લોકસભાના ચૂંટણી કાર્યક્રમમાં કોઇ બદલાવ નહીં, નિયત સમયે જ યોજાશે

News18 Gujarati
Updated: March 1, 2019, 4:20 PM IST
લોકસભાના ચૂંટણી કાર્યક્રમમાં કોઇ બદલાવ નહીં, નિયત સમયે જ યોજાશે

  • Share this:
દેશભરમાં જેની સૌથી વધુ ચર્ચા થઇ રહી હતી તેને લઇને મોટી જાહેરાત થઇ છે. દેશમાં લોકસભા ચૂંટણીને લઇને ચૂંટણીપંચે એક નિવેદન આપ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું કે દેશમાં યોજાનાર લોકસભા ચૂંટણીની તારીખોમાં કોઇ બદલાવ કરવામાં નહીં આવે. જે સમયે યોજાનાર છે તે જ સમયે ચૂંટણી યોજાશે.

પ્રાપ્ત વિગત પ્રમાણે દેશમાં હાલ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે, બંને દેશ એકબીજા પર આરોપ લગાવી રહ્યાં છે, એવામાં બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી બાજુ પાકિસ્તાનનું કહેવું છે કે ભારતમાં ચૂંટણી આવી રહી છે જેના કારણે આવું કરવામાં આવી રહ્યું છે, જો કે આ તમામ વચ્ચે દેશના ચૂંટણી પંચે જાહેરાત કરી કે લોકસભાની ચૂંટણી તેના નિયત સમયે જ યોજાશે. ચૂંટણી કાર્યક્રમમાં કોઇ બદલાવ કરવામાં નહીં આવે.

અહીં ક્લિક કરી વાંચોઃ 50 દિવસ સુધી ચાલશે આ સ્માર્ટફોનની બેટરી, જાણો શું છે ખાસિયત

દેશના ચીફ ઇલેક્શન કમિશનર સુનિલ અરોરાએ જણાવ્યું કે હાલ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. ચૂંટણી પંચ હાલ ઉત્તર પ્રદેશના કેપિટલમાં લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. આ અંગે સુનિલ અરોરાએ ન્યૂઝ એજન્સી રાઉટરને જણાવ્યું કે દેશમાં ચૂંટણી નિયત સમયે જ યોજાશે.

સુનિલ અરોરાએ વધુમાં કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા હાલમાં જ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે, જેમાં જેતે પાર્ટીના ઉમેદવારોને પોતાની આવક અને પ્રોપર્ટીની માહિતી ચૂંટણી પંચની વેબસાઇટ પર અપલોડ કરવાનું કહ્યું છે, ત્યારબાદ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઉમેદવારોની આવક તથા પ્રોપાર્ટીનું રિવ્યૂ કરવામાં આવશે. ઉમેદવારે રજૂ કરેલી માહિતીમાં જો કોઇ ખોટું જણાશે તો જે તે ઉમેદવાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
First published: March 1, 2019, 4:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading