PM મોદીની બાયોપિક પર રોક લગાવવાનો ECનો ઇન્કાર, સેન્સર બોર્ડ લેશે અંતિમ નિર્ણય

PM મોદીની બાયોપિક પર રોક લગાવવાનો ECનો ઇન્કાર, સેન્સર બોર્ડ લેશે અંતિમ નિર્ણય
કોંગ્રેસનો આરોપ છે કે ફિલ્મની રિલીઝ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન હશે

કોંગ્રેસનો આરોપ છે કે ફિલ્મની રિલીઝ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન હશે

  • Share this:
    ચૂંટણી પંચે ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ની રીલિઝ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. પંચે કહ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) આ મામલા પર અંતિમ નિર્ણય લેશે. ઉમંગ કુમારના ડાયરેક્શનમાં બનેલી આ બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી' લોકસભા ચૂંટણીના પહેલા ચરણના મતદાનના એક સપ્તાહ પહેલા 5 એપ્રિલે રિલીઝ થવાની છે.

    કોંગ્રેસનો આરોપ છે કે ફિલ્મની રિલીઝ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન હશે. જોકે, આ ફિલ્મ CBFC (સેન્સર બોર્ડ)ને મોકલવામાં આવશે કે નહીં તેની પર ચૂંટણી પંતે ઓફિશિયલ રીતે કંઈ સ્પષ્ટ નથી કર્યું.



    આ પહેલા, ચૂંટણી પંતે કોંગ્રેસના એક પ્રતિનિધિમંડળની સાથે બેઠક બાદ ફિલ્મના નિર્માતાઓને એક નોટિસ મોકલી હતી. કોંગ્રેસે લોકસભા ચૂંટણી પહેલા તેની રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.

    આ પણ વાંચો, શબાના આઝમીએ PM મોદીની બાયોપિક ટીમ પર ઉઠાવ્યા સવાલ, કહી આ વાત

    બીજી તરફ, બોમ્બે હાઈકોર્ટે એક પિટિશનકર્તા દ્વારા બાયોપકિની રિલીઝની વિરુદ્ધ દાખલ પિટિશન પર સોમવારે કહ્યું કે ચૂંટણી પંચ આ મુદ્દાનો ઉકેલ લાવશે. બુધવાર 29 માર્ચે 'પીએમ નરેન્દ્ર મોદી' ફિલ્મના ચાર નિર્માતાઓને નોટિસ મોકલી હતી. ચૂંટણી પંતચે આ નોટિસ કોંગ્રેસ અને સીપીઆઈની ફરિયાદ બાદ મોકલી હતી.

    કોંગ્રેસ અને સીપીએમે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે આ ફિલ્મ રાજકીય ઈરાદાથી બનાવવામાં આવી છે. ત્યારબાદ ફિલ્મમાં પીએમ મોદીનું પાત્ર ભજવતા અભિનેતા વિવેક ઓબેરોય અને ફિલ્મના નિર્માતા સંદીપ સિંહ ગુરુવારે ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યા હતા.
    First published:April 03, 2019, 09:32 am

    टॉप स्टोरीज