Home /News /national-international /

સપા સાંસદ આઝમ ખાનના પત્ની વિરુદ્ધ વીજળી ચોરીનો કેસ દાખલ

સપા સાંસદ આઝમ ખાનના પત્ની વિરુદ્ધ વીજળી ચોરીનો કેસ દાખલ

તઝીમ ફાતિમા (ફાઇલ તસવીર)

વીજળી વિભાગ અને પાણી વિભાગે આઝમ ખાનના રિસોર્ટનું વીજળી અને પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે.

    રામપુર : સમાજવાદી (Samajwadi Party) પાર્ટીના સાંસદ આઝમ ખાન (Azam Khan) અને તેમના પત્ની તેમજ રાજ્યસભાના સાંસદ ડૉ. તઝીન ફાતિમા (Tazeen Fatima) વિરુદ્ધ વીજળી ચોરીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. શહેરના કોતવાલી પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે વીજળી વિભાગ અને પાણી વિભાગે આઝમ ખાનના રિસોર્ટનું વીજળી અને પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે. આઝમ ખાનના હમસફર રિસોર્ટમાં વીજળીનું કનેક્શન આઝમ ખાનના પત્ની ડૉ. તઝીન ફાતિમાના નામે છે.

    હમસફર રિસોર્ટમાં વીજળી-પાણીની ચોરી

    હકીકતમાં ભાજપના નેતાઓએ જિલ્લા અધિકારી આન્ઝનેય કુમાર સિંહ સાથે મુલાકાત કરીને આઝમ ખાનના રિસોર્ટ હમસફરમાં વીજળી અને પાણીની ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદ આપી હતી. ફરિયાદ બાદ જિલ્લા અધિકારીએ વીજળી વિભાગ અને પાણી વિભાગની ટીમ ઘટનાસ્થળે મોકલી દીધી હતી. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે રિસોર્ટમાં પાંચ કિલોવોટનું કનેક્શન છે, પરંતુ મીટરમાં ફક્ત ત્રણ કિલોવોટનો જ ઉપયોગ થઈ રહ્યો છે.

    તપાસ બાદ વીજળી વિભાગના JE રાહુલ રંજને આઝમ ખાન અને તેમની સાંસદ પત્ની તઝીન ફાતિમા પર વીજળી ચોરીનો કેસ કરવાની ભલામણ કોતવાલી પોલીસને કરી હતી. પોલીસે આ મામલે ભારતીય વિદ્યુત અધિનિયમ (સંશોધિત) 2003ની કલમ 135 પ્રમાણે કેસ દાખલ કર્યો હતો.

    Azam Khan
    આઝમ ખાન (ફાઇલ તસવીર)


    80 કેસ વાળા પ્રથમ સાંસદ બન્યા આઝમ ખાન

    નોંધનીય છે કે આ પહેલા બુધવારે આઝમ ખાન અને તેના નજીકના મનાતા રામપૂરના પૂર્વ સર્કલ ઑફિસર આલે હસન ખાન સહિત છ લોકો પર બે કેસ નોંધાયા હતા. આ રીતે આઝમ ખાન વિરુદ્ધ અત્યાર સુધી 80 કેસ દાખલ થઈ ચુક્યા છે. આઝમ ખાન દેશના પ્રથમ એવા સાંસદ છે જેમની વિરુદ્ધ આટલા બધા કેસ નોંધાયેલા છે. બુધવારે બે લોકોની ફરિયાદ બાદ આઝમ ખાન વિરુદ્ધ આઈપીસીની કલમ 452, 427, 448, 395, 504, 506, 323 અને 120 B અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Case, SP, આઝમ ખાન, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन