Home /News /national-international /

કૉંગ્રેસના નવા અધ્યક્ષ માટે 23 જૂને યોજાશે ચૂંટણી! CWCની બેઠકમાં રજૂ કરાયો પ્રસ્તાવ

કૉંગ્રેસના નવા અધ્યક્ષ માટે 23 જૂને યોજાશે ચૂંટણી! CWCની બેઠકમાં રજૂ કરાયો પ્રસ્તાવ

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

કૉંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે અધ્યક્ષની ચૂંટણીની તારીખની જાહેરાત કરી

  નીરજ કુમાર, નવી દિલ્હી. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી (Assembly Elections)માં કૉંગ્રેસ (Congress)ના પ્રદર્શનની સમીક્ષા માટે બોલાવવામાં આવેલી કૉંગ્રેસ વર્કિંગ કમિટી (Congress Working Committee- CWC) ની બેઠકમાં કૉંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ કહ્યું કે, પાર્ટીને પરિણામોની સમીક્ષા કરવી પડશે. તેની સાથે જ તેઓએ અધ્યક્ષ પદની ચૂંટણી યોજવાના સંકેત આપ્યા. મળતી માહિતી મુજબ 23 જૂને દેશની સૌથી જૂની પાર્ટીના સ્થાયી અધ્યક્ષ મળી શકે છે.

  નોંધનીય છે કે, કૉંગ્રેસમાં વચગાળાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. કૉંગ્રેસ અધ્યક્ષ પદ માટે 23 જૂને મતદાન થશે. કૉંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે. CWCની બેઠકમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, આપણને આ ચૂંટણીઓમાં જોરદાર ઝટકો લાગ્યો છે. ચૂંટણીના પરિણામ નિરાશાજનકથી પણ ખરાબ રહ્યા છે. સોનિયા ગાંધીએ હારના દરેક પાસાઓની સમીક્ષા કરવા માટે એક નાનું સમૂહ બનાવવાની વાત કહી જે ટૂંક સમયમાં પોતાનો રિપોર્ટ આપશે.

  આ પણ વાંચો, Gold Price Today: સોના-ચાંદીની કિંમતમાં તેજી, ચેક કરો 10 ગ્રામ ગોલ્ડનો ભાવ

  સોનિયા ગાંધીએ બેઠકમાં કહ્યું કે, મોદી સરકાર કોરોના પર નિયંત્રણ કરવામાં નિષ્ફળ પુરવાર થઈ છે. આવા નાજુક સમયમાં તેઓએ ફરી એકવાર સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગનું પુનરાવર્તન કર્યું. કોરોનાને અપ્રત્યાશિત સ્વાસ્થ્ય સંકટ ગણાવતા સોનિયા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે તેઓ લોકોની શક્ય તમામ મદદ કરવા માટે આગળ આવે.

  આ પણ વાંચો, આસામના 15મા મુખ્યમંત્રી બન્યા હિમંત બિસ્વા સરમા, PM મોદીએ શુભેચ્છા આપતા કહી આ વાત

  ચૂંટણીમાં હારની સમીક્ષા માટે સમિતિ બનાવવામાં આવશે

  સોનિયા ગાંધીએ હાલની વિધાનસભા ચૂંટણીમાં મળેલી નિષ્ફતાની સમીક્ષા કરવા માટે એક સમિતિ રચવાની વાત કહી છે. આસામ અને કેરળની હાર અને પશ્ચિમ બંગાળમાં ઝીરો સીટોને અત્યંત નિરાશાજનક ગણાવી. કૉંગ્રેસ અધ્યક્ષની જૂન અંતમાં ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરવા માટે શિડ્યૂલ તૈયાર કરવાની જાણકારી આપી.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Assembly elections, Congress Working Committee, Sonia Gandhi, કોંગ્રેસ, રાહુલ ગાંધી

  આગામી સમાચાર