મદ્રાસ હાઇકોર્ટની ફટકારની અસર! ચૂંટણી પંચે 2 મેના રોજ વિજય જુલૂસ પર મૂક્યો પ્રતિબંધ

મદ્રાસ હાઇકોર્ટે કોરોના સંક્રમણને લઈ કરેલી આકરી ટીકા બાદ ચૂંટણી પંચ આવ્યું એક્શનમાં, લીધો મોટો નિર્ણય

મદ્રાસ હાઇકોર્ટે કોરોના સંક્રમણને લઈ કરેલી આકરી ટીકા બાદ ચૂંટણી પંચ આવ્યું એક્શનમાં, લીધો મોટો નિર્ણય

 • Share this:
  નવી દિલ્હી. ભારત ચૂંટણી પંચ (Election Commission of India- ECI) એ ચાર રાજ્યો- આસામ (Assam), કેરળ (Kerala), તમિલનાડુ (Tamil Nadu), પશ્ચિમ બંગાળ (West Bengal) અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી (Puducherry)ની મતગણતરીના સંદર્ભમાં મહત્ત્વની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે 2 મેના રોજ થનારી મતગણતરી દરમિયાન કોઈ પણ પ્રકારના વિજય જુલૂસ કાઢવા સામે પ્રતિબંધ મૂકવામાં આવે છે.

  ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ તરફથી આ નિર્ણય મદ્રાસ હાઇકોર્ટ (Madras High Court) દ્વારા કરવામાં આવેલી એક ગંભીર ટિપ્પણી બાદ લીધો. મદ્રાસ હાઇકોર્ટે સોમવારે ચૂંટણી પંચની આકરી ટીકા કરતાં દેશમાં કોવિડ-19ની બીજી લહેર માટે તેમને એકમાત્ર ‘જવાબદાર’ કરાર કરતાં ‘સૌથી બિનજવાબદાર સંસ્થા’ ગણાવી હતી.

  આ પણ જુઓ, VIRAL: PPE કિટ પહેરીને વર-વધૂએ લીધા સાત ફેરા, તમે પણ જોઈ લો તસવીરો

  મદ્રાસ હાઇકોર્ટે આકરી ટીકા કરતાં કહ્યું હતું કે, ચૂંટણી પંચના અધિકારીઓ વિરુદ્ધ હત્યાના આરોપો હેઠળ પણ કેસ નોંધવામાં આવી શકે છે. હાઇકોર્ટે કહ્યું હતું કે ચૂંટણી પંચે રાજકીય પાર્ટીઓને રેલીઓ અને સભાઓ કરવાની મંજૂરી આપીને મહામારીને ફેલાવવાની તક આપી.

  આ પણ વાંચો, કોરોના કાળમાં રોજા છોડીને માનવતાની સેવામાં લાગ્યા ફૈજુલ, જરૂરિયાતવાળા લોકો માટે બન્યા મસીહા

  નોંધનીય છે કે, ત્રણ રાજ્યો તમિલનાડુ, કેરળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં હાલમાં જ વિધાનસભા ચૂંટણી સંપન્ન થઈ છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં એક ચરણનું મતદાન બાકી છે. આ રાજ્યોની મતગણતરી 2 મેના રોજ થશે.

  EC અધિકારીઓ સામે હત્યાનો કેસ દાખલ થવો જોઈએ- મદ્રાસ હાઇકોર્ટ

  મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચનો કોરોના કાળની બીજી લહેરમાં બહાર આવવા દરમિયાન રાજકીય પક્ષોને ચૂંટણી રેલીઓ (Election rallies)નું આયોજન કરવાની મંજૂરી આપવા બદલ ઉધડો લીધો હતો. મુખ્ય ન્યાયાધીશ સંજીવ બેનરજીએ સુનાવણી દરમિયાન કહ્યુ હતું કે, "ચૂંટણી પંચના અધિકારીઓ સામે હત્યાના આરોપનો કેસ દાખલ કરવો જોઈએ." કોર્ટ બાબતોની વેબસાઇટ લૉના જણાવ્યા પ્રમાણે મુખ્ય ન્યાયાધીશ સંજીવ બેનરજીએ ભારતના ચૂંટણી પંચને કહ્યું કે, "તમારી સંસ્થા કોરોનાની બીજી લહેર માટે જવાબદાર છે." મદ્રાસ હાઇકોર્ટે ચેતવણી આપી કે, જો બીજી મેના રોજ ચૂંટણી પંચ કોરોના પ્રોટૉકોલનું પાલન કરવા માટે યોગ્ય યોજના નહીં ઘડે તો તાત્કાલિક અસરથી મતગણતરી પર રોક લગાવી દેવામાં આવશે.
  Published by:Mrunal Bhojak
  First published: