તેલંગણામાં વહેલી ચૂંટણીના એંધાણ, ઇલેક્શન કમિશન ટૂંક સમયમાં લેશે નિર્ણય

ચૂંટણી પંચ દર મંગળવારે અને શુક્રવારે અનેક મુદ્દે ચર્ચા કરવા બેઠક કરે છે. ત્યારે આ વખતની બેઠકમાં દક્ષિણ રાજ્યમાં વહેલી ચૂંટણી યોજવા મુદ્દે ચર્ચા થઇ શકે છે.

ચૂંટણી પંચ દર મંગળવારે અને શુક્રવારે અનેક મુદ્દે ચર્ચા કરવા બેઠક કરે છે. ત્યારે આ વખતની બેઠકમાં દક્ષિણ રાજ્યમાં વહેલી ચૂંટણી યોજવા મુદ્દે ચર્ચા થઇ શકે છે.

 • Share this:
  તેલંગણામાં ચૂંટણી કરવા મુદ્દે ચૂંટણી પંચ શુક્રવારે ચર્ચા કરશે.રાજ્યના મંત્રીમંડળે વિધાનસભા ભંગ કરવાની રજૂઆત કરી છે, આયોગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ચૂંટણી પંચ દર મંગળવારે અને શુક્રવારે અનેક મુદ્દે ચર્ચા કરવા બેઠક કરે છે. ત્યારે આ વખતની બેઠકમાં દક્ષિણ રાજ્યમાં વહેલી ચૂંટણી યોજવા મુદ્દે ચર્ચા થઇ શકે છે.

  ઓફિસરે જણાવ્યું કે અંતિમ નિર્ણય પહેલા તહેવાર, પરીક્ષા અને વાતાવરણની સ્થિતિ જેવા મુદ્દા પર ચર્ચા થશે, ઉલ્લેખનીય છે કે તેલંગણા વિધાનસભાનો કાર્યકાળ જુન 2019 સુધી હતો.

  ગુરુવારે તેલંગણાની ટીઆરએસ સરકારે એક મોટો રાજનૈતિક દાવ લગાવી ગુરુવારે રાજ્ય વિધાનસભાને તેના નિર્ધારિત સમયના થોડા મહિલા પહેલા જ ભંગ કરવાની રજૂઆત કરી હતી. ટીઆરએસને આશા છે કે તેની પાર્ટી પ્રમુખના ચંદ્રશેખર રાવની પ્રસિદ્ધિ અને નિષ્ક્રિય વિપક્ષના કારણે તેઓ સતત બીજી વખત સત્તામાં આવી જશે.

  માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી લોકસભા તથા વિધાનસભા ચૂંટણી એક સાથે યોજાવાની સ્થિતિમાં કેસીઆર vs મોદી ટક્કરને પણ ટાળવા ઇચ્છે છે. આ અટકળો વચ્ચે વિધાનસભાની 119 સીટમાંથી 105 સીટો માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.

  કેસીઆસની પાર્ટીએ પર પણ કોંગ્રેસ હુમલો કર્યો છે અને કોંગ્રેસને તેલંગણાની સૌથી મોટી દુશ્મન ગણાવી છે. રાવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા મસખરા ગણાવ્યા છે. જો કે તેઓએ ભાજપની આલોચના કરવાનું ટાળ્યું હતું.

  સપ્તાહથી ચાલી રહેલી અટકળોને વિરામ આપતાં મુખ્યમંત્રી રાવે રાજ્ય કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી, જેમાં વિધાનસભા ભંગ કરવાના પ્રસ્તાવ નકાર્યો હતો. રાજ્યપાલ ઇ એસ એલ નરસિમ્હને સિફારિશનો સ્વીકાર કર્યો અને 2014માં બનેલી રાજ્યની પ્રથમ સરકારના મુખિયા રાવને કાર્યવાહક મુખ્યમંત્રી તરીકે પદ પર બન્યા રહેવા જણાવ્યું હતું.
  Published by:Sanjay Vaghela
  First published: