Home /News /national-international /Good News: સ્માર્ટ મીટરથી ઓછું આવશે વીજ બિલ, જાણો યુનિટ દીઠ કેટલા પૈસા બચશે

Good News: સ્માર્ટ મીટરથી ઓછું આવશે વીજ બિલ, જાણો યુનિટ દીઠ કેટલા પૈસા બચશે

ગ્રાહકોને આ મીટર પોસ્ટપેડ અને પ્રીપેડ બંને રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે (પ્રતિકાત્મક તસવીર)

smart meter scheme : ગ્રાહક પોતાના મોબાઈલમાંથી જ વીજળીનો ઉપયોગ તેમજ પાવર મીટરના રીડિંગ સહિતની અન્ય ગતિવિધિઓ પર નજર રાખી શકે છે, ગ્રાહકોને આ મીટર પોસ્ટપેડ અને પ્રીપેડ બંને રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે

Reduce your electricity bill with smart Meter: ઘણા લોકો વીજ બિલ વધુ આવતું હોવાની અને વીજ ચાર્જ વધી રહ્યા હોવાની ફરિયાદો કરતા હોય છે. ત્યારે રાજસ્થાન (Rajasthan)માં સ્માર્ટ મીટરના કારણે લોકો વીજ ઉપયોગ (Electricity)માં કરકસર કરવા લાગ્યા છે. આ પ્રયોગ ઘણા અંશે સફળ નીવડ્યો છે. આમ તો દેશમાં સૌથી મોંઘી વીજળી રાજસ્થાન સરકાર (Rajasthan Government) આપે છે. જોકે, કેન્દ્ર સરકારનો સ્માર્ટ મીટર લગાવવાની યોજના (smart meter scheme) હેઠળ લોકો વીજ ઉપયોગમાં ઘટાડો કરવામાં સફળ થઈ રહ્યા છે.

કેન્દ્રની આ યોજના હેઠળ વીજળી વિભાગ ઘરનું મીટર બદલી રહ્યું છે. આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારની NCDX સ્કીમ હેઠળ ચલાવવામાં આવી રહ્યો છે. આ મીટર લગાવવાનો ફાયદો એ છે કે ગ્રાહક પોતાના મોબાઈલમાંથી જ વીજળીનો ઉપયોગ તેમજ પાવર મીટરના રીડિંગ સહિતની અન્ય ગતિવિધિઓ પર નજર રાખી શકે છે.

ગ્રાહકોને આ મીટર પોસ્ટપેડ અને પ્રીપેડ બંને રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. સામાન્ય ગ્રાહક પોતાના ઘર કે કોઈ પણ સંસ્થા પર પ્રીપેડ મીટર લગાવે તો તેને યુનિટ દીઠ 15 પૈસાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સરકારની આ યોજનાનો લાભ લઈને શરૂઆતના તબક્કામાં જયપુર શહેરમાં 250થી વધુ ગ્રાહકોએ પ્રીપેઇડ વીજ જોડાણો સાથે સ્માર્ટ મીટર લગાવ્યા છે. તેમને સામાન્ય ગ્રાહકોની સરખામણીએ વીજળીના યુનિટ દીઠ 15 પૈસાની છૂટ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો - સ્વતંત્ર દેવ સિંહ પછી કોણ બનશે ઉત્તર પ્રદેશ બીજેપીના અધ્યક્ષ? પાર્ટીમાં આ બ્રાહ્મણ ચહેરાઓ પર ચાલી રહ્યું છે મંથન

બિજલી મિત્ર એપથી થાય છે સંપૂર્ણ મોનિટરિંગ

કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ જયપુરને સાત ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. આ સાત ઝોનમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે બે લાખ એંસી હજારથી વધુ ગ્રાહકોને ત્યાં સામાન્ય વીજ મીટર દૂર કરીને સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. આ મીટર ઘર, દુકાન અને સંસ્થાઓમાં મુકવામાં આવે છે. ગ્રાહકોને આ મીટર ગમી રહ્યા છે અને તેઓ તેમાં રસ દાખવી રહ્યા છે. જો ગ્રાહકો ઇચ્છે તો તેઓ સરળતાથી સ્માર્ટ મીટરને પોસ્ટપેડથી પ્રીપેડમાં કન્વર્ટ કરી શકે છે. ગ્રાહક પોતાના મોબાઇલમાં બિજલી મિત્ર એપ ડાઉનલોડ કરીને સ્માર્ટ મીટરની સમગ્ર કામગીરી પર નજર રાખી શકે છે.

ઝોટવાડા ઝોનમાં 94 ટકા ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવ્યા

જયપુર વિદ્યુત વિતરણ નિગમના અધિક્ષક ઇજનેર એ કે ત્યાગીએ જયપુર શહેરમાં આ પ્રોજેક્ટ 2023માં પૂર્ણ થશે તેવો દાવો કર્યો છે. ત્યારે જયપુર શહેરના ઝોટવાડા ઝોનમાં કુલ ગ્રાહકોમાંથી 94 ટકા ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. આ વિસ્તારના આસિસ્ટન્ટ એન્જિનિયર દીપક ગુર્જરનું કહેવું છે કે, ગ્રાહકોને કોઇ તકલીફ ન પડે તે દિશામાં સ્માર્ટ મીટર પર શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Electricity, Electricity bill, Rajasthan news

विज्ञापन
विज्ञापन