ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર નીતિશ કુમારની પાર્ટી જનતાદળમાં જોડાશે

News18 Gujarati
Updated: September 16, 2018, 9:41 AM IST
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર નીતિશ કુમારની પાર્ટી જનતાદળમાં જોડાશે
પ્રશાંત કિશોર

પ્રશાંત કિશોરે 2014ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી માટે જીતની રણનીતિ ઘડી હતી અને ત્યારબાદ મોદીના વિરોધી દળો માટે રણનીતિ ઘડી હતી

  • Share this:
છેલ્લા છ વર્ષથી ભારતીય રાજકારણમાં ચૂંટણી રણનીતિકાર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર પ્રશાંત કિશોરે હવે રાજકારણમાં આવવાનો નિર્ણય લીધો છે અને બિહારમાં નીતિશ કુમારની પાર્ટી જનતા દળ(યુનાઇટેડ)માં જોડાવાનો નિર્ણય કર્યો છે.

એક અહેવાલ પ્રમાણે, પ્રશાંત કિશોરે 2014ની લોકસભાની ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી માટે જીતની રણનીતિ ઘડી હતી અને ત્યારબાદ મોદીના વિરોધી દળો માટે રણનીતિ ઘડી હતી. હવે પ્રશાંત કિશોર વિધિવત્ત રીતે જનતા દળ (યુ)માં જોડાઇ રહ્યા છે.

આજે બિહારની રાજધાની પટનામાં યોજાનારી પાર્ટીની મિટિંગમાં નીતિશ કુમારની હાજરીમાં પ્રશાંત કિશોર જનતા દળમાં જોડાશે. પ્રશાંત કિશોરે 2014માં ભારતીય જનતા પાર્ટી, , 2015માં બિહારમાં મહાગઠબંધન અને 2017માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ચૂંટણીની રણનિતી બનાવી ચૂક્યા છે.

આ પણ વાંચો:

બિહારઃ 20-20 ફોર્મુલા પર NDAમાં આવી કેવી રીતે થશે સીટોની વહેંચણી ?

2014ની લોકસભામાં ભાજપની ભવ્ય જીત થઇ ત્યારે તેના રણનીતિકાર તરીકે પ્રથમ વખત ચર્ચામાં આવ્યા હતા. જોકે આ પછી પાર્ટી અધ્યક્ષ સાથે તેમના મતભેદ થયા હોવાના સમાચાર આવ્યા હતા. આ પછી તેમણે 2015માં બિહારની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધન માટે રણનીતિ બનાવી હતી અને મહાગઠબંધનની જીત થઇ હતી.અલબત્ત, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને જીતાડવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો પણ તેમાં તેમને સફળતા મળી ન હતી. બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે તેમના સંબધો સારા ગણાય છે.

સવાલ એ છે કે, રાજકારણમાં ઇકેક્શન સ્ટ્રેટેજીસ્ટ તરીકે નામના મેળવનાર જનતા દળ અને તેમના પોતાના માટે આગામી સમયમાં કેવી રણનીતિ ઘડે છે.

 
First published: September 16, 2018
વધુ વાંચો
अगली ख़बर