દિલ્હીમાં સતત 6 વર્ષ સુધી વીજળીના દરમાં વધારો નહીં, મળતી રહેશે 24 કલાક લાઇટ

દિલ્હીમાં સતત 6 વર્ષ સુધી વીજળીના દરમાં વધારો નહીં, મળતી રહેશે 24 કલાક લાઇટ
કોરોના વાયરસ મહામારીને ધ્યાને લઈ દિલ્હીમાં વીજળી દરોમાં 2020-21 સુધી કોઈ વધારો નહીં કરવાની જાહેરાત

કોરોના વાયરસ મહામારીને ધ્યાને લઈ દિલ્હીમાં વીજળી દરોમાં 2020-21 સુધી કોઈ વધારો નહીં કરવાની જાહેરાત

 • Share this:
  નવી દિલ્હીઃ દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના નેતૃત્વમાં AAP સરકારે રાજ્યમાં સતત છઠ્ઠા વર્ષે વીજળી દરોમાં વૃદ્ધિ નહીં કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી વિદ્યુત નિયામક આયોગ એ 28 ઓગસ્ટે કોરોના વાયરસ (Coronavirus) મહામારીને ધ્યાને લઈ શહેરમાં વીજળી દરોમાં 2020-21 સુધી કોઈ વધારો નહીં કરવાની જાહેરાત કરી હતી.

  જાહેરાત બાદ ટ્વિટ કરતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના નાગરિકોને શુભેચ્છા પાઠવી. તેઓએ કહ્યું કે, દિલ્હીના લોકોને અભિનંદન. એક તરફ જ્યાં સમગ્ર દેશમાં દર વર્ષે વીજળીના દર વધી રહ્યા છે, બીજી તરફ દિલ્હીએ વીજળીના દર 6 વર્ષ સુધી વધાર્યા નથી અને કેટલાક ક્ષેત્રોમાં દરમાં ઘટાડો પણ કર્યો છે. આ ઐતિહાસિક છે. આ એટલા માટે થઈ રહ્યું છે કે આપે દિલ્હીમાં એક ઐતિહાસિક સરકાર બનાવી.
  આ પણ વાંચો, Unlock 4: શું નવા ફેરફાર થયા અને શું પહેલાની જેવું જ રહ્યું?

  201-400 યૂનિટની ખતત પર 50 ટકા સબ્સિડી

  ઉલ્લેખનીય છે કે, 2013માં અરવિંદ કેજરીવાલ ઉચ્ચ વીજળી દરોની વિરુદ્ધ અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલ (વીજળી- પાણી સત્યાગ્રહ) પર જતા રહ્યા હતા. તેઓએ દેશમાં સૌથી સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો હતો. ઘણી મોટી જીતની સાથે સત્તામાં આવ્યા બાદ- અરવિંદ કેજરીવાલે ટેરિફને 50 ટકા ઘટાડી દીધું. ત્યારથી AAP સરકારે દિલ્હીના લોકોને વીજળીના દરોમાં કોઈ વૃદ્ધિ નથી કરવાના મામલે રાહત આપી છે.

  આ પણ વાંચો, દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 35 લાખને પાર, કુલ મૃત્યુઆંક 63,498એ પહોંચ્યો

  અન્ય રાજ્યોમાં વીજળીના દર

  રાજ્યઃ 0-100 યૂનિટ- 101-200 યૂનિટ
  ગુજરાતઃ 3.5 રૂપિયા- 4.15 રૂપિયા
  પંજાબઃ 4.49 રૂપિયા- 6.34 રૂપિયા
  ગોવાઃ 1.5 રૂપિયા-2.25 રૂપિયા
  ઉત્તરાખંડઃ 2.80 રૂપિયા-3.75 રૂપિયા
  ઉત્તર પ્રદેશઃ 5.5 રૂપિયા (0-150 યૂનિટ) અને 6 રૂપિયા (151-200 યૂનિટ)
  દિલ્હીઃ 0 રૂપિયા 0થી લઈને 200 યૂનિટ સુધી- 201થી 400 યૂનિટ સુધી 50 ટકા સબ્સિડી
  Published by:Mrunal Bhojak
  First published:August 30, 2020, 12:28 pm