદ કોર્ટે કહ્યું કે, અમને એ જાણીને ખૂબ ખેદ છે કે તેમનું નિધન થઈ ગયું છે. અમે સ્તબ્ધ છીએ.
Maharashtra | Bhima Koregaon accused Stan Swamy passes away in Mumbai's Bhadra Hospital, where he had been admitted. Details awaited.
ગત મહિને, એનઆઇએએ હાઈકોર્ટની સમક્ષ સોગંદનામું દાખલ કરીને સ્વામીની જામીનનો વિરોધ કર્યો હતો. NIAએ કહ્યું હતું કે તેમની બીમારીના કોઈ મજબૂત પુરાવા નથી. NIAએ આરોપ લગાવ્યો હતો કે સ્વામી માઓવાદી હતા જેઓએ દેશમાં અશાંતિ ઊભી કરવાનું કાવતરું રચ્યું હતું. એલ્ગાર પરિષદ મામલો 31 ડિસેમ્બર 2017નો છે, જેમાં પુણેમાં એક સંમેલનમાં ઉશ્કેરીજનક ભાષણો સંબંધિત છે જેના વિશે પોલીસે દાવો કર્યો છે કે બીજા દિવસે આ ભાષણોના કારણે ભીમા-કોરેગાંવ યુદ્ધ સ્મારકની (Bhima Koregaon Case) પાસે હિંસા થઈ હતી.
નોંધનીય છે કે, પુણેના ભીમા-કોરેગાંવમાં 1 જાન્યુઆરી 2018ના રોજ દલિત સમુદાયનો એક કાર્યક્રમ થયો. એલ્ગાર પરિષદે આ સંમેલનનું આયોજન કર્યું હતું. આ દરમિયાન હિંસા ભડકી ઊઠી હતી. ભીડે તમામ વાહનો સળગાવી દીધા હતા. દુકાનો-મકાનોમાં તોડફોડ કરી હતી. હિંસામાં એક વ્યક્તિનું મોત થયું અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ મામલામાં માઓવાદીઓના સંપર્ક રાખવાના આરોપમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તે પૈકી ફાધર સ્ટેન સ્વામી પણ હતા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર