ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીની ગણતરી પ્રમાણે ત્રિપુરામાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. અહીં બીજેપી અને લેફ્ટ વચ્ચે મોટી ટક્કર હતી. નાગાલેન્ડમાં પણ બીજેપી ગઠબંધન એનપીએફ સાથે સારું પ્રદર્શન કરી રહી છે. અહીં પણ બીજેપી ગઠબંધનની જીત નક્કી છે. જ્યારે મેઘાલયમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે. જોકે, અહીં પણ બીજેપીએ સારુ પ્રદર્શન કર્યું છે.
ત્રિપુરામાં 18 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. આ ત્રણેય રાજ્યમાં વિધાનસભાની 60-60 બેઠકો છે. પરંતું અગમ્ય કારણોસર અહીં 59-59 બેઠકો માટે જ મતદાન થયું હતું.
નાગાલેન્ડમાં 75 અને મેઘાલયમાં 67 ટકા મતદાન થયું હતું. મતદાન સાંજે ચાર વાગ્યે પૂર્ણ થયું હતું. જ્યારે ત્રિપુરામાં 90 ટકા વોટિંગ થયું હતું.
નાગાલેન્ડ: એનપીએફની સરકાર, છેલ્લા 15 વર્ષથી શાસન, ટી.આર.ઝેલીઆંગ રાજ્યના મુખ્યમંત્રી
મેઘાલય: છેલ્લા આઠ વર્ષથી કોગ્રેસનું સાશન, મુકુલ સંગમા રાજ્યના મુખ્યમંત્રી
Exit polls: ત્રીપુરામાં ખીલશે 'કમળ', મેઘાલય કોંગ્રેસના 'હાથ'માંથી સરકી શકે
મોટાભાગના એક્ઝિટ પોલના આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે. ત્રણેય રાજ્યમાં બીજેપી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. એક્ઝિટ પોલ પ્રમાણે ત્રિપુરામાં લેફ્ટનો સફાયો થઈ જશે અને બીજેપીનું 'કમળ' ખીલશે. જ્યારે મેઘાલય કોંગ્રેસના 'હાથ'માંથી સરકી શકે છે. અહીં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમતિ મળતી નથી દેખાઈ રહી. અહીં ગઠબંધનની સરકાર બની શકે છે.
શું કહે છે એક્ઝિટ પોલ?
ત્રિપુરા:
- Axis MyIndia અને News24ના એક્ઝિટ પોલના જણાવ્યા પ્રમાણે ત્રિપુરામાં બીજેપી અને આઈપીએફટીને 45થી 50 બેઠક મળી શકે છે. જ્યારે લેફ્ટને 9થી 10 બેઠક જ મળી શકે છે.
- NewsX એક્ઝિટ પોલના જણાવ્યા પ્રમાણે, ત્રિપુરામાં બીજેપીને 35થી 45 વચ્ચે બેઠક મળી શકે છે. જ્યારે લેફ્ટને 14થી 23 બેઠક મળી શકે છે.
નાગાલેન્ડઃ
- Axis MyIndia અને News24ના એક્ઝિટ પોલના જણાવ્યા પ્રમાણે નાગાલેન્ડમાં બીજેપી અને એનપીએફ વચ્ચે કાંટાની ટક્કર થવાની સંભાવના છે. અહીં બીજેપી+ને 27થી 32 બેઠક મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 2 અને એનપીએફને 20થી 25 બેઠક મળી શકે છે.
મેઘાલયઃ
- Axis MyIndia અને News24ના એક્ઝિટ પોલના જણાવ્યા પ્રમાણે મેઘાલયમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવશે. આ એક્ઝિટ પોલ પ્રમાણે બીજેપીને 30, કોંગ્રેસને 20, એનસીપીને 2, પીડીએફને 3 અને અન્યને 4 બેઠક મળી શકે છે.
- NewsXના એક્ઝિટની વાત કરીએ તો મેઘાલયમાં બીજેપીને 8-10 બેઠક મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 13-17 અને એનપીપીને 23-27 બેઠક મળવાની સંભાવના છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર