Home /News /national-international /પથ્થરબાજોના ગઢમાં મતદાન, ચારે બાજુ ભયનો માહોલ

પથ્થરબાજોના ગઢમાં મતદાન, ચારે બાજુ ભયનો માહોલ

પ્રતિકાત્મક તસવીર

  લોકસભા ચૂંટણીમાં પાંચમાં ચરણના મતદાન પહેલા જમ્મુ કાશ્મીરના પુલવામા અને શોપિયા જિલ્લામાં આ વખતે ભયનો માહોલ છે. આતંકી સંગઠન હિજબૂલ મુઝાહિદ્દીને સ્થાનિક લોકોને ધમકી આપી રાખી છે કે મતદાનનો બહિષ્કાર કરવો. બીજી બાજુ સ્થાનિક લોકોની પોલીસ દ્વારા સતત પૂછપરછ કરવામાં આવી રહી છે કારણ કે આ વિસ્તારના યુવાનો પથ્થરમારામાં સામેલ હોય છે.

  પુલવામા અને શોપિયા જિલ્લા અનંતનાગ લોકસભા સીટનો ભાગ છે. અહીં 6 મેના રોજ વોટિંગ થશે. ચૂંટણીના ઇતિહાસમાં આ પ્રથમવાર છે જ્યારે આ વખતે અનંતનાગમાં ત્રણ ચરણમાં વોટિંગ થઇ રહ્યું છે. આ જમ્મુનો એવો વિસ્તાર છે જ્યાં સૌથી વધુ હિંસા થઇ રહી છે. સાથે જ આ વિસ્તારોમાં આતંકી સંગઠનનો ભય રહે છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ એક રૂપિયામાં પણ આપ સોનું ખરીદી શકો છો, જાણો સંપૂર્ણ પ્રોસેસ

  જમ્મુ કાશ્મીરના મુખ્ય નિર્વાચન અધિકારી શૈલેન્દ્ર કુમારે ન્યૂઝ 18ને જણાવ્યું કે આ વિસ્તારમાં વોટિંગ કરવી મુશ્કેલ છે. ચૂંટણીમાં કોઇ હિંસા ન થાય તે માટે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે તેઓે સ્પષ્ટ કહ્યું કે કોઇ કિશોરની ધરપકડ કરવામાં આવી નથી. અનંતનાગમાં પ્રથમ ચરણમાં 13 ટકા વોટિંગ થયું. જ્યારે બીજા તબક્કામાં માત્ર 10 ટકા લોકોએ જ મતદાન કર્યું.

  એક પોલીસ અધિકારીએ ન્યૂઝ18 સાથે વાતચીતમાં જણાવ્યું કે ઓછું મતદાન ચિંતાનું કારણ નથી. પરંતુ અને હિંસા વચ્ચે ચૂંટણીનો ભય છે. અહીંના યુવાનોમાં પથ્થરમારો કરવાની આદત છે. આ ચૂંટણીના દિવસે પણ આવું જ કરશે આથી તેઓની અટકાયત કરવી જરૂરી છે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Jammu and kashmir, Lok Sabha Election

  विज्ञापन
  विज्ञापन