નવી દિલ્હી. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી (Assembly Election in 5 States)ની તારીખો પર આજે ચૂંટણી પંચ (Election Commission Of India) તારીખોની જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે, તમિલનાડુ (Tamil Nadu), કેરળ (Kerala), પુડુચેરી (Puducherry), આસામ (Assam) અને પશ્ચિમ બંગાળ (West Bengal)માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચૂંટણી પંચ શુક્રવારે 4.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.
ચૂંટણી પંચ અનુસાર તમિલનાડુમાં 24 મે, પશ્ચિમ બંગાળમાં 30 મે, આસામમાં 31 મે, પુડુચેરીમાં 8 જૂન અને કેરળમાં 1 જૂન 2021ના રોજ સરકારનો કાર્યકાળ ખતમ થવા જઈ રહ્યો છે.
Election Commission of India to announce the schedule for Assembly elections in Assam, Kerala, Tamil Nadu, West Bengal and Puducherry. https://t.co/13H2TF5Zhm
નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કૉંગ્રેસની સરકાર છે. તેની સાથે જ કેરળમાં પિનરાઇ વિજયનની આગેવાનીમાં લેફ્ટ ડેમોક્રેટીક ફ્રન્ટની સરકાર છે. બીજી તરફ આસામમાં સર્વાનંદ સોનોવાલની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમિલનાડુમાં ઈ. પલાનસ્વામીના નેતૃત્વમાં ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (AIADMK)ની સરકાર છે.
ખાસ બાબત એ છે કે પુડુચેરીમાં નારાયણસામીની આગવાનીમાં કૉંગ્રેસની સરકાર હતી જે થોડા દિવસ પહેલા લઘુમતીમાં આવી ગઈ હતી. જેના કારણે નારાયણસામીને રાજીનામું આપી દેવું પડ્યું હતું. હાલ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. નોંધનીય છે કે, તમિલનાડુમાં 234, પશ્ચિમ બંગાળમાં 294, આસામમાં 126, પુડુચેરીમાં 30 અને કેરળમાં 140 સીટો પર ચૂંટણી યોજાશે.
" isDesktop="true" id="1075395" >
આ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૈકી સૌથી વધુ હાઇ-વોલ્ટેજ ડ્રામા પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં રહેવાનો છે, કારણ કે અહીં બીજેપીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી TMCની સત્તાને પડકારી છે. TMCએ બીજેપીને બાહરીનું લેબલ આપ્યું છે. બીજી તરફ બીજેપી પોતાને સ્થાપિત કરવાના પ્રયાસોની વચ્ચે સતત મમતા પર આક્ષેપો કરી રહ્યું છે. બીજી તરફ TMCના અનેક નેતાઓની વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસમાં તપાસ ચાલી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર