Home /News /national-international /

Elections 2022: પરાજય પછી કોંગ્રેસમાં મતભેદ! સુનીલ જાખડે ચન્નીને લઇને ઉઠાવ્યા સવાલ, પાર્ટી માટે ભાર ગણાવ્યો

Elections 2022: પરાજય પછી કોંગ્રેસમાં મતભેદ! સુનીલ જાખડે ચન્નીને લઇને ઉઠાવ્યા સવાલ, પાર્ટી માટે ભાર ગણાવ્યો

સુનીલ જાખડે નામ લીધા વગર અંબિકા સોની ઉપર પણ પ્રહાર કર્યો

Assembly Elections 2022 - કોંગ્રેસના નેતા સુનીલ જાખડે કહ્યું - સીડબલ્યુસીની બેઠકમાં જે પ્રકારની ચાટુકારિતા થઇ તેને જોઈને નિરાશા થઇ છે

    ચંદીગઢ : પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં (Assembly Elections 2022) પરાજય પછી કોંગ્રેસમાં (Congress)મતભેદ જોવા મળી રહ્યા છે. રવિવારે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પરાજયના કારણોની ચર્ચા થઇ હતી. સાથે આગળની રણનીતિ ઉપર પણ વિચારણા કરવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા સુનીલ જાખડે (Sunil Jakhar) પાર્ટીના પરાજયને લઇને ઘણા સવાલ ઉઠાવ્યા છે. તેમણે પંજાબમાં ચરણજીત સિંહ ચન્નીને (charanjit singh channi)સીએમ ઉમેદવાર બનાવવાને લઇને પણ સવાલ ઉભા કર્યા છે. તેમણે ચન્નીને કોંગ્રેસ માટે ભાર ગણાવ્યો છે.

    સુનીલ જાખડે નામ લીધા વગર અંબિકા સોની ઉપર પણ પ્રહાર કર્યો છે. તેમણે એક ટ્વિટ કરીને ચન્નીને એસેટ બતાવવા પર લખ્યું કે એક એસેટ- શું તમે મજાક કરી રહ્યા છો? ભગવાનનો આભાર કે તેણે આ મહિલાને રાષ્ટ્રીય ટ્રેઝર જાહેર ના કરી, જેણે તેનું નામ સીએમ તરીકે પ્રસ્તાવિત કર્યું હતું. આગળ તેમણે લખ્યું કે કદાચ તેમના માટે ચન્ની એસેટ હશે પણ પાર્ટી માટે તે ફક્ત ભાર છે. કોઇ બીજાએ નહીં પણ તેની લાલચે જ પાર્ટીને નીચે પછાડી છે.

    આ પણ વાંચો - કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી યથાવત્ રહેશે, 4 કલાક ચાલેલી બેઠકમાં કરવામાં આવ્યો નિર્ણય

    સુનીલ જાખડે કહ્યું કે કોંગ્રેસ વર્કર એવા વ્યક્તિને લાવવા માંગતા હતા જેના પર તે વિશ્વાસ કરે છે. આગામી પાંચ વર્ષ પંજાબ અને કોંગ્રેસ માટે પડકારજનક રહેવાના છે. સીએમ પદ માટે આ ભલામણ કેટલાક મોટા લોકો તરફથી કરવામાં આવ્યો હતો. તેના પર વિચાર કર્યા વગર તેને રાહુલ ગાંધી ઉપર છોડી દેવામાં આવ્યો હતો. પંજાબના લોકો પરિવર્તન ઇચ્છતા હતા પણ જે વ્યક્તિને સીએમ પદ માટે રજુ કર્યો તેણે હાલત બદલી દીધી. દવા તો બીમારીથી પણ વધારે જીવલેણ છે.

    આ પછી તેમણે લખ્યું કે મારા તરફથી ટ્વિટ કરવાનો ઇરાદો કોઇને પણ બધી બાબતો માટે આરોપી બતાવવાનો નથી. સીડબલ્યુસીની બેઠકમાં જે પ્રકારની ચાટુકારિતા થઇ તેને જોઈને નિરાશા થઇ છે. રિપોર્ટથી ખબર પડે છે કે જે નેતા 30 વર્ષ સુધી રાજ્યસભા સાંસદ રહ્યા છે, સીડબલ્યુસીમાં પંજાબની આવાજ હોવાનો દાવો કરે છે, તે હાઇકમાન્ડને દગો આપી રહ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly elections 2022, CM Charanjit Singh Channi, Elections 2022

    આગામી સમાચાર