Home /News /national-international /

'વન નેશન, વન ઇલેક્શન' માટે તૈયાર છે ચૂંટણી પંચ- CEC સુનિલ અરોરા સાથે ખાસ વાતચીત

'વન નેશન, વન ઇલેક્શન' માટે તૈયાર છે ચૂંટણી પંચ- CEC સુનિલ અરોરા સાથે ખાસ વાતચીત

સુનિલ અરોરા, , મુખ્ય ચૂંટણી અધિકારી

કોરોના મહામારી છે. ચૂંટણી દરમિયાન કોઆને કોરોના નહી થાય તેમા ચૂંટણીપંચનું તો કોઈ યોગદાન છે જ નહી. બિહારમાં તમામ ગાઈડલાઇન્સ સાથે ચૂંટણી કરાવાવાની કોશિષ કરવામાં આવી. કોરોના ન ફેલાય અને તેના પ્રતિ લોકો સચેત રહે બિહારના લોકોનો ધન્યવાદ. બિહારના લોકોએ અને મહિલાઓએ ઘણો સહયોગ આપ્યો વધુ વોટિંગ કરીને. પહેલાથી વધુ મતદાન થયું. ત્યાંના પ્રશાસને ઘણું સારૂ કામ કર્યું.

વધુ જુઓ ...
  Niraj Kumar 

  પ્રશ્ન- વર્ષ 202માં દુનિયા જ્યારે કોરોનાનો પ્રકોપ વેઠી રહી હતી ત્યારે પ્રશ્ન થતો હતો કે શું ચૂંટણી થઈ શકશે. તેવામાં બિહાર વિધાનસભા ચૂંટણીનો નિર્ણય કરવામાં આવ્યો. કોરોનાનો પ્રકોપ હજુ પણ છે અને બીજા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.
  તમે લોકો કહેતા હતા કે બિહાર વિધાનસભા ચૂંટણી કરાવાનો નિર્ણય કોરોના કાળમાં યોગ્ય નિર્ણય છે અને તેને તમે લોકોએ સાબિત પણ કર્યો. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી કેવી તૈયારી છે.
  સુનીલ અરોડા, મુખ્ય ચૂંટણી અધિકારી-  જુઓ, જે અમારી સિસ્ટમ હોય છે તે ઘણું બેકગ્રાઉન્ડ હોમવર્ક કરે છે. અમારા સેક્રેટરી જનરલે બંગાળ સહિત 5 રાજ્યોમાં ચૂંટણીને લઈને સીબીઆસસીના લોકો સાથે બેઠક કરી છે જેથી બાળકોની પરીક્ષા વિશે જાણકારી મળી શકે જેથી ચૂંટણીની તારીખો સાથે પરીક્ષાની તારીખો ન આવી જાય. ફોર્સ માટે ગૃહમંત્રાલયના અધિકારીઓ સાથે પણ બેઠક થઈ. આ બધી જ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ.
  બંગાળના ચૂંટણી અધિકારી પહેલા બંગાળની મુલાકારે ગયા. સોમવારે તમિલનાડુ અને પોંડીચેરીમાં પણ અધિકારી ઉમેશ સિન્હા જશે. ચૂંટણી આયોગનો જે પહેલો તબક્કો હોય છે જેમા એકવાર અધિકારી જઈને આવે છે પછી ચૂંટણી આયોગ જાય છે તેનો પ્રારંભ થઈ ચુક્યો છે.
  પ્રશ્ન- ચૂંટણી તૈયારીની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. બંગાળમાં ચૂંટણીને જે રીતે જોવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અહીં ખુબજ આક્રમક ચૂંટણી થશે રાજકીય દ્રષ્ટિએ ભાજપના અધ્યક્ષ પર હુમલો થયો. ભાજપનું એક પ્રતિનિધિમંડળ પણ તમને મળ્યું અને અર્ધસૈનિક દળ તૈનાત કરવાની અને તાત્કાલિક ચૂંટણી આસાર સંહિતા લગાવવાની માંગ કરવામાં આવી તેના માટે શું કહેશો?
  સુનીલ અરોડા, મુખ્ય ચૂંટણી અધિકારી- જવાબ – રાજકીય રીતે શું સમસ્યાઓ છે તેની પર નજર તમે લોકો રાખો છો અને તેની હેડલાઈન્સ પણ બનાવો છો. ઘણીવાર ન હોય તો પણ તમે લોકો હેડલાઇન્સ બનાવી દો છો પણ આમા હતી અને તમે બનાવી દીધી.
  ભાજપનું પ્રતિનિધિમંડળ અમારી પાસે આવ્યું હતું. તેમને અમે ચૂંટણી પંચના અધિકારીની મુલાકાત વિશે જણાવ્યું હતું. બંગાળ સાથે જોડાયેલા DEC મુલાકાત બાદ જે જાણકારી આપશે ત્યારબાદ વિધિ સમ્મત નિર્ણય અમે કરીશું.
  પ્રશ્ન- બંગાળમાં હિંસા મુક્ત ચૂંટણી થશે તે વાત નો તમને વિશ્વાસ છે ?
  સુનીલ અરોડા, મુખ્ય ચૂંટણી અધિકારી- કોઈ વસ્તુ પર એફિડેવિટ તો અમે નથી આપતા અમારી કોશિષ એ જ છે કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી થાય. ચૂંટણી આયોગના પ્રયત્નોમાં હમણાં સુધી તો ભગવાને સફળતા અપાવી છે અને અમને આશા છે કે આગળ પણ સફળતા મળશે.
  પ્રશ્ન- તમે કહ્યું કે બંગાળના રિપોર્ટના આધારે કાર્યવાહી કરશો?
  સુનીલ અરોડા, મુખ્ય ચૂંટણી અધિકારી જવાબ – બંગાળ અને ચૂંટણી થવાની તે દરેક રાજ્યમાં પંચ જશે. અમારે impirical ઈનપુટની જરૂર પડે. જે અધિકારી રાજ્યની મુલાકાતે જતા હોય છે તેમનો રિપોર્ટ અમારા માટે મહત્વનો બની રહે છે.
  અમે એમ પણ કહ્યું કે ત્યારબાદ પંચ પણ જશે. ચૂંટણીના રાજ્યોમાં અધિકારીઓ સાથે વાતચીત કરે છે. ચૂંટણીના રાજ્યોમાં અમે શરૂઆતમાં રાજકીય દળો સાથે વાતચીતથી શરૂઆત કરીએ છીએ.
  ચૂંટણીના રાજ્યો પર અમારી નજર તમારાથી પણ વધુ હોય છે. જ્યાં જ્યાં ચૂંટણી છે ત્યાં અમારી નજર છે.
  પ્રશ્ન- કેટલા તબકકામાં ચૂંટણી યોજશો અને જાહેરાત ક્યારે થશે?
  પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીની જાહેરાત કરીશું તમને પણ આમંત્રિત કરીશું ત્યારે ખબર પડશે કે કેટલા તબક્કામાં ચૂંટણી યોજાશે.
  મધ્યપ્રદેશમાં લોકસભા ચૂંટણી દરમિયાન સીબીડીટીના રિપોર્ટને લઈને તમે એક મોટો નિર્ણય કર્યો. કયા આધાર પર આ કાર્યવાહી તમે કરી છે ?
  સુનીલ અરોડા, મુખ્ય ચૂંટણી અધિકારી જવાબ – સીબીડીટીના રિપોર્ટ વિશ્વસનીય હતા અને ક્યાંય લીક થયેલા નહોતા. છેલ્લી લોકસભા ચૂંટણી દરમિયાન સીબીડીટીએ અમુક કાર્યવાહી કરી હતી. રિપોર્ટ અમારી પાસે આવ્યો, પંચની બેઠક મળી. પંચની બેઠકમાં નિર્ણય લેવાયો કે રિપોર્ટ ડીઓપીટીને મોકલવામાં આવે અને સીબીઆઈ કાર્યવાહી કરે.
  હમણાં જે રિપોર્ટ આવ્યો તે એક રીતે પૂરક રિપોર્ટ હતો. આ રિપોર્ટમાં અમુક ભાગ ઘણો આપત્તિજનક લાગ્યો જેમાં કેટલાંક અધિકારીઓના નામ હતા તેમણે કેવી રીતે પૈસા પહોચાડ્યાં અને કોના દ્વારા પૈસા પહોચાડ્યા તેનું વિવરણ હતું.
  પંચે નક્કી કર્યું કે તેઓ રિપોર્ટને મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીને મોકલશે. ત્યાંની ઈકોનોમિક ઓફેંસિસ વિંગ આ સાંભળે જેથી કલમો લગાવીને તેની તપાસ થાય.
  સવાલ- શું આવનારા દિવસોમાં આ મામલે ચૂંટણી પંચ વધુ કાર્યવાહી કરશે અથવા જે નેતા સામેલ હતા તેમના પર કોઈ કાર્યવાહી થશે ?
  જવાબ- રિપોર્ટમાં ત્રણ પ્રકારની કેટેગરી છે, રિપોર્ટનું આગળનું વિશ્વેષણ પણ ચાલી રહ્યું છે જે પૂરક રિપોર્ટ છે તે પણ 2 થી 250 પાનાની છે. ત્રણ ચારસો પાનાનું એનેક્સ્ચર છે જે પણ કાર્યવાહી વિધિ હશે તે પૂરી કરવામાં આશે અને તમારી સાથે પણ શેર કરવામાં આવશે.
  પ્રશ્ન- શું રાજકીય દળના લોકો પર પણ કાર્યવાહી થશે ?
  જવાબ – આ વિશે પંચમાં હજુ ચર્ચા નથી થઈ.
  પ્રશ્ન- જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને સવાલ પરિસીમા પછી કેટલા આશાવાદી છે લોકતંત્રને જમ્મૂ કાશ્મીરમાં બહાલ કરવાને લઈને. વિધાનસભા ચૂંટણીને લઈને.
  જવાબ – ચૂંટણીપંચે જમ્મૂ કાશ્મીરમાં લોકસભા ચૂંટણી પણ કરાવી હતી કેટલીક કંસ્ટીટ્યુઅન્સીમાં તો 3 તબક્કામાં ચૂંટણી કરાવી પડી.
  ચૂંટણીપંચ પર જ્યારે જવાબદારી આવશે તો ચૂંટણીપંચ પોતાની જવાબદારી પરથી ક્યારેય પાછળ હટ્યુ નથી અને હટશે પણ નહીં. અમે અમારી જવાબદારીને પૂરી કરીશું.
  પ્રશ્ન- એક દેશ એક ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે હવે ચર્ચાની જરૂર નથી હવે આ દેશની જરૂરત છે ચૂંટણી પંચ કેટલું તૈયાર છે ?
  સુનીલ અરોડા, મુખ્ય ચૂંટણી અધિકારી જવાબ – we are ready for that. જરૂરી તમામ સંશોધન જે લેજિસલેચ્યોર કરે છે તે થાય છે તો ચૂંટણી પંચ તૈયાર છે (એક દેશ એક ચૂંટણી માટે). ચૂંટણી પંચ આ માટે અધિકૃત નથી.
  પ્રશ્ન – નીરજ કુમાર, ન્યુઝ 18 ઈન્ડિયા
  NRI વોટર્સને લઇને આપે એક પ્રસ્તાવ કાયદા મંત્રાલયને મોકલ્યો છે. પોસ્ટલ બેલેટની સુવિધા આપવાને લઇને વિદેશ મંત્રાલયના લોકો સાથે પણ અનઔપચારિક રીતે ચર્ચા થઈ. શું પાંચ રાજ્યોની ચૂંટણીમાં NRI વોટર્સને પોસ્ટલ બેલેટનો અધિકાર આપવામાં આવશે ?
  સુનીલ અરોડા, મુખ્ય ચૂંટણી અધિકારી પાંચ રાજ્યોવાળુ લક્ષ્ય ઘણું વધારે મહત્વકાંક્ષી છે. પણ અમે જે પ્રસ્તાવ મોકલ્યો છે તે પ્રક્રિયા 2011થી ચાલી રહી છે. અમે પત્ર મોકલ્યો છે. વિદેશ મંત્રાલયના સચિવ સાથે ચર્ચા થઈ છે. ઘણાં સ્તરની વાતચીત થશે આ વિશે. 5 રાજ્યોમાં ચુંટણીમાં થશે તે થોડુ મહત્વકાંક્ષી લાગે છે. થઇ જાય તો ઘણું સારૂ જ છે.
  એ વાત ખોટી છે કે કેટલાંક ખાસ દેશોને આપવાની વાત છે. અમારા માટે નાગરિક કોઈ પણ દેશમાં હોય તે બધા દેશના જ નાગરિક છે.
  2011થી આ પ્રક્રિયા શરૂ થઈ હતી. બિલ પણ આવ્યું હતું પણ સંસદ ભંગ થઈ ગઈ હતી. અમારૂ સૂચન છે કે નિયમોમાં બદલાવ કરવામાં આવે તેટલુ પુરતુ હશે. કાયદાકીય રીતે તપાસ કરીને પ્રસ્તાવ મોકલ્યો છે. કાયદા મંત્રાલય પ્રસ્તાવને જોશે.
  જો વિદેશ મંત્રાલય અને કાયદા મંત્રાલયની અનુમતિ બાદ અમે તરત કામ શરૂ કરી દઈશું(NRIને પોસ્ટલ બેલેટનો અધિકાર આપવા માટે)
  પ્રશ્ન- વોટર કાર્ડ ડિજિટલ ક્યાં સુધીમાં થશે કે પછી આ ફક્ત વિચારના સ્તરે છે ?
  સુનિલ અરોડા, મુખ્ય ચૂંટણી અધિકારી- આ વિચારના સ્તર પર નથી, અમારી ટેલી ડેન્સિટી ઘણી વધી ગઈ છે. ડિજિટલ કાર્ડનો હેતુ એ વોટરો માટે છે જે યુવા અને શિક્ષિત છે જે ડિજિટલી પોતાના કાર્ડ બનાવડાવવા માંગે છે ફર્ક એ છે કે આ ગાડીમાં એક બારકોડ હશે, એક ક્યૂઆર કોડ હશે જેમા બીજી પણ જરૂરી જાણકારી હશે. આગામી આર્થિક વર્ષમાં તેની શરૂઆત કરવામાં આવશે. અમારી કોશિષ એ જ છે કે તમામ લોકોને આ સુવિધા આપવામાં આવે અને ઈચ્છા પણ છે.
  નીરજ કુમાર, ન્યૂઝ 18 ઈન્ડિયા- પાંચ રાજ્યોમાં ચૂંટણીને લઈને બધાની નજર તમારા પર છે. બિહાર પછી હવે પાંચ રાજ્યોમાં ચૂંટણી પર નજર છે. બંગાળ સૌથી વધારે સમાચારોમાં રહ્યું છે ?
  સુનિલ અરોડા, મુખ્ય ચૂંટણી અધિકારી- કોરોના મહામારી છે. ચૂંટણી દરમિયાન કોઆને કોરોના નહી થાય તેમા ચૂંટણીપંચનું તો કોઈ યોગદાન છે જ નહી. બિહારમાં તમામ ગાઈડલાઇન્સ સાથે ચૂંટણી કરાવાવાની કોશિષ કરવામાં આવી. કોરોના ન ફેલાય અને તેના પ્રતિ લોકો સચેત રહે બિહારના લોકોનો ધન્યવાદ. બિહારના લોકોએ અને મહિલાઓએ ઘણો સહયોગ આપ્યો વધુ વોટિંગ કરીને. પહેલાથી વધુ મતદાન થું. ત્યાંના પ્રશાસને ઘણું સારૂ કામ કર્યું.
  5 રાજ્યોનું પ્રશાસન પણ આમ કરશે. આવા તત્વો (ચૂંટણીમાં હિંસાના સંદર્ભમાં) સાથે કેવી રીતે કામ લેવુ તે પ્રશાસન જોઈ લેશે. અમારો પ્રયત્ન રહેશે કે વધુ પ્રયાસ કરીને સમાવેશી અને સુરક્ષિત ચૂંટણી થાય.
  પ્રશ્ન- ટીએમસીએ કહ્યું કે બંગાળમાં અર્ધસૈનિક દળોને તૈનાત કરવાનો અધિકાર હજી પંચ પાસે નથી ?
  સુનિલ અરોડા, મુખ્ય ચૂંટણી અધિકારી- પંચ રાજનૈતિક દળો અને નેતાઓના નિવેદનો પણ ટિપ્પણી કરતું નથી.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Election commission, News 18 Gujarati, One nation one election

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन