કોંગ્રેસનો સાથ મળ્યો હોત તો પણ UPની આ 54 સીટ ન જીતી શક્યું હોત મહાગઠબંધન

યુપીની 62 સીટો પર ભાજપને જીત મળી છે

યુપીની વાત કરીએ તો અહીં કુલ 80માંથી 79 સીટના પરિણામ જાહેર થઇ ગયા છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: લોકસભા ચૂંટણી 2019માં કુલ 542માંથી 527 સીટના પરિણામ સામે આવી ચૂક્યાં છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આમાંથી 298 સીટ પર ભાજપ જીતી ચૂક્યું છે, જ્યારે પાંચ સીટ પર આગળ છે. કોંગ્રેસને માત્ર 52 સીટ મળી છે. યુપીની વાત કરીએ તો અહીં કુલ 80માંથી 79 સીટના પરિણામ જાહેર થઇ ગયા છે. જેમાથી 62 સીટો પર ભાજપને જીત મળી છે, જ્યારે અખિલેશ યાદવની સપાને માત્ર 5 સીટ મળી છે. ઉપરાંત માયાવતીની બસપાને 9 સીટ પર જીત મળી છે અને 1 સીટ પર આગળ છે. બીજી બાજુ, કોંગ્રેસ પોતાનું ગઢ અમેઠી ગુમાવ્યું છે અને માત્ર એક સીટ રાયબરેલી જ તેમના ભાગમાં આવી છે. હાલ એનડીએના ભાગમાં 353, યુપીએના ભાગમાં 92 જ્યારે અન્ય દળોના ભાગમાં 97 સીટ મળતી નજરે પડી રહી છે.

  54 સીટ પર ભાજપની એકતરફી જીત

  ભાજપનો સામનો કરવા માટે યુપીમાં સપા અને બસપાએ મહાગઠબંધન બનાવ્યું હતું. છેલ્લા સમયે કોંગ્રેસ આ મહાગઠબંધનથી દૂર થઇ ગઇ અને એવું માનવામાં આવી રહ્યું હતું કે, આનો લાભ ભાજપને થશે.

  જોકે, ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો આવું કંઇક નજરે પડતું નથી. ભલે યુપીમાં ભાજપ ગઠબંધનની સીટો 72થી ઘટીને 63 થઇ ગઇ પરંતુ 54 સીટો અત્યારે પણ એવી છે જ્યાં કોંગ્રેસ સાથે હોત તો પણ ભાજપ જ જીત્યું હોત. માત્ર આઠ સીટો એવી છે, જ્યાં કોંગ્રેસનો સાથ હોવાથી સપા-બસપા ગઠબંધન જીત મેળવી શકતું હતું.

  આ પણ વાંચો: પ્રચંડ જીત બાદ PM મોદી અને અમિત શાહે અડવાણીના ઘરે જઈ લીધા આશિર્વાદ

  કઇ છે 8 સીટો?

  આ સીટોમાં સપાની 3 સીટ છે, જ્યાં કોંગ્રેસ તેની હારનું કારણ બની. ધર્મેન્દ્ર યાદવની બદાયુ, શ્યામ ચરણ ગુપ્તાની બાંદા, રામ સાગર રાવતની બારાબંકી સીટ પર કોંગ્રસે ત્રીજી મોટી પાર્ટી તરીકે વોટ મેળવ્યા. બસપા માટે કોંગ્રેસે 5 સીટોનું નુકસાન કર્યું. આ સીટોમાં રામ પ્રસાદ ચૌધરીની બસ્તી, અરશદ ઇલિયાસ સિદ્દીકીની ધૌરહરા, હાજી મોહમ્મદ યાકુબની મેરઠ, ભીષ્મ શંકરની સંત કબીર નગર અને ચંદ્ર ભદ્ર સિંહની સુલ્તાનપુર સામેલ છે.

  ઉદાહરણ તરીકે ધર્મેન્દ્ર યાદવની બદાયુ સીટથી સમજીએ તો, અહીં ધર્મેન્દ્રને 492898 વોટ મળ્યા, જ્યારે ભાજપના વિજયી ઉમેદવાર સંધમિત્રા મૌર્યાને 511352 વોટ હાંસલ થયા. ટાકવારીમાં સમજીએ તો ધર્મેન્દ્રને 45.59% જ્યારે સંધમિત્રાને 47.3% વોટ હાંસલ થયા. અહીં કોંગ્રેસના ઉમેદવાર સલીમ ઇકબાલ શેરવાનીને 51947 એટલે કે લગભગ 4.8% વોટ મળ્યા. આ વોટ સીધા ભાજપ વિરોધી હતા અને ગઠબંધન થવા પર તે સપા-બસપા મહાગઠબંધનને મળ્યા હોત. અન્ય આઠ સીટો પર પણ મહાગઠબંધન અને ભાજપ વચ્ચે હારના અંતરથી વધુ વોટ કોંગ્રેસ ઉમેદવારે હાંસલ કર્યા.
  Published by:Azhar Patangwala
  First published: