ચૂંટણી પંચ આજે કરી શકે છે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ

પ્રતીકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પણ રવિવારે કરવામાં આવી હતી.

 • Share this:
  લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત રવિવારે થઈ શકે છે. ઈલેક્શન કમિશન સાંજે 5 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. શક્ય છે કે ઇલેક્શન કમિશન તેમાં તારીખોની જાહેરાત કરી દેશે. જો આજે તારીખોની જાહેરાત થશે તો આજથી જ આચારસંહિતા લાગુ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પણ રવિવારે કરવામાં આવી હતી.

  હાલની લોકસભાનો કાર્યકાળ 3 જૂનના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. એવામાં અત્યાર સુધી નવી સરકારની રચના જરૂરી થઈ જાય છે. સૂત્રોએ આ પહેલા જણાવ્યું કે ઇલેક્શન કમિશન 17મી લોકસભા ચૂંટણી કરાવવા માટે તૈયારીઓ પૂરી કરવાના અંતિમ ચરણમાં છે.

   બીજી તરફ, જમ્મુ-કાશ્મીર વિધાનસભા ભંગ થઈ ચૂકી છે, તેથી ચૂંટણી પંચ મે મહિનામાં સમાપ્ત થઈ રહેલી 6 મહિનાની અવધિની અંદર ત્યાં પણ નવેસરથી ચૂંટણી કરાવવા માટે બાધ્ય છે. એક મત એવો છે કે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણીની સાથે થશે, પરંતુ ભારત-પાકિસ્તાન સીમા પર તણાવ વધવાના કારણે રાજ્યની જટિલ સુરક્ષા સ્થિતિને ધ્યાને રાખીને જ નિર્ણય લેવાશે.

  આ પહેલા પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર ડો. એસ વાઇ કુરૈશીએ ટ્વિટર પર એક આંકડો શેર કર્યો છે. આ આંકડા મુજબ, 2004માં અધિસૂચના 29 ફેબ્રુઆરી, 2009માં અધિસૂચના 2 માર્ચ અને 2014માં અધિસૂચના 5 માર્ચે જાહેર કરવામાં આવી હતી. એવામાં આ વખતે ઇલેક્શન કમિશને અધિસૂચના જાહેર કરવામાં મોડું કર્યું છે.
  Published by:Mrunal Bhojak
  First published: