વોટિંગના 15 દિવસ પહેલાં PMનું સંબોધન કેટલું જરૂરી હતું: EC કરશે તપાસ

News18 Gujarati
Updated: March 28, 2019, 8:19 AM IST
વોટિંગના 15 દિવસ પહેલાં PMનું સંબોધન કેટલું જરૂરી હતું: EC કરશે તપાસ
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધન કર્યું

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, આજે ભારત અંતરિક્ષની મહાશકિત બની ગયું છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે, આજે ભારત અંતરિક્ષની મહાશકિત બની ગયું છે. તેમણે કહ્યું કે, ભારતે આજે પોતાનું નામ સ્પેસ પાવરના રૂપમાં નોંધાવ્યું છે. વડાપ્રધાનના મિશન શક્તિ સંબોધન પર હવે ચૂંટણીપંચની નજર છે. ચૂંટણીપંચે વડાપ્રધાનના સંબોધનના વિવિધ પાસાઓ અંગે ચર્ચા શરૂ કરી દીધી છે. આચારસંહિતા સાથે જોડાયેલા તમામ પાસાઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.

સૂત્રોએ જણાવ્યું કે, ચૂંટણીપંચ એ વાતની પણ તપાસ કરશે કે મતદાનથી લગભગ 15 દિવસ પહેલાં પીએમ મોદીએ આપેલું સંબોધન કેટલું જરૂરી હતું.

નોંધનીય છે કે, ભારતે આજે પોતાનું નામ સ્પેસ પાવર તરીકે નોંધાવ્યું છે. અત્યાર સુધી માત્ર ત્રણ દેશ અમેરિકા, રૂસ અને ચીન જ આ લિસ્ટમાં સામેલ હતા. વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, દરેક ભારતીય માટે આનાથી મોટી ઉપલબ્ધિ ન હોઇ શકે. આપણા વૈજ્ઞાનિકોએ આકાશમાં 300 કિલોમીટર દૂર LEO (લો અર્થ ઓર્બિટ)માં એક લાઇવ સેટેલાઇટને તોડી પાડ્યો છે. leoમાં આ લાઇવ સ્ટેલાઇટ પૂર્વ નિર્ધારિત લક્ષ્ય હતું તેને એન્ટી સેટેલાઇટ મિસાઇલથી તોડી પાડવામાં આવ્યો. ફક્ત ત્રણ મિનિટમાં આ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: મિશન શક્તિ : શું છે ખાસ મિશન જેનો મોદીએ સંબોધનમાં કર્યો ઉલ્લેખ

"મિશન શક્તિ" અત્યંત કઠીન ઓપરેશન હતું. જેમાં ઉચ્ચ કોટીની ટેક્નોલોજીની ક્ષમતાની જરૂરિયાત હતી. વૈજ્ઞાનિકોએ તમામ નિર્ધારિત લક્ષ્યો અને ઉદેશ્ય પ્રાપ્ત કરી લીધા છે. તમામ ભારતીયો માટે આ ગર્વની વાત છે. આ પરાક્રમ ભારતમાં જ વિકસિત એન્ટી સેટેલાઈટ મિસાઇલ દ્વારા સિદ્ધ કરવામાં આવ્યું છે.
First published: March 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...