Home /News /national-international /વાયનાડ પેટાચૂંટણીની જાહેરાતમાં ચૂંટણી પંચ રાહ જોશે, રાહુલ ગાંધીની આગામી રણનીતી પર રખાશે નજર

વાયનાડ પેટાચૂંટણીની જાહેરાતમાં ચૂંટણી પંચ રાહ જોશે, રાહુલ ગાંધીની આગામી રણનીતી પર રખાશે નજર

ચૂંટણી પંચ વાયનાડ પેટાચૂંટણીની જાહેરાત કરવાની ઉતાવળમાં નહીં કરે. (પીટીઆઈ ફાઈલ ફોટો)

Rahul Gandhi Defamation Case: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. સુરત કોર્ટે મોદી સરનેમ કેસમાં તેને 2 વર્ષની સજા ફટકારી છે. મળતી માહિતી મુજબ વાયનાડ પેટાચૂંટણીની જાહેરાત પહેલા ચૂંટણી પંચ કાયદાકીય પાસાઓ પર નજર રાખશે. તેઓ રાહુલ ગાંધીના આગામી નિર્ણય પર નજર રાખશે.

વધુ જુઓ ...
નવી દિલ્હી : રાહુલ ગાંધી પર માનહાનિ કેસમાં સુરત કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. આ પછી શુક્રવારે રાહુલનું સંસદ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું. જોકે, તેઓ કેરળના વાયનાડથી લોકસભાના સભ્ય હતા. જાણકારી અનુસાર, વાયનાડ પેટાચૂંટણીની જાહેરાત પહેલા ચૂંટણી પંચ કાયદાકીય પાસાઓ એટલે કે, રાહુલ ગાંધીની ઉપરની કોર્ટમાં કરેલી અપીલ અને કોર્ટના નિર્ણય પર પણ નજર રાખશે.જોકે, ચૂંટણી પંચ એવુ નહી થવા દે કે, એકવાર વાયનાડ પેટાચૂંટણીની જાહેરાત થઈ જાય, પછી ત્યાની પેટાચૂંટણીને રદ કરવામાં આવે.

તાજેતરમાં, હાઇકોર્ટ દ્વારા લક્ષદ્વીપના સાંસદનું સભ્યપદ પુનઃસ્થાપિત થતાં ચૂંટણી પંચે લક્ષદ્વીપ પેટાચૂંટણીને રદ કરવી પડી હતી. હકીકતમાં લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલની સદસ્યતા નીચલી અદાલતે મહાભિયોગ ચલાવ્યા બાદ ખતમ કરી દેવામાં આવી હતી. આ પછી ચૂંટણી પંચે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. ત્યારબાદ જ્યારે મોહમ્મદ ફૈઝલને હાઈકોર્ટમાંથી રાહત મળી તો ચૂંટણી પંચે પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો.

રાહુલ ગાંધીની આગામી ચાલ પર નજર

જોકે, વેઈટ એન્ડ વોચનો અર્થ એ નથી કે, ચૂંટણી પંચ અઠવાડિયાઓ સુધી રાહ જોવે, પરંતુ જો રાહુલ ગાંધીની કાનૂની પ્રક્રિયામાં કોઈ ઝડપી નિર્ણય નહીં આવે તો ચૂંટણી પંચ પેટાચૂંટણીની જાહેરાત કરશે.

આ પણ  વાંચો : Explainer: શું રાહુલ ગાંધી હવે 8 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે, મતાધિકાર પણ નહીં, જાણો શું છે વિકલ્પ?

જાણો શું છે સમગ્ર મામલો

તમને જણાવી દઈએ કે, 2019માં વાયનાડથી લોકસભાના સભ્ય હતા ત્યારે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે કર્ણાટકના કોલાર આવ્યા હતા. આ દરમિયાન, એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે, તેમણે કથિત રીતે કહ્યું હતું કે, 'બધા ચોરોની અટક મોદી કેમ છે?' આ નિવેદન બાદ ભારે રાજનીતિ ગરમાઈ ગઈ હતી. ત્યારે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ ગુર્જર મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીએ તેમના નિવેદનથી સમગ્ર મોદી સમુદાયનું અપમાન કર્યું છે.
First published:

Tags: Case, Rahul gandhi latest news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો