વિવાદિત વીડિયો ટ્વિટ કરતા ફસાયા કેજરીવાલ, ચૂંટણી પંચે આપી નોટિસ

News18 Gujarati
Updated: February 7, 2020, 9:17 PM IST
વિવાદિત વીડિયો ટ્વિટ કરતા ફસાયા કેજરીવાલ, ચૂંટણી પંચે આપી નોટિસ
વિવાદિત વીડિયો ટ્વિટ કરતા ફસાયા કેજરીવાલ, ચૂંટણી પંચે આપી નોટિસ

ચૂંટણી પંચે કેજરીવાલ પર ધાર્મિક ભાવના ભડકાવવાના આરોપમાં આ નોટિસ જાહેર કરી

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે (Delhi Assembly Election 2020) શનિવારે વોટિંગ થશે. આ પહેલા ઇલેક્શન કમિશને (election commission) દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ને નોટિસ જાહેર કરી છે. ચૂંટણી પંચે કેજરીવાલ પર ધાર્મિક ભાવના ભડકાવવાના આરોપમાં આ નોટિસ જાહેર કરી છે. ચૂંટણી પંચે કેજરીવાલને કાલ સુધી એટલે કે શનિવાર સુધી પોતાના જવાબ દાખલ કરવાનો સમય આપ્યો છે.

સીએમ કેજરીવાલે એક વિવાદિત વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યો છે. જેના પર ચૂંટણી પંચે નોટિસ જાહેર કરી છે. નોટિસ પ્રમાણે કેજરીવાલ વીડિયોમાં એ કહેતા જોવા મળે છે કે દિલ્હીની આ ચૂંટણીમાં કેટલીક પાર્ટીઓ ઇચ્છે છે - ભાઈઓ, બહેનો મિત્રો મેં હિન્દુ મુસલમાન, હિન્દુ મુસલમાન..મીડિયા પણ ઇચ્છે છે કે મુસલમાન, હિન્દુ મુસલમાન. કેજરીવાલ કહે છે કે દિલ્હીના દરેક બાળકને જે દિલ્હીમાં જન્મ્યા છે તેમને ગ્રેજ્યુએશન સુધી શિક્ષાની ગેરન્ટી મારી છે.

ચૂંટણી પંચે નોટિસ જાહેર કરી


આ પણ વાંચો - Exclusive: CDS રાવતની સ્પષ્ટતા, સેના કાશ્મીરમાં કેમ્પ નહીં, ગુડવિલ સ્કૂલ ચલાવે છે

આ પહેલા અરવિંદ કેજરીવાલે ચૂંટણી પ્રચાર બંધ થયાના એક દિવસ પછી કનોટ પ્લેસમાં હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી હતી. બીજી તરફ દિલ્હી બીજેપી અધ્યક્ષ મનોજ તિવારીએ કાલકા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 70 સીટો પર શનિવારે વોટિંગ થશે. 11 ફેબ્રુઆરીએ મત ગણતરી થશે. દિલ્હી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી, બીજેપી અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે.
Published by: Ashish Goyal
First published: February 7, 2020, 9:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading