Home /News /national-international /Election Laws Amendment Bill: આધાર કાર્ડને Voter Id થી જોડશે ચૂંટણી સુધાર વિધેયક, લોકસભામાં મળી મંજૂરી

Election Laws Amendment Bill: આધાર કાર્ડને Voter Id થી જોડશે ચૂંટણી સુધાર વિધેયક, લોકસભામાં મળી મંજૂરી

લોકસભામાં મંત્રી કિરેન રિજિજૂએ ચૂંટણી સુધાર (સંશોધન) વિધેયક-2021 રજુ કર્યું હતું

Election Laws Amendment Bill passed in Lok Sabha - વિધેયકને લઇને કોંગ્રેસ, ટીએમસી, એઆઈએમઆઈએમ, આરએસપી અને બસપા સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ સદનમાં જોરદાર હંગામો કર્યો

નવી દિલ્હી : સંસદમાં ચાલી રહેલા શીતકાલીન સત્રમાં (Parliament Winter Session)સોમવારે લોકસભામાં (Lok Sabha)વિપક્ષના હંગામા વચ્ચે ચૂંટણી સુધાર વિધેયકને (Election Laws Amendment Bill)પાસ કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી સુધાર બિલ-2021માં આધાર કાર્ડને વોટર આઈડીથી જોડવાની જોગવાઇ કરવામાં આવી છે.

વિધેયકને લઇને કોંગ્રેસ, ટીએમસી, એઆઈએમઆઈએમ, આરએસપી અને બસપા સહિત ઘણી વિપક્ષી પાર્ટીઓએ સદનમાં જોરદાર હંગામો કર્યો હતો. ચૂંટણી કાનૂન(સંશોધન) વિધેયક 2021, કેન્દ્રીય કાનૂન મંત્રી કિરેન રિજિજૂ (Kiren Rijiju)દ્વારા સંચાલિત એક સંક્ષિપ્ત ચર્ચા પછી ધ્વનિ મતથી પાસ (Election Laws Amendment Bill passed)કરવામાં આવ્યું છે. કોંગ્રેસે માંગણી કરી છે કે વિધેયકને સંસદની સ્થાયી સમિતિની પાસે વિચાર માટે મોકલવામાં આવે.

લોકસભામાં મંત્રી કિરેન રિજિજૂએ ચૂંટણી સુધાર (સંશોધન) વિધેયક-2021 રજુ કર્યું હતું. આ વિધેયક દ્વારા જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં સંશોધન કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં કહ્યું કે આ વિધેયકને લઇને વિપક્ષે વિરોધ પાછળ જે તર્ક આપ્યો છે તે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયત્ન છે. આ બિલ કોર્ટના નિર્ણયની અનુરુપ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - નવી મુસીબત! ઓમિક્રોન સામે Covishield સહિત બધી વેક્સિન ફેઈલ, ફક્ત આ બે અસરકારક- રિસર્ચમાં ખુલાસો

કોંગ્રેસની માંગણી પર રિજિજૂએ કહ્યું કે બિલમાં જે પણ અલગ-અલગ પ્રસ્તાવ છે તેમાં મોટાભાગને કાનૂન અને સ્થાયી સમિતિ દ્વારા અનુશંસિત કરવામાં આવી ચૂક્યા છે. આ બિલ ચૂંટણી પ્રણાલીને પહેલાથી વધારે સરળ, સુલભ અને સ્વચ્છ બનાવશે.

કોંગ્રેસના સાંસદ શશિ થરુરે આ વિધેયક પર સવાલ ઉભો કરતા કહ્યું કે આધાર ફક્ત નિવાસનું પ્રમાણ છે આ નાગરિકતાનું પ્રમાણ નથી. જો તમે મતદાતા પાસે આધારની માંગણી કરી રહ્યા છો તો તમને ફક્ત એક દસ્તાવેજ મળી રહ્યો છે જે નાગરિકતાનો નહીં પણ નિવાસનું પ્રમાણ છે. તેમણે પૂછ્યું કે શું તમે એક ગૈર નાગરિકને વોટ આપી રહ્યા છો.

આ પણ વાંચો - UP Elections 2022 : સપા પ્રમુખ અખિલેશ યાદવનો મોટો આરોપ, કહ્યું- મુખ્યમંત્રી રોજ સાંજે સાંભળે છે ફોનની રેકોર્ડિંગ

એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઔવેસીએ સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું કે આ બિલ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું ઉલ્લંઘન કરે છે અને સરકાર પાસે વોટર આઈડીને આધાર સાથે જોડવા માટે કોઇ વિધાયી ક્ષમતા નથી. તેમણે કહ્યું કે આ બિલ નિજતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. સદન નાગરિકોના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરનાર કાનૂન બનાવવા માટે સક્ષમ નથી.
First published:

Tags: Election Laws Amendment Bill, Parliament, Parliament winter session, Winter Session, લોકસભા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો