ગાજિયાબાદ : ઉત્તર પ્રદેશના ગાજિયાબાદ (Ghaziabad)જિલ્લાના મુરાદનગરમાં લાઇટ ચોરીનો (Electricity Theft)અનોખો મામલો સામે આવ્યો છે. વીજ ચેકિંગની ટીમ એક ઘરમાં ચેકિંગ માટે પહોંચી હતી તો ચકિત કરનારો નજારો જોવા મળ્યો હતો. લાઇનમેને લાઇટની ચોરી કરનાર વ્યક્તિને રંગે હાથે પકડ્યો છે. લાઇટ ચોરીની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Social Media Viral Video)થઇ રહ્યો છે.
32 સેકન્ડના આ વીડિયોમાં જોવા મળે છે કે વીજ ચેકિંગની ટીમ એક ઘરમાં જાય છે. તેમને એ વાતની ફરિયાદ મળી હતી કે ગેરકાયદેસર રીતે તાર જોડીને આ ઘરમાં લાઇટની ચોરી કરવામાં આવે છે. ચેકિંગ દ્વારા જ્યારે દરવાજો ખખડાવામાં આવ્યો ત્યારે કોઇએ ખોલ્યો ન હતો. લાઇટ ચોરીની શંકા જતા લાઇનમેને તેમના બાજુના ઘરમાં જઈને વીડિયોગ્રાફી કરવા ગયો હતો. આ દરમિયાન ઘરનો એક સભ્ય ગુપચુપ રીતે સંતાઇને મકાનની છત પર ગેરકાયદેસર વાયર કાપવા પહોંચે છે. જોકે આ દરમિયાન તેની આ બધી હરકત કેમેરામાં કેદ થઇ જાય છે. આમ તે રંગે હાથે પકડાઇ જાય છે.
જેવો લાઇટ ચોરી કરનાર વ્યક્તિ છત પર આવીને વાયર કાપવાનો પ્રયત્ન કરે છે તે દરમિયાન તેની નજર બીજા ઘરના છત પર ઉભેલા વીજ કંપનીના કર્મચારી પર પડે છે. જે તેનો વીડિયો બનાવી રહ્યો હોય છે. તેની ચોરી પકડાઇ જતા શરમજનક સ્થિતિમાં મુકાય છે. આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર